વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૫/૮ પાન ૧૧-૧૫
  • બાળકોનું જાતીય શોષણ જગતવ્યાપી સમસ્યા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાળકોનું જાતીય શોષણ જગતવ્યાપી સમસ્યા
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • કેટલાંક કારણો
  • તેઓ કોણ છે?
  • ધર્મ સંડોવાયેલો છે
  • શું થઈ શકે?
  • એક માત્ર ઉકેલ
  • આપણાં બાળકોનું રક્ષણ કોણ કરશે?
    સજાગ બનો!—૧૯૯૯
  • કટોકટી જગતવ્યાપી છે
    સજાગ બનો!—૧૯૯૯
  • વેશ્યાગીરીનું કારણ!
    સજાગ બનો!—૨૦૦૩
  • કટોકટી હેઠળ બાળકો
    સજાગ બનો!—૧૯૯૯
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૭
g97 ૫/૮ પાન ૧૧-૧૫

બાળકોનું જાતીય શોષણ જગતવ્યાપી સમસ્યા

સ્વીડનના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી

માનવ સમાજ બાળ અત્યાચારના આઘાતજનક રૂપથી ખળભળી ઊઠ્યો છે, એવું રૂપ જેની માત્રા અને પ્રકાર છેક અત્યાર સુધી અજાણ હતા. એ વિષે શું કરી શકાય એ જોવા, ૧૩૦ દેશોના પ્રતિનિધિઓ સ્ટોકહોમ, સ્વીડનમાં, બાળકોના વ્યાપારી જાતીય શોષણ વિરુદ્ધ પ્રથમ વિશ્વ કોંગ્રેસ (વર્લ્ડ કોંગ્રેસ અગેઈન્સ્ટ કોમર્શીઅલ સેક્ષ્યુઅલ એક્ષપ્લોઈટેશન ઑફ ચીલ્ડ્રન) ખાતે, મળ્યા. સ્વીડનના સજાગ બનો!ના ખબરપત્રી પણ ત્યાં હતા.

મેગ્ડેલિન ૧૪ વર્ષની હતી ત્યારે, તેને મનીલા, ફિલિપાઇન્સમાં દારૂના પીઠામાં “હોસ્ટેસ” તરીકે નોકરી માટે લલચાવવામાં આવી. હકીકતમાં, તેના કામમાં પુરુષ ગ્રાહકોને નાની ઓરડીમાં લઈ જવાનો અને તેઓના જાતીય સંતોષ માટે પોતાને નવસ્ત્રી કરવાનો સમાવેશ થયો—રાત્રે સરેરાશ ૧૫ પુરુષો અને શનિવારોએ ૩૦. કેટલીક વાર, તેને લાગતું કે પોતે વધુ ખમી શકતી નથી ત્યારે, તેનો મેનેજર તેને કામ ચાલુ રાખવા બળજબરી કરતો. તેનો દિવસ ઘણી વાર સવારે ચાર વાગે પૂરો થતો ત્યારે, તે થાક, ઉદાસીનતા, અને કરુણતાની લાગણી અનુભવતી.

સારૂન પોંમ પેંહ, કમ્બોડિયામાં ફળિયામાં રખડતો એક નાનો અનાથ છોકરો હતો. તેને ચેપી ગુપ્ત રોગ (સિફીલિસ) થયો હતો અને તે પરદેશીઓ સાથે ‘સજાતીય સંબંધ’ બાંધવા માટે જાણીતો હતો. તેને રહેવા માટે પેગોડામાં એક ઓરડો આપવામાં આવ્યો હતો, જ્યાં એક ભૂતપૂર્વ સાધુએ તેની ‘દેખરેખ’ રાખવાની હતી. જો કે આ માણસ છોકરા પર જાતીય અત્યાચાર કરતો હતો અને પરદેશીઓ સાથે જાતીયતા માટે તેને પહોંચાડતો હતો. પેગોડામાંની સારૂનની ઓરડી તોડી પાડવામાં આવી ત્યારે, તે પોતાની આન્ટી સાથે રહેવા લાગ્યો પરંતુ હજુ પણ તેને ફળિયામાં પુરુષ વેશ્યા તરીકે કામ કરવાની ફરજ પાડવામાં આવી.

