વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૬/૮ પાન ૧૧-૧૩
  • શું દેવ સાથેની મારી મૈત્રી ચાલુ રહેશે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું દેવ સાથેની મારી મૈત્રી ચાલુ રહેશે?
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • “દેહમાં કાંટો”
  • મુશ્કેલીઓ સામે પહોંચી વળવા મદદ
  • દેવની મદદ કઈ રીતે મેળવવી
  • દેવ સાથે કામ કરવું
  • “અનુભવ કરો અને જુઓ કે યહોવાહ ઉત્તમ છે”
  • ‘દેહમાંનો કાંટો’ સહન કરવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • શું પરમેશ્વર મારી પ્રાર્થનાઓ સાંભળશે?
    સજાગ બનો!—૨૦૦૧
  • પાઊલના “શરીરમાં કાંટો”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • તેઓએ કાંટાની વેદના સહન કરી
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૭
g97 ૬/૮ પાન ૧૧-૧૩

યુવાન લોકો પૂછે છે  . . .

શું દેવ સાથેની મારી મૈત્રી ચાલુ રહેશે?

રાજા દાઊદે દેવની મિત્રતાનો આનંદ માણ્યો હતો. પરંતુ એક અવસરે તેણે કહ્યું: “મારા મનનું દુઃખ વધી ગયું છે.” દાઊદ ફક્ત અન્યો તરફના દુર્વ્યવહારથી જ નહિ પરંતુ તેની પોતાની ભૂલોને કારણે પણ સહેતો હતો. તે અનુભવવા લાગ્યો કે દેવે પણ તેનો અસ્વીકાર કર્યો છે, અને તેણે પ્રાર્થના કરી: “તું મારી ભણી ફર, ને મારા પર દયા કર; કેમકે હું નિરાશ્રિત અને દુઃખી છું.”​—ગીતશાસ્ત્ર ૨૫:૧૧, ૧૬-​૧૯.

કદાચ તમે પણ દુઃખ અનુભવતા હોય શકો. તમે ઘરે કે શાળામાં ખેદિત પરિસ્થિતિમાં હોઈ શકો કે જે સહેલાઈથી કચડી નાખે. ઉપરાંત, તમને ગંભીર આરોગ્ય સમસ્યાઓ હોય શકે કે તમારી સામે અમુક નબળાઈઓ હોય કે જેનાથી તમે પોતે નાસીપાસ થયા હોવ. ગમે તે બાબત હોય, તમારે એકલા સહેવાની જરૂર નથી, દેવ ઉદારપણે પોતાની મિત્રતા અને ટેકાની રજૂઆત કરે છે.a તમે તેમની સાથે સંબંધ વિકસાવવાની શરૂઆત કરી દીધી હોય તો, તમને એ જાણીને દિલાસો મળશે કે તે પોતાના મિત્રોને તેઓના મુશ્કેલીના સમયમાં તરછોડશે નહિ. તેમ છતાં, તમારા પર ઓચિંતી મુશ્કેલીઓ આવી પડે ત્યારે, તમને એવું લાગી શકે કે દેવ તો ખૂબ જ દૂર છે. તે તમને કોઈ પણ બાબતે મદદ કરતા નથી એવું તમને લાગી શકે. પરંતુ શું બાબત ખરેખર એમ છે?

“દેહમાં કાંટો”

સૌ પ્રથમ, કૃપા કરી ૨ કોરીંથી ૧૨:​૭-​૧૦ વાંચો. ત્યાં પ્રેષિત પાઊલે “દેહમાં કાંટો” તરીકે ઓળખાતી કોઈ બાબતથી પોતે કઈ રીતે સહન કરતો હતો એ વિષે કહ્યું છે. સંભવિત:, “કાંટો” એ કોઈક પ્રકારની શારીરિક અશક્તિ હતી, એમાં કદાચ તેની દૃષ્ટિનો પણ સમાવેશ થાય છે. એ જે કંઈ પણ હોય, એ “શિક્ષા” તેને લાગણીમય રીતે નીચો પાડે છે. એ દૂર કરવા દેવને ત્રણ વાર અરજ કર્યા છતાં, “કાંટો” એમ જ રહે છે.

