અમારા વાચકો તરફથી
ભિન્નતા જે ભાગલા પાડે છે “શું ભિન્નતાએ આપણને વિભાજિત કરવા જોઈએ?” (ઑગસ્ટ ૮, ૧૯૯૬) શૃંખલા માટે અમે તમારો આભાર માનવા માંગીએ છીએ. અમે લગભગ એક વર્ષથી અહીં મૅક્સિકોમાં એક સંઘના ભાગ તરીકે કાર્ય કરી રહ્યા છીએ. કેટલાક મહિના પછી પણ, અમને એકબીજા સાથે મેળ ખવડાવવામાં મુશ્કેલી પડી રહી હતી, પરંતુ એનું કારણ અમને ખબર પડતી ન હતી. લેખોએ અમને ભિન્ન સંસ્કૃતિના લોકો સાથે કામ કરતી વખતે ઊભી થતી મૂંઝવણ, અનિશ્ચિતતા અને ચિંતાની લાગણી પારખવામાં મદદ કરી. અમે એ કથન સ્વીકાર્યું કે “અન્ય સંસ્કૃતિની કદર આપણાં જીવન સમૃદ્ધ બનાવી શકે” અને અમે અમારા કાર્યમાં આનંદ માણતા થઈ ગયા છીએ.
કે. એચ. અને જે. એચ., મૅક્સિકો
આ ધ્યાનાકર્ષક વિષય જે રીતે રજૂ કરવામાં આવ્યો અને વિકસાવવામાં આવ્યો એનાથી ઘણો આનંદ થયો. ભિન્નતાઓએ માનવ ઇતિહાસમાં ખરેખર પુષ્કળ ધિક્કાર પેદા કર્યો છે. આ શૃંખલા હવે મને અન્ય સંસ્કૃતિઓને વધારે સમજણપૂર્વક જોવા મદદ કરશે. હું ઇચ્છું છું કે દુનિયામાં દરેક જણ આ લેખો વાંચે અને બીજાઓ માટેની પોતાની નકારાત્મક દૃષ્ટિઓ બદલે!
જી. ઓ., નાઇજીરિયા
લેખો વાંચી મારી આંખમાં આંસુ આવી ગયાં. મારો એક મિત્ર છે જેની સાથે હું હંમેશા ગાઢ સંબંધ રાખું છું. પરંતુ મને હંમેશા લાગ્યું છે કે અમારી વચ્ચે એક અદૃશ્ય અંતર છે. હવે મને સમજ પડે છે કે અમે ઘણી જ ભિન્ન સંસ્કૃતિમાંથી આવ્યા છીએ. આ માહિતી મને તેની સાથે ભાવિ વ્યવહારમાં મોટો તફાવત પાડશે.
એ. એફ., યુનાઇટેડ સ્ટેટ્સ
માનવવંશશાસ્ત્ર પર મારી કોલેજ માટે સંશોધન કરતી વખતે, મેં એક આફ્રિકી દેશમાં કેટલાંક સપ્તાહો વીતાવ્યાં. હું કેટલાક સ્થાનિક યહોવાહના સાક્ષીઓના પરિચયમાં આવી શકી અને તેઓની સભામાં હાજરી આપી શકી. એ અતિ રોમાંચક અનુભવ હતો! લેખે કહ્યું તેમ, અન્ય સંસ્કૃતિના લોકો સાથે પરિચય કેળવવો સમૃદ્ધ બનાવનાર છે. હું નવી અને અર્થપૂર્ણ મૈત્રી કરી શકી.
એસ. બી., ઇટાલી
યુએફઓ “બાઇબલનું દૃષ્ટિબિંદુ: “યુએફઓ—દેવ તરફથી સંદેશવાહકો?” (ઑગસ્ટ ૮, ૧૯૯૬) લેખ માટે તમારો આભાર. અમારા વિસ્તારમાં કેટલાક લોકો પૃથ્વી બહાર જીવન વિષેની માહિતીમાં વિશ્વાસ કરે છે. બાઇબલ આ બાબતે ચર્ચા કરતું નથી એવું વિચારી, તેઓને બાઇબલ વિષે શંકા છે. લેખે અમને જોવામાં મદદ કરી કે શેતાન અને પિશાચો લોકોને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરે છે અને બીજું કે પૃથ્વી બહાર જીવન વિષે પાયા વગરની માહિતી માનવી ડહાપણભર્યું થશે નહિ.
એ. ડબલ્યું., તાઈવાન
ટ્યૂલિપ્સ “ટ્યૂલિપ—તોફાની ભૂતકાળવાળું ફૂલ” શીર્ષકવાળા અદ્ભુત લેખ માટે તમારો આભાર. (ઑગસ્ટ ૮, ૧૯૯૬) એના ઉદ્ભવ વિષે તેમ જ ટ્યૂલિપ ઉછેરવાની અગત્યની માહિતી ઘણી જ રસપ્રદ લાગી.
ડી. જી., યુનાઈટેડ સ્ટેટ્સ
મઝા કરવી હું ૧૨ વર્ષની છું, અને મને “યુવાન લોકો પૂછે છે . . . શા માટે બીજા યુવાનો બધી મઝા માણે છે?” લેખથી ખરેખર ઘણો જ આનંદ થયો. (ઑગસ્ટ ૮, ૧૯૯૬) મને પણ એ જ પ્રશ્ન હતો. મારી શાળામાં કોઈ પણ વ્યક્તિ પાર્ટી, નૃત્ય, અને અન્ય પ્રવૃત્તિઓમાં નામ નોંધાવી શકે છે. મને ઘણી વાર મન થાય છે. પરંતુ લેખે મને કદર કરવામાં મદદ કરી કે હું મારી પસંદગીઓ માટે યહોવાહ સમક્ષ જવાબદાર છું. તેથી હું મારા ખ્રિસ્તી મિત્રો પૂરતી જ મર્યાદિત રહીશ.
એ. એસ., યુનાઈટેડ સ્ટેટ્સ
એવો સમય હતો જ્યારે મને [બાઇબલ લેખક] આસાફના જેવી લાગણી થઈ છે, જેમ તમે આ લેખમાં ચર્ચા કરી. લેખે મને શાળામાં યોગ્ય વલણ રાખવા જરૂરી બળ પૂરું પાડ્યું છે.
એ. એસ., જાપાન
એ સાચું છે કે કેટલાક યુવાનોને દુન્યવી પાર્ટીઓમાં ભાગ “લેવા દેવામાં” ન આવતો હોવાથી તેઓ તરછોડાયેલા કે વંચિત રાખવામાં આવેલા તરીકે લાગણી અનુભવે છે. પરંતુ યહોવાહના સાક્ષીઓનાં બધાં બાળકોને એવી લાગણી થતી નથી! વ્યક્તિગત રીતે, મને દુન્યવી પાર્ટીઓમાં થતી ઘણી બધી બાબતોથી કંટાળો થાય છે, અને મારા ખ્રિસ્તી મિત્રોને પણ એમ જ લાગે છે. અમે—અને નિઃશંક અન્ય ઘણા પણ—વંચિત રહ્યાનું અનુભવતા નથી!
કે. એચ., યુનાઈટેડ સ્ટેટ્સ
બદલાયેલી અગ્રીમતાઓ મારે તમને જણાવવું જ જોઈએ કે “શા માટે તેમણે પોતાની અગ્રીમતા બદલી” લેખથી મને કેટલું બધું ઉત્તેજન મળ્યું. (ઑગસ્ટ ૮, ૧૯૯૬) મેં ૧૩ વર્ષ પૂરા-સમયના સુવાર્તિક તરીકે સેવા કરી છે, અને વધતા જતા તણાવવાળા આપણા જગતમાં અગ્રીમતાઓ બેસાડવી હંમેશા સહેલું હોતું નથી. દર વર્ષે, પૂરા-સમયના સેવાકાર્યમાં રહેવું એક પડકાર બને છે. પૂરા-સમયના સેવક બનવા જેરેમીએ જે રીતે પ્રાકૃતિક-સંસ્થાનના વ્યવસ્થાપક તરીકેની મોટા પગાર અને બદલો આપનારી કારકિર્દી જતી કરી એનો વિચાર કરવાથી મને પુનઃખાતરી મળી કે મારા પોતાના જીવનમાં સેવાકાર્યને અગ્રીમતાએ રાખવી તદ્દન યથાયોગ્ય છે.
એન. કે., યુનાઈટેડ સ્ટેટ્સ