ગયા વર્ષના અંત ભાગમાં, બાળકોના વ્યાપારી જાતીય શોષણ વિરુદ્ધ વિશ્વ કોંગ્રેસમાં, ચર્ચવામાં આવેલી ભયંકર સમસ્યામાંનાં આ તો ફક્ત બે જ ઉદાહરણો છે. આવું આચરણ કેટલું વિસ્તૃત ફેલાયેલું છે? લાખો બાળકો સંડોવાયેલાં છે—ખરેખર, કેટલાક તો કહે છે કરોડો. એક પ્રતિનિધિએ સમસ્યાની સમીક્ષા કરી: “બાળકોને જાતીય અને કરકસરવાળા માલસામાનની જેમ ખરીદવામાં અને વેચવામાં આવે છે. તેઓને પ્રતિબંધિત ચીજવસ્તુઓની જેમ સરહદમાં અને સરહદ પાર અઘટિત વેપાર કરવામાં આવે છે, ખાંજરાંઓમાં કેદ કરવામાં આવે છે અને જાતીય શોષણકર્તાઓની મોટી સંખ્યાને આધીન કરવામાં આવે છે.”

મેળાવડાને પોતાના ઉદ્‍ઘાટન ઉદ્‍બોધનમાં, સ્વીડનના વડા પ્રધાન યોએર્ન પરસને આ શોષણને “સૌથી પાશવી, સૌથી જંગલી અને ઘૃણાસ્પદ પ્રકારના ગુના” તરીકે મહોર મારી. યુનાઈટેડ નેશન્સની એક પ્રતિનિધિએ કહ્યું એ “બાળકો પર સર્વ મોરચે હુમલો છે . . . , સદંતર અધમ છે અને કલ્પી શકાય એવા કોઈ પણ માનવાધિકારનું સૌથી તિરસ્કરણીય ઉલ્લંઘન છે.” સમગ્ર કોંગ્રેસ દરમિયાન બાળકોના જાતીય શોષણના વ્યાપ, પ્રકાર, કારણો, અને અસરો વિચારણામાં લેવામાં આવ્યા ત્યારે, મંચ પરથી એના પર ક્રોધનાં એવા ઘણાં વક્તવ્યો જોરશોરથી કહેવામાં આવ્યાં.

“એનો વ્યાપ રાષ્ટ્ર પાર સુધી જાય છે, એનો પ્રત્યાઘાત પેઢી દર પેઢી ઉતરે છે,” એક ઉદ્‍ભવે રજૂ કર્યું. અન્યએ જણાવ્યું: “અંદાજે દસ લાખ બાળકો દર વર્ષે કરોડો-ડોલર ગેરકાનૂની જાતીય બજારમાં પ્રવેશતા માનવામાં આવે છે.” કઈ અસરસહિત? “બાળકોની ગૌરવ, ઓળખ અને સ્વમાનની સભાનતા નષ્ટ પામે છે અને તેઓની ભરોસાની ક્ષમતા ક્ષીણ થાય છે. તેઓનું શારીરિક અને લાગણીમય આરોગ્ય જોખમાય છે, તેઓના અધિકારોનું ખંડન કરવામાં આવે છે અને તેઓનું ભાવિ ભયમાં આવી પડે છે.”