શું યહોવાહ પાઊલની પ્રાર્થનાને અવગણી રહ્યા હતા? જરા પણ નહિ! દેવે તેને કહ્યું: “તારે વાસ્તે મારી કૃપા બસ છે; કેમકે મારૂં સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” યહોવાહ એ “કાંટો” ખેંચી કાઢવાનું પસંદ કરતા ન હોવા છતાં, તે પાઊલથી દૂર જતા ન હતા. દેવની અપાત્ર કૃપા એટલે, પાઊલે તેમની સાથે ગાઢ મૈત્રીનો આનંદ માણ્યો હતો. પોતાની અશક્તિને પહોંચી વળવા પાઊલને એટલી મદદ “બસ” હતી. એમ કરવામાં પાઊલે લડત આપી હોવાથી, તે દેવની નવી અને વ્યક્તિગત રીતે ટકાવી રાખનાર પરાક્રમની અનુભૂતિ પણ કરી શક્યો.

મુશ્કેલીઓ સામે પહોંચી વળવા મદદ

પાઊલની જેમ, તમને કંઈક “કાંટો”, કે સમસ્યા હોય શકે, જે ખૂંચ્યા કરતી હોય, જે નિરાશા અને નિરુત્સાહમાં પરિણમી શકે. પાઊલના કિસ્સાની જેમ, દેવ તકલીફોને ચાલવા પણ દે. એનો એવો અર્થ નથી થતો કે તે હવે તમારા મિત્ર નથી. દેવે પ્રેષિત પાઊલને કહ્યું: “મારૂં સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે) તમે દેવના સામર્થ્ય પર આધાર રાખો અને તમારા પોતાના પર નહિ તો, તમે સહન કરી શકશો. તમે એ પણ જાણી શકો કે દેવના આત્માની મદદથી તમે જેને અશક્ય સમજતા હતા તેવા કામ પણ પૂરાં કરી શકો. પાઊલે કહ્યું: “નિર્બળતામાં, હું આનંદ માનું છું; . . . કેમકે જ્યારે હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું.”

એક માયાb નામની યુવાન સ્ત્રી સમજી શકી કે આ સાચું છે. ચૌદ વર્ષની વયે ઝામરને કારણે તેણે પોતાની આંખ ગુમાવી. એ જ વર્ષે તેની મમ્મી અચાનક મૃત્યુ પામી. “હવે મને ફક્ત યહોવાહનો સહારો હતો,” કહીને માયા એ દુઃખદાયક ‘કાંટા”નો સામનો કરવાનું શરૂ કરે છે. “હું જાણતી હતી કે મારે પરિસ્થિતિનો સફળતાપૂર્વક સામનો કરવો હોય તો, મારે તેમની નિકટ જ રહેવું.” માયાએ એ જ કર્યું, છેવટે તેણે પૂરેપૂરા સમયની સુવાર્તિકા તરીકે સેવા કરી. તે કહે છે: “મેં યહોવાહને તમામ બાબતે મદદ કરવા અરજ કરી હતી. તેમણે ખરેખર મદદ કરી.”

અનેક યુવાનોને લાગ્યું છે કે પરિક્ષણોનો સામનો ખરેખર તેઓને દેવની સમીપ જવામાં મદદ કરે છે. યુવાન જેફનો વિચાર કરો. તેના પિતા પોતાના કુટુંબને તરછોડી, સાત બાળકોની જવાબદારી જેફની મમ્મી પર મૂકતા ગયા. “મેં પિતાની કમી મહેસુસ કરી,” જેફે સ્વીકાર્યું, એ વખતે તે ફક્ત ૧૨ વર્ષનો હતો. “એ કમી કોઈક પૂરી કરે એ માટેની ઝંખના હું દરરોજ અનુભવતો હતો.” જેફે શું કર્યું? “એ કમી પૂરી કરવા મદદ માટે મેં યહોવાહને પ્રાર્થના કરી.” જેફે પોતાની પ્રાર્થનાના સુમેળમાં કાર્ય કર્યું અને આત્મિક પ્રવૃત્તિઓમાં તલ્લીન રહ્યો. એ સમયે, તેને ખબર પડી હતી કે યહોવાહ તેને ટેકો​—પોતાના પ્રબળ પવિત્ર આત્મા અને ખ્રિસ્તી મંડળ દ્વારા પૂરો પાડે છે. (સરખાવો ગીતશાસ્ત્ર ૨૭:૧૦) હવે ૨૭ વર્ષની વયે જેફ વિચારે છે: “મારી પાસે એવું કોઈ ન હતું કે જેના તરફ હું સલામતી માટે જોઈ શકું, જેથી હું યહોવાહની ખૂબ જ નિકટ ગયો. તે ગાઢ સંબંધને “મૂલ્યવાન આશીર્વાદ” ગણે છે “જે આ કસોટીમાંથી પરિણમ્યો હતો”.

દેવની મદદ કઈ રીતે મેળવવી

તમારા આકાશી મિત્ર તમારી મુશ્કેલીઓ વખતે એ રીતે તમને મદદ કરશે. પણ તમારે શું કરવું જ જોઈએ? કોઈ પણ મૈત્રી ટકાવવા, વાતચીતવ્યવહાર જરૂરી છે. પ્રાર્થના એ દેવ સાથે વાતચીતવ્યવહાર કરવાની આપણી રીત છે. એની મારફતે આપણે તેમને જાણવા દઈએ કે આપણને તેમની મદદની જરૂર છે. છતાં, પ્રાર્થના નિરુત્સાહી કે યંત્રવત્‌ હોય તો, એનું મૂલ્ય ઓછું રહે છે. અગાઉ જણાવેલ યુવાનોની જેમ, તમારે દેવ સમક્ષ ‘તમારૂં હૃદય ખુલ્લું કરવું’ જોઈએ. (ગીતશાસ્ત્ર ૬૨:૮) તમારે વિનંતિઓ કરવાની પણ જરૂર પડી શકે. (ફિલિપી ૪:૬) વિનંતિઓ એ પ્રાર્થના છે જે ખાસ કરીને વિચારપૂર્વકની અને ગંભીર હોય છે.

ધારો કે તમારે તમારા વિચારો પર કાબૂ કરવાની સમસ્યા હોય અથવા ખરાબ આદત આંબવામાં મુશ્કેલી હોય. યહોવાહને આજીજી કરો! પ્રલોભનના સમયો દરમિયાન તેમની મદદ માટે પ્રાર્થના કરો. આ હંમેશા સહેલું ના હોય શકે. “મને કંઈ ખોટું કરવાની તીવ્ર ઇચ્છા થાય છે ત્યારે, હું પોતાને પ્રાર્થના કરવા ફરજ પાડુ છું,” ગેરીએ કબૂલ્યું. “કેટલીક વખત હું વિચારું છું, ‘શું યહોવાહ સમક્ષ જવા યોગ્ય છું?’ તોપણ, મેં મદદ માટે તેમને વિનંતિ કરવાનું ચાલું જ રાખ્યું. એ મને દૃઢ રહેવા જરૂરી શક્તિ આપે છે.” જો કે શરૂ શરૂમાં એ મુશ્કેલ હોય છે તોપણ, દેવ સમક્ષ તમારું હૃદય ઠાલવવાનું ચાલુ રાખો.

પરંતુ તમારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર મળતો નથી એવું લાગતું હોય તો શું? ઉદાહરણ તરીકે, લીલા, હસ્તમૈથુનની ગંદી આદતને આંબવા લડત આપી રહી હતી. “હું યહોવાહને પ્રમાણિકતાથી આ સમસ્યા વિષે વાત કરતી,” તે સમજાવે છે, “પરંતુ હું રોકી શકતી ન હતી.” અમુક વખતે દેવ આપણને પરવાનગી આપે છે કે આપણી વિનંતિઓ પ્રદર્શિત કરવા વિષે આપણે કેટલા ગંભીર છીએ. (સરખાવો ગીતશાસ્ત્ર ૮૮:​૧૩, ૧૪.) એ માટે આપણે પ્રાર્થનામાં લાગુ રહેવું જ જોઈએ! (માત્થી ૭:૭; રૂમી ૧૨:૧૨) લીલાએ બરાબર એમ જ કર્યું. એ જ સમયે, તેણે વૉચ ટાવર સોસાયટીનાં સાહિત્યોમાં એ વિષય પરની સામગ્રીમાં જોવા મળતાં સૂચનોનો અમલ કરવાનું શરૂ કર્યું.c સમય જતાં, તે પરિણામો જોવા લાગી. તે યાદ કરે છે: “દર વખતે મેં પ્રલોભનનો સફળતાપૂર્વક સામનો કર્યો, હું યહોવાહનો આભાર માનવા માંગુ છું કારણ કે હું જાણતી હતી કે તે મારી સાથે છે.” સાચું કે, તમે તમારી સમસ્યા ઓળંગવા જ્ઞાન મેળવી રહ્યા હોવ તેમ તમે પાછા એમાં સપડાઈ શકો. પરંતુ જ્યાં સુધી તમે લડત આપી રહ્યા છો અને જાણીજોઈને તમારી નબળાઈની આગળ હાર નથી માનતા તો, દેવ તમારા ‘ગંભીરતાપૂર્વકના પ્રયત્નોʼથી ખુશ થશે અને તમારા મિત્ર બની રહેશે.​—૨ પીતર ૧:⁠૫.

દેવ સાથે કામ કરવું

દેવની મદદનો લાભ મેળવવાની બીજી રીત “સાથે કામ કરનારા”માંના એક બનવાનું તેમનું આમંત્રણ સ્વીકારવું છે. (૧ કોરીંથી ૩:૯) આમાં દેવ વિષે બીજાઓને શીખવાડવા સહભાગી થવાનો સમાવેશ થાય છે. (માત્થી ૨૮:૧૯, ૨૦) તમે દબાણ કે નિરુત્સાહ અનુભવો ત્યારે, કોઈ પણ પ્રકારના કામમાં પરોવાવાનો વિચાર આકર્ષક ન પણ લાગે. છતાં પણ, ‘પ્રભુના કામમાં સદા મચ્યા રહેવું’ તમને ખરેખર મદદ કરી શકે. (૧ કોરીંથી ૧૫:૫૮) ઓછામાં ઓછું, તમે તમારી પોતાની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું બંધ કરશો. (સરખાવો નીતિવચન ૧૮:૧.) અગાઉ ઉલ્લેખેલી માયા પોતાની મુશ્કેલીના સમયો વિષે કહે છે: “જે બાબતે મને ચાલુ રહેવા મદદ કરી એ યહોવાહ માટેનું મારું કાર્ય હતું!”

દેવ સાથે કામ કરવું તમને એવી કોઈ પણ લાગણીઓ આંબવામાં મદદ કરી શકે કે દેવે તમને તરછોડી દીધા છે. બે વ્યક્તિ એક જ ધ્યેયથી જૂથ તરીકે સાથે મળીને કામ કરે ત્યારે, શું તેઓ વારંવાર મિત્ર તરીકે નિકટ નહિ આવે? તમે પ્રચાર કાર્યમાં પરોવાવો છો તેમ, તમે સતત પડકારોનો સામનો કરો છો. તમે મદદ માટે દેવ તરફ ફરવાનું જુઓ છો. અને દેવ તમારી મહેનતને આશીર્વાદ આપે છે તેમ, તેમની મિત્રતા વધુ વાસ્તવિક બને છે. તમે એ વિશ્વાસને અનુભવવા લાગો છો જે દેવે તમારામાં સાથી કાર્યકર્તા તરીકે રાખ્યો છે. આ તમારો આત્મ-વિશ્વાસ ચોક્કસ આગળ વધારી શકે છે.

ઉદાહરણ તરીકે, મંજુ, ખૂબ જ અસલામત હતી. તેની મમ્મીએ આપઘાત કર્યો હતો, અને તેના અત્યાચારી પપ્પા તેને હંમેશા અવગણતા હતા. પરંતુ ૧૭ વર્ષની વયે તે એક યહોવાહની સાક્ષી બની અને પ્રચારનું કામ ઉપાડી લીધું. હવે એક પૂરેપૂરા-સમયની સેવિકા તરીકે દશ વર્ષ પછી, તે કહે છે: “આ કામે મને અસાધારણ રીતે મદદ કરી છે કારણ કે હું મારા પોતા પર યહોવાહનો આશીર્વાદ જોઈ રહી છું. હું પોતાને કહું છું, ‘મને દેવ પ્રેમ કરતા હોય તો, હું મહત્ત્વહીન નથી.’ યહોવાહે પોતાના નામની ઘોષણામાં મારો ઉપયોગ કરીને વધુ સલામત બનાવી છે.”

“અનુભવ કરો અને જુઓ કે યહોવાહ ઉત્તમ છે”

“[દેવે] મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો,” રાજા દાઊદે જીવનને-ધમકીરૂપ પરિસ્થિતિમાંથી છુટ્યા પછી લખ્યું. (ગીતશાસ્ત્ર ૩૪:૪, ૬; મથાળું; ૧ શમૂએલ ૨૧:૧૦-​૧૨) આ રીતે દાઊદ અનુભવથી કહી શક્યો: “અનુભવ કરો અને જુઓ કે યહોવાહ ઉત્તમ છે; જે માણસ તેના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે.”​—ગીતશાસ્ત્ર ૩૪:૮.

દાઊદની જેમ તમારું જીવન ભયમાં ન હોય છતાં પણ, પ્રસંગોપાત્ત તમને અમુક, દબાણ અને તણાવ અનુભવવાની ખાતરી છે. ‘તમારા મનનું દુઃખ વધી જાય,’ ત્યારે દેવને યાદ કરો. (ગીતશાસ્ત્ર ૨૫:૧૭) એનાથી ડરશો નહિ કે દેવ પોતાની મૈત્રી પાછી ખેંચી લેશે. તમે ધીરજથી સહન કરો અને યહોવાહના ટેકા અને કાળજીનો પ્રત્યક્ષ અનુભવ કરો તેમ તમે પોતે ‘અનુભવ કરશો અને જોશો’ કે “યહોવાહ ઉત્તમ છે.” અને તે હંમેશ માટે તમારા મિત્ર બની રહેશે.​—યાકૂબ ૪:​૮.

[Footnotes]

a અમારા ઑગસ્ટ ૮, ૧૯૯૫ના અંકમાં, “યુવાન લોકો પૂછે છે . . . શું હું ખરેખર દેવનો મિત્ર બની શકું?” લેખ જુઓ.

b અમુક નામો બદલવામાં આવ્યાં છે.

c પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે પુસ્તકનાં ૨૫ અને ૨૬ પ્રકરણો જુઓ, વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી ઑફ ન્યૂયૉર્ક દ્વારા પ્રકાશિત.

[Caption on page ૧૨]

શું દેવ આપત્તિના સમયો દરમિયાન પોતાના મિત્રોને તરછોડે છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો