તમારો ખોરાક શું એ તમને મારી નાખી શકે? “તમારી ધમનીઓ ખરાબ રીતે બંધ પડી ગઈ છે; લગભગ ૯૫ ટકા સાંકડી થઈ ગઈ છે . . . તમને જલદી જ હૃદયરોગનો હુમલો થવાની તૈયારી છે.”
બત્રીસ વર્ષનો મહેશa હૃદયરોગ નિષ્ણાતના આ શબ્દો ભાગ્યે જ માની શક્યો, જેણે તેના છાતીમાં દુખાવાના કારણને લીધે તેને તપાસ્યો હતો. હૃદયરોગથી મરનાર લગભગ અડધા ભાગના લોકોને એની ખબર હોતી નથી.
પરંતુ કઈ રીતે મહેશ આ પરિસ્થિતિમાં આવી ગયો? મહેશ વિલાપ કરે છે કે ‘હું ૩૨ વર્ષથી “માંસ અને દૂધ”નો અમેરિકન ખોરાક લેતો હતો. અને મારા આરોગ્ય માટે અમેરિકન આહાર નુકશાનકારક છે એ હકીકત અવગણતો હતો.’
તમારો ખોરાક અને હૃદયરોગ
મહેશના ખોરાકમાં શું ખોટું હતું? મૂળભૂત રીતે, એમાં વધારે પડતુ કોલેસ્ટ્રોલ અને ચરબી હતી, ખાસ કરીને સંતૃપ્ત ચરબી. નાનપણથી જ, મહેશ લગભગ દરેક કોળિયે હૃદયની ધમનીને લગતો રોગ વિકસાવી રહ્યો હતો. હકીકતમાં, યુનાઇટેડ સ્ટેટ્સમાં વધુ પડતી ચરબીવાળો ખોરાક મરણનાં દસ કારણોમાંથી પાંચ સાથે જોડાયેલો છે. એ યાદીની મોખરે ધમનીને થતો રોગ છે.
ખોરાક અને હૃદયરોગ વચ્ચેનો સંબંધ, સાત દેશોમાં ૪૦થી ૪૯ વચ્ચેની ઉંમરના કેટલાક ૧૨,૦૦૦ પુરુષો પર કરવામાં આવેલા અભ્યાસ પરથી જોવા મળે છે. આમાંથી તરી આવતી ઢબ ઘણું જણાવે છે. અભ્યાસે બતાવ્યું કે ફિનિશ લોકોના—તેઓ સંતૃપ્ત ચરબીના ૨૦ ટકા કૅલરી લે છે—ખોરાક લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારતું હતું, જ્યારે જાપાનના લોકોમાં—તેઓ સંતૃપ્ત ચરબીના ૫ ટકા કૅલરી લે છે—ખોરાક લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર નીચું હતું. અને ફિનિશ લોકોમાં જાપાનના લોકો કરતાં હૃદયરોગની શક્યતા છ ગણી વધારે હતી!
તેમ છતાં, હૃદયની ધમનીને લગતો રોગ જાપાનમાં સામાન્ય થઈ ગયો છે. છેલ્લા ઘણાં વર્ષોમાં, ત્યાં પશ્ચિમના દેશોનો ફરાળી ખોરાક વધારે પ્રચલિત બન્યો છે તેમ, પ્રાણીઓની ચરબીનો ઉપયોગ ૮૦૦ ટકા વધ્યો છે. હવે, જાપાનના છોકરાઓના લોહીમાં, અમેરિકાના એ જ ઉંમરના છોકરાઓ કરતાં, કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે. દેખીતી રીતે, ચરબીયુક્ત ખોરાક અને કોલેસ્ટ્રોલ જીવનને જોખમકારક સ્થિતિમાં નાખે છે ખાસ કરીને, હૃદયરોગ.
કોલેસ્ટ્રોલની ભૂમિકા
કોલેસ્ટ્રોલ સફેદ, સુંવાળો પદાર્થ છે, જે જીવન માટે જરૂરી છે. એ બધા માનવી અને પ્રાણીઓના કોષોમાં જોવા મળે છે. આપણું યકૃત કોલેસ્ટ્રોલ ઉત્પન્ન કરે છે, અને આપણે ખાઈએ છીએ એ ખોરાકમાંથી વિવિધ પ્રમાણમાં પણ મળે છે. લીપોપ્રોટીન કહેવાતા પરમાણું કોષમાં લોહી કોલેસ્ટ્રોલ લઈ જાય છે, કે જે કોલેસ્ટ્રોલ, ચરબી અને પ્રોટીનથી બનાવે છે. બે પ્રકારના લીપોપ્રોટીન કે જે ઓછી ઘનતાવાળા (એલડીએલ) લીપોપ્રોટીન અને વધુ ઘનતાના (એચડીએલ) લીપોપ્રોટીનના કોલેસ્ટ્રોલ મોટા ભાગના લોહીમાં લઈ જતા હોય છે.
એલસીએલમાં વધારે કોલેસ્ટ્રોલ હોય છે. એઓ આપણા રુધિર પ્રવાહમાં પરિભ્રમણ કરે છે તેમ, એઓ કોષની દીવાલો પર એલડીએલ પ્રવેશ દ્વારથી પ્રવેશે છે અને કોષના ઉપયોગ માટે છૂટા પડે છે. શરીરમાં મોટા ભાગના કોષો આ પ્રકારના સંગ્રાહકો હોય છે, અને એઓ કેટલાક એલડીએલ લે છે. પરંતુ યકૃતને એ રીતે રચવામાં આવ્યું છે કે રુધિર પ્રવાહમાંથી એલડીએલ પ્રવેશ દ્વારા ૭૦ ટકા દૂર કરે છે.
બીજી બાજુ, એચડીએલ કોલેસ્ટ્રોલના તરસ્યા પરમાણું છે. રુધિર પ્રવાહમાંથી પસાર થાય છે ત્યારે, એઓ શેષ કોલેસ્ટ્રોલને શોષી લે છે અને એને યકૃતમાં મોકલે છે. યકૃત કોલેસ્ટ્રોલનું વિઘટન કરી એને શરીરમાંથી બહાર કાઢે છે. આ રીતે શરીરને અદ્ભુત રીતે બનાવવામાં આવ્યું છે કે જરૂર હોય એટલા કોલેસ્ટ્રોલનો ઉપયોગ કરી અને બાકીના બહાર કાઢી નાખે છે.
લોહીમાં એલડીએલનું પ્રમાણ વધુ હોય છે ત્યારે સમસ્યા ઉભી થાય છે. એનાથી ધમનીની દીવાલ પર છારી (plaque) બાઝવાની શક્યતા છે. છારી બાઝે છે ત્યારે, ધમની સાંકળી બની જાય છે અને એમાંથી ઑક્સિજન લઈને પસાર થતા લોહીનું પ્રમાણ ઓછું થઈ જાય છે. એ સ્થિતિને એથિરોસ્કેરોસિસ કહેવામાં આવે છે. પ્રક્રિયા સતત અને ધીમી થતી જાય છે અને એનાં લક્ષણો ઓળખતાં દાયકાઓ લાગે છે. એ લક્ષણો હૃદય સ્નાયુ દુખાવો, કે મહેશે અનુભવેલ છાતીમાં દુખાવો છે.
હૃદયની ધમની એકદમ બંધ થઈ જાય છે, ઘણી વાર લોહીથી જામી જાય છે ત્યારે, હૃદયનો ભાગ જે લોહી એ ધમનીથી મેળવતો હોય છે એ મરી જાય છે. એનું પરિણામ ત્વરિત છે, ઘણી વાર પ્રાણઘાતક હોય છે, માયોકાર્ડીયલ ઈનફ્રેક્સન—જેને હૃદયરોગના હુમલાથી સારી રીતે ઓળખવામાં આવે છે. મોટા ભાગની ધમનીઓ બંધ પડવાથી પણ હૃદય બંધ પડી શકે છે, જે કદાચ શારીરિક બેચેનીઓથી સ્પષ્ટ ન થાય. શરીરના અન્ય ભાગોમાં ધમનીઓ બંધ પડવાથી, મૂર્છા, પગોમાં સડો, અને મૂત્રપિંડ બંધ થઈ જવાનું કારણ બની શકે.
એમાં આશ્ચર્ય નથી, એલડીએલને ખરાબ કોલેસ્ટ્રોલ, અને એચડીએલને સારા કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. તપાસ એલડીએલનું સ્તર ઊંચુ બતાવે કે એચડીએલનું સ્તર ઓછું બતાવે તો, હૃદયરોગનું જોખમ વધું છે.b વ્યક્તિઓને હૃદયના દુખાવાના સ્પષ્ટ ચિન્હો જોવા મળે તે પહેલાં લોહીની સાદી તપાસથી ઘણી વાર ઝઝૂમી રહેલા જોખમની ખબર પડશે. તો પછી, એ મહત્ત્વનું છે કે તમારા લોહીમાં કોલેસ્ટ્રોલના સ્તરની સતત તપાસ કરવી. ચાલો હવે જોઈએ કે તમારો આહાર આ સ્તરને કેવી રીતે અસર કરી શકે.
લોહીમાં કોલેસ્ટ્રોલ અને ખોરાક
કોલેસ્ટ્રોલ પશુઓના ખોરાકથી મળતો સહજ ભાગ છે. માંસ, ઈંડા, માછલી, મરઘી અને દૂધમાંથી બનાવેલી વસ્તુઓ બધામાં કોલેસ્ટ્રોલ હોય છે. બીજી તર્ફે, વનસ્પતિમાંથી પ્રાપ્ત થતો ખોરાક કોલેસ્ટ્રોલ વિનાનો હોય છે.
શરીર પોતાની જરૂરિયાત અનુસાર કોલેસ્ટ્રોલ ઉત્પન્ન કરે છે, માટે ખોરાકમાંથી લીધેલા કોલેસ્ટ્રોલ વધારાના હોય છે. આપણા ખોરાકનું મોટા ભાગનું કોલેસ્ટ્રોલ યકૃતમાં પહોંચે છે. સામાન્યત:, ખોરાકનું કોલેસ્ટ્રોલ યકૃતમાં પહોંચે છે તેમ, યકૃત એનું કોલેસ્ટ્રોલ ઉત્પન્ન કરવાનું કામ ઓછું કરી દે છે. આ લોહીમાં કોલેસ્ટ્રોલની કુલ માત્રા નિયંત્રિત રાખે છે.
તેમ છતાં, ખોરાકમાં કોલેસ્ટ્રોલની માત્રા એટલી બધી હોય કે યકૃત એના પર ઝડપથી કામ ન કરી શકે તો શું થાય છે? ત્યારે ધમનીની દીવાલોની પેશીઓમાં કોલેસ્ટ્રોલના સીધા પ્રવેશની સંભાવના વધી જાય છે. એ બને છે ત્યારે, એથિરોસ્કેરોસિસની પ્રક્રિયા થાય છે. ખાસ કરીને આ પ્રકારની સ્થિતિ જોખમકારક હોય છે જ્યારે ખોરાકમાં લીધેલા કોલેલ્ટ્રોલની દરકાર કર્યા વિના શરીર એ જ માત્રામાં કોલેસ્ટ્રોલ બનાવવાનું ચાલુ રાખે છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં, દર ૫માંથી ૧ને આ સમસ્યા છે.
તો પછી, ખોરાક દ્વારા લેવામાં આવતો ખોરાક ઓછો કરવો, એ ડહાપણનો માર્ગ છે. પરંતુ આપણા ખોરાકમાં બીજો એવો ભાગ છે જે કોલેસ્ટ્રોલના સ્તર પર અસર કરે છે—સંતૃપ્ત ચરબી.
ચરબી અને કોલેસ્ટ્રોલ
ચરબીના બે પ્રકાર છે: સંતૃપ્ત અને અસંતૃપ્ત. અસંતૃપ્ત ચરબી એકાકી-અસંતૃપ્ત (monounsaturated)કે બહુ-અસંતૃપ્ત (polyunsaturated) હોય શકે. સંતૃપ્ત ચરબી કરતાં અસંતૃપ્ત ચરબી તમારા માટે સારી છે, સંતૃપ્ત ચરબી ખાવાથી લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે. સંતૃપ્ત ચરબી બે રીતે એમ કરે છે: એઓ યકૃતમાં કોલેસ્ટ્રોલ વધારે છે, અને એઓ એલડીએલ સંગ્રાહકોને યકૃત કોષોમાં દબાવી દે છે, જેથી લોહીમાંથી એલડીએલ ઘટાડો ધીમો પાડે છે.
સંતૃપ્ત ચરબી મુખ્યત્વે પશુઓમાંથી બનતી વાનગીઓમાં જોવા મળે છે, જેમ કે, માખણ, ઈંડાની જરદી, ડુક્કરની ચરબી, દૂધ, આઇસક્રીમ, માંસ, અને મરઘી. એઓ ચોકલેટ, નારિયેળ અને કોપરેલમાં, વનસ્પતિ ઘી અને તાળના તેલમાં પણ એનું પ્રમાણ વધારે હોય છે. સંતૃપ્ત ચરબી સામાન્ય તાપમાનમાં ઘટ્ટ થઈ જાય છે.
બીજી તર્ફે, અસંતૃપ્ત ચરબી, સામાન્ય ઉષ્ણતામાનવાળા ઓરડામાં પ્રવાહી બને છે. સંતૃપ્ત ચરબીવાળી વાનગી કરતાં, એકાકી-અસંતૃપ્ત કે બહુ-અસંતૃપ્ત ચરબીવાળી વાનગીથી કદાચ તમારા લોહીમાં કોલેસ્ટ્રોલ સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે.c બહુ-અસંતૃપ્ત ચરબી, મકાઈના તેલમાં અને સૂરજમુખીના બીજના તેલમાં સામાન્ય છે જે સારા અને ખરાબ બંને કોલેસ્ટ્રોલને ઓછા કરે છે. બહુ-અસંતૃપ્ત ચરબી, જે જેતૂન અને કેનોલા તેલમાં પુષ્કળ પ્રમાણમાં હોય છે, એ સારા કોલેસ્ટ્રોલને અસર કર્યા વિના ખરાબ કોલેસ્ટ્રોલને ઓછા કરે છે.
અલબત્ત, ચરબી આપણા ખોરાકનો એક આવશ્યક ભાગ છે. એમના વગર વિટામિન એ, ડી, ઈ અને કે મેળવીશું નહિ. તેમ છતાં, શરીરને બહુ ઓછી ચરબીની જરૂર હોય છે. એઓ શાકભાજી, કઠોળ, અનાજ અને ફળ ખાવાથી સહેલાયથી મેળવી શકાય છે. તેથી સંતૃપ્ત ચરબીને ઓછી કરવાથી શરીર જરૂરી પોષણથી વંચિત રહેતુ નથી.
શા માટે ચરબી અને કોલેસ્ટ્રોલ ઓછા કરવા
શું ચરબી અને કોલેસ્ટ્રોલથી ભરપૂર ખોરાક હંમેશા લોહીમાં કોલેસ્ટ્રોલ વધારશે? એવું જરૂરી નથી. શરૂઆતના લેખમાં ઉલ્લેખવામાં આવેલા થોમસે, તેની સજાગ બનો! સાથેની મુલાકાત પછી લોહીની તપાસ કરાવવાનું નક્કી કર્યું. પરિણામોએ બતાવ્યું કે તેના કોલેસ્ટ્રોલનું પ્રમાણ યોગ્ય પ્રમાણમાં હતું. દેખીતી રીતે, તેનું યકૃત કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરી શકતું હતું.
તેમ છતાં, એનો એવો અર્થ થતો નથી કે થોમસ જોખમથી મુક્ત છે. તાજેતરના અભ્યાસે બતાવ્યું કે ખોરાક સબંધી કોલેસ્ટ્રોલ લોહીના કોલેસ્ટ્રોલવિના હૃદયની ધમનીને લગતા રોગનું જોખમ લાવી શકે. ઉત્તરપશ્ચિમ વિદ્યાપીઠના ડૉ. જરમાયા સ્ટેમલર કહે છે “લોહીમાં ઓછુ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકોમાં પણ કોલેસ્ટ્રોલથી ભરપૂર ખોરાક હૃદયરોગ વધારી શકે. અને એ કારણે બધા લોકોએ, પોતાના લોહીના કોલેસ્ટ્રોલના સ્તરની પરવા કર્યા વિના, ઓછા કોલેસ્ટ્રોલ ખાવાની ચિંતા કરવી જોઈએ.”
ખોરાકમાં ચરબી હોવાનું પણ મહત્ત્વ છે. ભલે ખોરાક સંતૃપ્ત કે અસંતૃપ્ત ચરબીથી હોય, રક્તકણોના ઝૂંમખાંને ભેગા કરવાનું કારણ બની શકે. આ પ્રકારનું ઘટ્ટ લોહી સાંકળી નસમાંથી પસાર થઈ શકતું નથી, જે પેશીઓને જરૂરી પોષણ મેળવવાથી વંચિત રાખે છે. કોષોનું ઝૂંમખું જે ધમનીઓથી પસાર થાય છે, ધમનીની દીવાલો માટે ઑક્સિજનને રોકે છે, એની સપાટીને નુકશાનનું કારણ બને છે, જ્યાં સહેલાયથી છારી બાઝવાની શરૂ થઈ જાય છે. પરંતુ વધુ પ્રમાણમાં ચરબી ખાવાથી એક બીજું જોખમ છે.
કૅન્સર અને ખોરાક
“દરેક પ્રકારની ચરબીઓ—સંતૃપ્ત અને અસંતૃપ્ત—અમુક પ્રકારના કૅન્સરના કોષો વધારવામાં સામેલ છે,” ડૉ. જોન એ. મેક્ડૂગલે કહે છે. મોટા આંત્ર-મળાશયનું કૅન્સર અને સ્તન કૅન્સરના આંતરરાષ્ટ્રીય અસરના એક સર્વેક્ષણે બતાવ્યું કે પશ્ચિમના દેશો, જ્યાં ખોરાકમાં વધારે ચરબી હોય છે, અને વિકસતા દેશો વચ્ચે મહા અસમાનતા છે. દાખલા તરીકે, યુનાઇટેડ સ્ટેટ્સમાં, પુરુષો અને સ્ત્રીઓ માટે મોટા આંત્ર-મળાશયનું કૅન્સર બીજા નંબરનું સામાન્ય કૅન્સર છે, જ્યારે સ્ત્રીઓમાં સ્તન કૅન્સર એકદમ સામાન્ય છે.
અમેરિકન કૅન્સર સોસાયટી અનુસાર, કૅન્સરનું પ્રમાણ વધારે છે એવા દેશોમાં રહેવા આવતા લોકોના, છેવટે નવા દેશના કૅન્સરનો દર વધારે છે, એ તેઓ નવી જીવન શૈલી અને ખોરાક કેટલા સમયમાં અપનાવે છે એના પર આધારિત છે. “હવાઈમાં જાપાની દેશાંતર કરનાર,” કૅન્સર સોસાયટીની વાનગી પુસ્તકે નોંધ લીધી, “કૅન્સરનો પાશ્ચાત્ય નમૂનો વિકસિત થઈ રહ્યો છે: મોટા આંતરડા અને સ્તન કૅન્સરની ઘટનાઓ વધારે, પેટના કૅન્સરની ઓછી—જાપાનીસ નમૂના કરતાં વિપરીત છે.” દેખીતી રીતે, કૅન્સર ખોરાક સાથે જોડાયેલું છે.
તમારા ખોરાકમાં કુલ ચરબી, સંતૃપ્ત ચરબી, કોલેસ્ટ્રોલ અને કૅલરી વધારે હોય તો, તમારે અમુક ફેરફાર કરવાની જરૂર છે. સારો ખોરાક સારા આરોગ્યનું કારણ હોઈ શકે અને એનાથી વિપરીત ખરાબ ખોરાકથી માંદગીની અસર થઈ શકે. પીડાકારક બાયપાસ સર્જરીના વિકલ્પમાં, જેની કિંમત ઘણી વાર ૪૦,૦૦૦ ડૉલર કે વધારે હોય છે, આથી સારા ખોરાકની પસંદગી ઇચ્છવાજોગ છે.
તમે સમજદારીપૂર્વક પસંદગી કરી ખાવાથી, તમારું વજન ઓછું કરી શકો, પોતાનું સ્વાસ્થ્ય સુધારી શકો, અને કેટલાક રોગોનું નિવારણ કરવા કે નિવારવા પોતાને મદદ કરી શકો. આ વિષયને લગતાં સૂચનોની ચર્ચા હવે પછીના લેખમાં કરવામાં આવી છે.
[Footnotes]
a નામ બદલવામાં આવ્યું છે.
b કોલેસ્ટ્રોલને ડેસીલિટર મિલીગ્રામથી માપવામાં આવે છે. એ ઇચ્છનિય છે કે કુલ કોલેસ્ટ્રોલ—એલડીએલ, એચડીએલ અને લોહીમાં બીજા લિપોપ્રોટીન—નું ઊંચું સ્તર પ્રતિ ડેસીલિટર ૨૦૦ કરતાં પણ ઓછું હોય છે. પ્રતિ ડેસીલિટરમાં ૪૫ મિલીગ્રામ અથવા વધુ એચડીએલના સ્તરને સારું ગણવામાં આવે છે.
c અમેરિકા માટેની ૧૯૯૫ની ખોરાક સબંધી માર્ગદર્શિકા સલાહ આપે છે કે દરરોજ કુલ ૩૦ ટકા કૅલરી કરતાં વધારે ચરબી લેવી નહિ. અને એ પણ ભલામણ કરે છે કે સંતૃપ્ત ચરબીને ૧૦ ટકા કૅલરીના કરતાં ઓછી કરવી જોઈએ. એ રીતે સંતૃપ્ત ચરબીમાં ૧-ટકા કૅલરી ઓછી કરવાથી એ લોહી-કોલેસ્ટ્રોલ સ્તરમાં ૩ પ્રતિ ડેસિલીટર મિલિગ્રામ ઓછું કરે છે.
[Caption on page ૮]
હૃદયની ધમનીઓનો આડો છેદ: (૧) પૂરેપૂરી ખુલ્લી, (૨) અડધી બંધ થયેલી, (૩) લગભગ બંધ થયેલી
[Caption on page ૮]
૧
[Caption on page ૮]
૨
[Caption on page ૮]
૩