કેટલાંક કારણો

આ સમસ્યાના સ્ફોટક વિકાસના કેટલાંક કારણો કયાં છે? એવું જણાવવામાં આવ્યું કે કેટલાંક બાળકો “સંજોગોને કારણે વેશ્યાગૃહોમાં ધકેલાય છે, શેરીઓમાં જીવવા કુકર્મનો આશરો લે છે, પોતાનાં કુટુંબોનું ભરણપોષણ કરવા, અથવા કપડાં અને માલસામાન માટે એમ કરે છે. અન્યો જાહેરાત માધ્યમોમાં લોકો માલસામાન વાપરીને જે આનંદ માણે છે એના ભારે દેખાડાથી લલચાય છે.” વળી અન્યોનું અપહરણ કરી તેઓને વેશ્યાવૃત્તિમાં બળજબરી જોડવામાં આવે છે. સર્વત્ર નૈતિક મૂલ્યોના ઝડપી ઉચ્છેદનો, તેમ જ નિરાશાની સામાન્ય સભાનતાનો, કારણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો.

ઘણાં છોકરાછોકરીઓ કૌટુંબિક અત્યાચારને લીધે જાતીયતાના વેપારમાં સંડોવાય છે—ઘરે હિંસા અને નજીકના સગા સાથેનો સમાગમ, તેઓને શેરીઓમાં લઈ જાય છે. ત્યાં તેઓ બાળબળાત્કારીઓ અને અન્યો દ્વારા, અરે, એવું લાગે છે કે, કેટલાક પોલીસો દ્વારા પણ, જાતીય અત્યાચારના જોખમમાં આવી પડે છે. ભાડે મળતાં ભૂલકાં શીર્ષકવાળી સમસ્યા પરનો એક અહેવાલ બ્રાઝિલમાં આશરે છ-વર્ષ-વયની કાતીઆ વિષે જણાવે છે. તેને એક પોલીસે પકડી ત્યારે, તેણે તેને અશ્લીલ કૃત્યો કરવા બળજબરી કરી અને જો તે તેના વડાને જણાવે તો તેના કુટુંબને મારી નાખવાની ધમકી આપી. બીજે દિવસે તે બીજા પાંચ માણસોને લઈને આવ્યો, જેઓ બધા જ તેની પાસે એવું જ જાતીય કામ કરાવવા માંગતા હતા.

સ્વીડન સંસ્થાનાં બાળકોના અધિકારીએ પ્રતિનિધિઓને જણાવ્યું: “બાળ વેશ્યા શાને કારણે થાય છે એના અભ્યાસો કરવામાં આવ્યા ત્યારે, એમાં શંકા નથી કે [જાતીય] પર્યટન મુખ્ય કારણ છે.” એક અહેવાલે કહ્યું: “ગત દસ વર્ષમાં બાળ વેશ્યાઓનો માની ન શકાય એટલો વધારો સીધેસીધો પર્યટન વેપારને આભારી છે. બાળ વેશ્યા સૌથી નવીનતમ પર્યટન આકર્ષણ છે જેની ઓફર વિકસતા દેશોમાં કરવામાં આવે છે.” યુરોપ, યુનાઈટેડ સ્ટેટ્‌સ, જાપાન, અને અન્યત્રથી ઉપડતાં “જાતીય પર્યટનો” સમસ્ત જગતમાં બાળ વેશ્યાઓની ભારે માંગ ઊભી કરે છે. એક યુરોપીય એરલાઈને જાતીય પર્યટનનું વેચાણ વધારવા બાળકનું જાતીયતા દર્શાવતું સ્પષ્ટ અંગપ્રદર્શન કરતી સ્થિતિવાળા કાર્ટૂન ચિત્રનો ઉપયોગ કર્યો. ટ્રાવેલ એજન્સીઓ દર વર્ષે હજારો લોકો માટે જાતીય પર્યટનો યોજે છે.

વળી કારણોની લાંબી યાદીમાં નવી ટેકનોલોજી દ્વારા બાળ-જાતીયતા ઉદ્યોગનો આંતરરાષ્ટ્રીય વધારો પણ છે. ઈન્ટરનેટ, અન્ય સંબંધિત કોમ્પ્યુટર ટેકનોલોજી સાથે જોડાઈને, અશ્લીલતાનો એક સૌથી મોટો ઉદ્‍ભવ હોવાનું કહેવાય છે. વળી, ઓછી-કિંમતના વિડિયો સાધને બાળ અશ્લીલતાના ઉત્પાદનમાં સવલત પૂરી પાડી છે.

તેઓ કોણ છે?

બાળકો પર જાતીય અત્યાચાર ગુજારનારા પુખ્તવયનાઓ બાળકોના કુકર્મીઓ (પેડોફાઈલ) છે. પેડોફાઈલને બાળકો માટે લંપટ જાતીય આકર્ષણ હોય છે. સ્વીડનના બાળકોના અધિકારીના જણાવ્યા પ્રમાણે, “તેઓ મોટી વયના, છૂપા વેશધારી ગંદા-ગોબરા કે હિંસક આક્રમક પ્રકારના માણસો હોય એવું જરૂરી નથી. એક ઉદાહરણરૂપ પેડોફાઈલ સુશિક્ષિત મધ્યમવયનો માણસ હોય છે, જે ઘણી વાર બાળકો સાથે શિક્ષક, તબીબ, સમાજસેવક કે પાદરી તરીકે કાર્ય કરતો હોય છે.”

સ્વીડીશ વૃંદે રોસારીઓનું ઉદાહરણ રજૂ કર્યું, જે ૧૨-વર્ષની ફિલિપીનો છોકરી હતી જેના પર એક જાતીય પર્યટકે જાતીય અત્યાચાર કર્યો હતો જે પોતે ઓસ્ટ્રીયાનો એક તબીબ હતો. તેણે કરેલા જાતીય અત્યાચારને પરિણામે તે મરણ પામી.

કેરોલ બેલ્લામી, યુનિસેફ (યુનાઈટેડ નેશન્સ ચીલ્ડ્રન ફંડ)ના જીનીવા ખાતેની કાર્યપાલક નિયામકે, ૧૨-વર્ષની ફિલિપીનો છોકરી વિષે નીચે પ્રમાણે જણાવ્યું: “બાળકોની કાળજી અને રક્ષણ પૂરું પાડવાનું જેઓને સોંપવામાં આવ્યું છે ખુદ એ મોટી વયનાઓ જ ઘણી વાર આ અસહ્ય આચરણને પરવાનગી આપે છે અને એને કાયમ ચાલવા દે છે. શિક્ષકો, આરોગ્યના વ્યવસાયીઓ, પોલીસ અધિકારીઓ, રાજકારણીઓ, અને પાદરી જૂથના સભ્યો છે જેઓ પોતાની વગ અને સત્તાનો ઉપયોગ બાળકોનું જાતીય શોષણ કરવામાં કરે છે.”

ધર્મ સંડોવાયેલો છે

સ્ટોકહોમ કોંગ્રેસ ખાતે રોમન કૅથલિક ચર્ચના પ્રતિનિધિએ જણાવ્યું કે બાળકોનું શોષણ “અતિ પતિત ગુનો છે” અને “ગહન વિકૃતિ તથા મૂલ્યોનાં પતનનું પરિણામ” છે. જો કે, કૅથલિક ચર્ચ ખુદ એના પાદરી મધ્યે આવાં આચરણોથી તીવ્રપણે અસર પામેલું છે.

ઑગસ્ટ ૧૬, ૧૯૯૩, ન્યૂઝવીકના અંકમાં, “પાદરીઓ અને જાતીય અત્યાચાર” શીર્ષકવાળા લેખે “યુ.એસ. કૅથલિક ચર્ચના આધુનિક ઇતિહાસમાં પાદરીના સૌથી ખરાબ કૌભાંડ” વિષે જણાવ્યું. એણે જણાવ્યું: “અંદાજે ૪૦૦ પાદરીઓ વિરુદ્ધ ૧૯૮૨થી તહોમતો મૂકવામાં આવ્યાં છે તે જ સમયે, ચર્ચના કેટલાક માણસો ભૂતકાળના અનુભવ અને માહિતી પરથી મંતવ્ય આપે છે કે ૨,૫૦૦ જેટલા પાદરીઓએ બાળકો અથવા તરુણોની કુચેષ્ટા કરી છે. . . . પૈસા કરતાં વધારે, આ કૌભાંડોએ ચર્ચને તીવ્ર સંકોચમાં નાખ્યું છે—અને એની કેટલીક નૈતિક સત્તા જોખમાઈ છે.” સમસ્ત જગતમાં અન્ય ધર્મોની એવી જ પરિસ્થિતિ છે.

યુનાઈટેડ કીંગડમના જાતીય-ગુનાના સલાહકાર રે વીરે સ્ટોકહોમ કોંગ્રેસને બે છોકરાઓ વિષે જણાવ્યું જેઓ પર પાદરીએ અતિ ઘોર જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. એમાંનો એક છોકરો હમણાં પાદરીએ કરેલા બાળ અત્યારના ભોગ બનેલાઓ માટે એક એજન્સી ચલાવે છે, અને બીજો પોતે જ અત્યાચારી છે.

મેટાનેન્ડો ભિખ્ખુ, થાયલૅંડના બૌદ્ધ તજજ્ઞે જણાવ્યું કે “અમુક પ્રકારનું બૌદ્ધ આચરણ થાયલેન્ડમાં કેટલાક સ્તરોએ બાળકોના વ્યાપારી જાતીય શોષણની જવાબદારીનું સહભાગી થાય છે. થાયલૅંડમાં સ્થાનિક ગામડાઓમાં, બળજબરી વેશ્યાનું કામ કરાવવામાં આવતા બાળકો પાસેથી સમાજને મળતા નાણાંનો લાભ કેટલીક વખત સાધુઓએ લીધો છે.”

શું થઈ શકે?

ડો. જુલિયા ઓʼકોનેલ ડેવિડસન, જેઓ યુનાઈટેડ કીંગડમમાં લેસ્ટર યુનિવર્સિટીના છે, તેમણે કોંગ્રેસને શોષણકર્તાઓ પોતાની વર્તણૂક વાજબી ઠેરવે છે એને પડકારવા જણાવ્યું. અત્યાચારીઓ ઘણી વાર બાળકની અનુમાન કરી લીધેલી લંપટતા અને અનૈતિકતા પર ભાર મૂકે છે, અને દલીલ કરે છે કે બાળક તો લંપટ અને બગડેલું છે જ. અન્ય શોષણકર્તાઓ મચકોડેલા અને જૂઠા દાવાઓનો ઉપયોગ કરે છે કે પોતાના કૃત્યોથી કોઈ નુકશાન થવાનું નથી અને બીજું કે બાળકને લાભ થશે.

જાતીય પર્યટનને લગતી બાબતો હાથ ધરનાર વૃંદે એને શાળા અભ્યાસક્રમમાંના શિક્ષણ દ્વારા લડત આપવાની ભલામણ કરી. વધુમાં, બાળકોના જાતીય શોષણ વિરુદ્ધની માહિતી પર્યટકોને સમગ્ર પ્રવાસ દરમિયાન પહોંચતી કરવી જોઈએ—નીકળવા પહેલાં, મુસાફરી દરમિયાન, અને સમાપ્તિમાં.

નવી સંચાર ટેકનોલોજી સંબંધી, એક વૃંદે સૂચવ્યું કે બાળકોનું શોષણ કરતી સામગ્રી દૂર કરવા માટે રાષ્ટ્રોને માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ. આ ક્ષેત્રમાં પ્રવૃત્તિ સંગઠિત કરવા એક આંતરરાષ્ટ્રીય એજન્સીની સ્થાપનાનો વિચાર કરવામાં આવ્યો. અન્ય વૃંદે ભલામણ કરી કે કોમ્પ્યુટર-સંચાલિત બાળ અશ્લીલતા અને સામાન્ય રીતે પણ બાળ અશ્લીલ સાહિત્ય ધરાવવું, એને બધા દેશોમાં ગુનાઈત અપરાધ ગણવો જોઈએ, જેમાં કાનૂની શિક્ષા થવી જોઈએ.

માબાપ શું કરી શકે? સમાચાર માધ્યમની ભૂમિકા ભજવતા વૃંદે સૂચવ્યું કે માબાપે પોતાનાં બાળકોને રક્ષવાની જવાબદારી લેવી જોઈએ. એણે ઉમેર્યું: “બાળકો મોટા થતા જઈ સમાચાર માધ્યમોનો ઉપયોગ કરતા થાય તેમ માબાપ તેઓને એકલું માર્ગદર્શન જ ન આપે, પરંતુ સમાચાર માધ્યમોના તેઓ પર પડતા પ્રભાવને સમતોલ કરવા વધારાનો સંદર્ભ, ખુલાસો અને માહિતીના અન્ય વિવિધ ઉદ્‍ભવો પણ પૂરા પાડે અને બાળકને સમજણમાં વધવામાં મદદ કરે.”

કોંગ્રેસનો અહેવાલ આપતા સ્વીડીશ ટીવી કાર્યક્રમે, માબાપ પોતાનાં બાળકો પર વધારે સારો જાપ્તો રાખે અને તેઓને ભયથી ચેતવે એની જરૂર પર ભાર મૂક્યો. તેમ છતાં, એણે સલાહ આપી: “બાળકોને ‘ગંદા વૃદ્ધ માણસો’ વિરુદ્ધ જ ચેતવણી ન આપો, કારણ કે બાળકો . . . ત્યારે તો ફક્ત મોટી વયના, ગંદા-ગોબરા માણસો પ્રત્યે જ સાવધાન રહેશે, જ્યારે કે આવા ગુના કરનાર વ્યક્તિ ગણવેશમાં કે સુઘડ સુટમાં સજ્જ હોય શકે. આમ, તેઓને અજાણ્યાઓથી ચેતવો જેઓ તેઓમાં વધારે પડતો રસ લેતા હોય.” અલબત્ત, બાળકોને તેઓ તરફ અયોગ્ય રીતે આગળ વધતી વ્યક્તિ વિષે, જેમાં તેઓ ઓળખતા હોય એવા લોકોનો પણ સમાવેશ થાય છે, ચેતવણી આપવી જોઈએ—અને સત્તાવાળાઓને જણાવવા અરજ કરવી જોઈએ.

એક માત્ર ઉકેલ

જે બાબતની સૂચના સ્ટોકહોમ કોંગ્રેસ આપી ન શકી એ હતી બાળકોના જાતીય શોષણનાં કારણો કઈ રીતે આંબવાં. એ કારણોમાં સર્વત્ર નૈતિક મૂલ્યોનો ઝડપભેર થઈ રહેલો ઉચ્છેદ; સ્વાર્થ અને ભૌતિક બાબતો માટેની વધતી જતી તલપ; અન્યાયથી લોકોને રક્ષવા ઘડવામાં આવેલા કાયદાઓ માટે વધતો જતો અનાદર; અન્યોની સુખાકારી, ગૌરવ, અને જીવન માટે વધતી જતી અવહેલના; કૌટુંબિક ગોઠવણમાં ઝડપી ભંગાણ; વસ્તી વધારો, બેકારી, શહેરીકરણ, અને દેશાંતરને કારણે વિસ્તૃત ગરીબાઈ; પરદેશીઓ અને શરણાર્થીઓ વિરુદ્ધ વધતો જતો કોમવાદ; કેફી દ્રવ્યોનું વધતું જતું ઉત્પાદન અને હેરાફેરી; પતિત બનેલી ધાર્મિક દૃષ્ટિઓ, આચરણો, અને પ્રણાલીઓનો સમાવેશ થાય છે.

બાળકોનું જાતીય શોષણ આઘાત પહોંચાડનારો વિષય હોવા છતાં, બાઇબલના કાળજીભર્યા વાચકો માટે એ અચંબો પમાડનાર વિષય નથી. એમ શા માટે? કારણ કે આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જેને બાઇબલ ‘છેલ્લો સમય’ કહે છે અને, દેવના શબ્દ પ્રમાણે, “સંકટના વખતો” આવી પહોંચ્યા છે. (૨ તીમોથી ૩:​૧-૫, ૧૩) તો પછી નૈતિક મૂલ્યો ખરાબથી વધારે ખરાબ થાય એમાં કોઈ નવાઈ છે?

તેમ છતાં, બાઇબલ જગતની પ્રચંડ સમસ્યાઓનો એક માત્ર ઉકેલ ચીંધે છે—સર્વશક્તિમાન દેવ દ્વારા સંપૂર્ણ સાફસૂફી. જલદી જ તે પોતાનું સામર્થ્ય બતાવશે અને તેમના ન્યાયી સિદ્ધાંતો અને નિયમો ન અનુસરનાર સર્વને પૃથ્વી પરથી દૂર કરશે: “સદાચારીઓ દેશમાં વસશે, અને નીતિસંપન્‍ન જનો તેમાં જીવતા રહેશે. પણ દુષ્ટો દેશ પરથી નાબૂદ થશે, અને કપટ કરનારાઓ તેમાંથી સમૂળગા ઊખેડી નાખવામાં આવશે.”—નીતિવચન ૨:​૨૧, ૨૨; ૨ થેસ્સાલોનીકા ૧:​૬-૯.

“નાબૂદ” થવામાં બાળકોને વેશ્યા બનાવનાર સર્વ અને બાળકોનો દુરુપયોગ કરનાર સર્વનો સમાવેશ થશે. દેવનો શબ્દ જણાવે છે: “વ્યભિચારીઓ, . . . લંપટો, . . . પુંમૈથુનીઓ [જેમાં બાળકો સાથે કુકર્મ કરનારાઓનો સમાવેશ થાય છે] . . . એઓને દેવના રાજ્યનો વારસો મળશે નહિ.” (૧ કોરીંથી ૬:​૯, ૧૦) એ ઉમેરે છે કે જેઓ “ભ્રષ્ટ થએલા, . . . વ્યભિચારીઓ” છે, તેઓના ભાગે “બીજું મરણ”—સાર્વકાલિક નાશ હશે.—પ્રકટીકરણ ૨૧:૮.

દેવ પૃથ્વીને સ્વચ્છ કરશે અને તદ્દન નવી વસ્તુ વ્યવસ્થા, “નવાં આકાશ તથા નવી પૃથ્વી”—શરૂ કરશે. (૨ પીતર ૩:​૧૩) પછી, તેમની બનાવેલી એ નવી દુનિયામાં, ભ્રષ્ટ, લંપટ લોકો ફરી કદી નિર્દોષોનો લાભ લેશે નહિ. અને ફરી કદી નિર્દોષોએ શિકાર બનવાની બીક રાખવી નહિ પડે, કેમ કે “કોઈ તેમને બીવડાવશે નહિ.”​—મીખાહ ૪:૪.

જાતીયતા પર્યટન—શા માટે? (પર્યટકો શા માટે બાળકો સાથે જાતીયતામાં પરોવાય છે એનાં કેટલાંક કારણો) (૧) કોઈ ઓળખતું ન હોય એવી સ્થિતિથી પર્યટક ઘરનાં સામાજિક બંધનોથી મુક્ત હોવાનો આનંદ માણે છે (૨) સ્થાનિક ભાષાની નબળી કે બિલકુલ સમજણ ન હોવાને કારણે, પર્યટકોને સહેલાઈથી એવું માનવા દોરી શકાય છે કે બાળક સાથે જાતીયતા માણવા પૈસા આપવાનું સ્વીકાર્ય છે અથવા એ બાળકોને ગરીબાઈમાં મદદ કરવાની રીત છે. (૩) કોમવાદી વલણોને લીધે મુલાકાતીઓ જેઓને ઉતરતા ગણે છે તેઓનું શોષણ કરવા પ્રેરાય છે (૪) ઓછા વિકસિત દેશોમાં જાતીયતા માણવી સહેલાઈથી પરવડી શકે છે એ જોઈને પર્યટકો પોતાને ધનવાન ગણવા લાગે છે

સમસ્યાનો જગતવ્યાપી ફેલાવો (નીચે જુદી જુદી સરકારોએ અને અન્ય સંગઠનોએ આપેલા અંદાજો છે) બ્રાઝિલઃ ઓછામાં ઓછા ૨,૫૦,૦૦૦ બાળ વેશ્યાઓ કેનેડાઃ બદમાશોની સંગઠિત ટોળકી હજારો તરુણીઓને વેશ્યાઓ બનાવે છે ચીનઃ ૨,૦૦,૦૦૦થી ૫,૦૦,૦૦૦ બાળકોને વેશ્યા બનાવવામાં આવ્યાં છે. તાજેતરનાં વર્ષોમાં આશરે ૫,૦૦૦ ચીની છોકરીઓને લલચાવીને સરહદ પાર લઈ જઈને મ્યાનમારમાં વેશ્યાઓ તરીકે વેચવામાં આવી છે કોલંબિયાઃ બોગોટાની શેરીઓમાં જાતીય શોષણ પામી રહેલાં બાળકોની સંખ્યા છેલ્લા સાત વર્ષમાં પાંચગણી થઈ છે પૂર્વ યુરોપઃ ૧,૦૦,૦૦૦ બાળકો શેરીઓમાં છે. ઘણાંને પશ્ચિમ યુરોપના ખાંજરાઓમાં મોકલવામાં આવે છે ભારતઃ જાતીયતાના ઉદ્યોગમાં ૪,૦૦,૦૦૦ બાળકો સંડોવાયેલાં છે મોઝામ્બિકઃ સહાય એજન્સીઓએ યુએન શાંતિસૈનિકો પર બાળકોનું જાતીય શોષણ કરવાનું તહોમત મૂક્યું મ્યાનમારઃ દર વર્ષે ૧૦,૦૦૦ છોકરીઓ અને સ્ત્રીઓને થાયલૅંડનાં વેશ્યા ગૃહોમાં મોકલવામાં આવે છે ફિલિપાઈન્સઃ ૪૦,૦૦૦ બાળકો સંડોવાયેલાં છે શ્રીલંકાઃ ૬થી ૧૪ વર્ષનાં ૧૦,૦૦૦ બાળકોને વેશ્યા ગૃહોમાં ગુલામ બનાવવામાં આવ્યાં છે અને ૧૦થી ૧૮ વર્ષનાં ૫,૦૦૦ સ્વતંત્ર રીતે પર્યટન કેન્દ્રોમાં કામ કરે છે તાઈવાનઃ ૩૦,૦૦૦ બાળકો સંડોવાયેલાં છે થાયલૅંડઃ ૩,૦૦,૦૦૦ બાળકો સંડોવાયેલાં છે યુનાઈટેડ સ્ટેટ્‌સઃ અધિકૃત ઉદ્‍ભવો ૧,૦૦,૦૦૦ કરતાં વધુ બાળકો સંડોવાયેલાં હોવાનું જણાવે છે

[Caption on page ૧૨]

“સૌથી જંગલી અને ઘૃણાસ્પદ પ્રકારનો ગુનો.”

​—સ્વીડનના વડા પ્રધાન

[Caption on page ૧૩]

“દર સપ્તાહે, ૧ કરોડથી ૧.૨ કરોડ પુરુષો જુવાન વેશ્યાઓની મુલાકાત લે છે.”

​—⁠ધ ઈકોનોમીસ્ટ, લંડન

[Caption on page ૧૪]

જાતીય પર્યટન વધારે ગરીબ દેશોમાં બાળ શોષણનું મુખ્ય કારણ છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો