ઇંટરનેટ શું છે?
ઇં ટરનેટનો ઉપયોગ કરીને, યુનાઈટેડ સ્ટેટ્સમાંના એક શિક્ષક, ડેવિડે, સામગ્રીનો અભ્યાસક્રમ મેળવ્યો. કૅનેડામાંના એક પિતા રશિયામાંની પોતાની પુત્રી સાથે સંપર્ક જાળવી રાખવા એનો ઉપયોગ કરે છે. લોમા, એક ગૃહિણી, વિશ્વની શરૂઆત બાબતે વૈજ્ઞાનિક સંશોધન તપાસવા માટે એનો ઉપયોગ કરે છે. એક ખેડૂતે ઉપગ્રહનો ઉપયોગ કરીને વાવણીની નવી પદ્ધતિઓ વિષે માહિતી મેળવવા એનો ઉપયોગ કર્યો. વેપારી મંડળો એની તરફ આકર્ષાયા છે કારણ કે એનામાં પોતાની પેદાશો અને સેવાઓની લાખો સંભવિત: ગ્રાહકો સમક્ષ જાહેરાત કરવાની ક્ષમતા છે. એના વિસ્તૃત અહેવાલો અને માહિતી સેવાઓ દ્વારા ગોળા ફરતે લોકો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તાજા સમાચારો વાંચી શકે છે.
આ ઇંટરનેટ કે નેટ કહેવાતો કૉમ્પ્યુટર ચમત્કાર છે શું? શું તમારે વ્યક્તિગત રીતે એની જરૂર છે? તમે ઇંટરનેટ “વાપરવા”નો નિશ્ચય કરો એ પહેલાં, તમે એ વિષે જાણવાનું ઇચ્છી શકો. એ આટલું પ્રસિદ્ધ હોવા છતાં, ખાસ કરીને બાળકો ઘરમાં હોય તો, સાવચેતી રાખવાને કારણ છે.
એ શું છે?
અનેક કરોળિયાથી ભરેલા એક રૂમની કલ્પના કરો, જેમાંનો દરેક પોતાની જાળ વણી રહ્યો છે. જાળાં એકબીજા સાથે ખૂબ વણાયેલાં હોય છે જેથી કરોળિયા આ જાળાંની અંદર જ છૂટથી ફરી શકે છે. હવે તમારી પાસે ઇંટરનેટનો સીધો સાદો ખ્યાલ છે—એકબીજા સાથે જોડાયેલાં ઘણાં અનોખા પ્રકારનાં કૉમ્પ્યુટરો અને કૉમ્પ્યુટર નેટવર્કોનો ગોળાવ્યાપી સમૂહ. જેમ ટેલિફોન તમને જેની પાસે ફોન હોય એવી પૃથ્વીની બીજી બાજુની કોઈ વ્યક્તિ સાથે વાત કરાવી શકે છે એવી જ રીતે ઇંટરનેટ વ્યક્તિને પોતાના કૉમ્પ્યુટર પાસે બેસી અને દુનિયાના કોઈ પણ સ્થળે બીજા કૉમ્પ્યુટરો અને કૉમ્પ્યુટર ઉપયોગ કરનાર સાથે માહિતીની આપલે કરાવી શકે.
અમુક લોકો ઇંટરનેટને માહિતીનો રાજમાર્ગ તરીકે ઓળખાવે છે. જેમ કોઈ રોડ દેશના અલગ અલગ વિસ્તારોમાં થઈને મુસાફરી કરવાનું શક્ય બનાવે છે એ પ્રમાણે, ઇંટરનેટ ઘણા અલગ અલગ એકબીજા સાથે જોડાયેલા કૉમ્પ્યુટર નેટવર્ક દ્વારા માહિતી પહોંચાડી શકે છે. સંદેશાઓ જાય છે તેમ, દરેક નેટવર્ક કે જે સમાવિષ્ટ માહિતી પહોંચાડવા નજીકના નેટવર્કને જોડવામાં સહાય કરે છે. સંદેશાનો અંતિમ મુકામ કદાચ ભિન્ન શહેર કે દેશમાં હોય શકે.
દરેક નેટવર્ક પોતાના પડોશી નેટવર્ક સાથે, ઇંટરનેટ રચયિતાએ બનાવેલ સામાન્ય નિયમોનું પાલન કરી “વાત કરી” શકે છે. જગતવ્યાપી, કેટલાં નેટવર્ક જોડવામાં આવ્યાં છે? અમુક અંદાજ ૩૦,૦૦૦થી વધુ કહે છે. તાજેતરના સર્વેક્ષણ મુજબ, સમગ્ર જગત ફરતે ૧,૦૦,૦૦,૦૦૦થી વધુ નેટવર્ક અને કંઈક ૩,૦૦,૦૦,૦૦૦ ઉપયોગ કરનારાઓ સાથે જોડવામાં આવ્યા છે. એનો અંદાજ બાંધવામાં આવે છે કે જોડાણ કરેલાં કૉમ્પ્યુટરોની સંખ્યા દર વર્ષે બમણી થઈ રહી છે.
ઇંટરનેટ પર લોકો શું મેળવી શકે? એ ઝડપથી વધી રહેલી માહિતી આપે છે, જેમાં દવાઓથી માંડીને વિજ્ઞાન અને ટેકનોલૉજી સુધીના વિષયો હોય છે. એના વિશિષ્ટ લક્ષણોમાં લલિતકળા બાબતે સવિસ્તર માહિતી તથા વિદ્યાર્થીઓ માટે સંશોધન સામગ્રી અને પુનઃસર્જન, મનોરંજન, રમતગમત, ખરીદી, અને રોજગારીની તકોનો સમાવેશ કરે છે. ઇંટરનેટ વાર્ષિક તારીખિયું, શબ્દકોશો, એન્સાયક્લોપેડિયા, અને નકશાઓ પૂરાં પાડે છે.
તેમ છતાં, એમાં ચિંતાજનક પાસાં રહેલાં છે જેનો વિચાર કરવો જોઈએ. શું ઇંટરનેટ પરની તમામ બાબતો ફાયદાકારક તરીકે ગણી શકીએ? ઇંટરનેટ કઈ સેવાઓ અને ઉદ્ભવોની રજૂઆત કરે છે? કઈ સાવચેતીઓ ઇચ્છનિય છે? હવે પછીના લેખો આ પ્રશ્નોની ચર્ચા કરશે.
ઇંટરનેટની શરૂઆત અને રચના ૧૯૬૦ના દાયકામાં યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઑફ ડીફેન્સ દ્રારા વિસ્તૃતપણે વિખરેલા વિસ્તારોમાંના વૈજ્ઞાનિકો અને સંશોધનકારોને મદદ કરવા માટે અખતરા તરીકે ઇંટરનેટની શરૂઆત થઈ હતી, એનાથી તેઓ મોંઘા અને ભાગ્યે જ જોવા મળતા કૉમ્પ્યુટર અને એની ફાઇલો દ્વારા ભેગા કામ કરી શક્યા. એ માટે જોડેલા નેટવર્કોનાં વૃંદોનું નિર્માણ જરૂરી હતું કે જે સમાન કક્ષાના સંયોજન તરીકે કાર્ય કરે. ઠંડા યુદ્ધે આ “બૉંબ સામે સુરક્ષિત” નેટવર્કમાં રસ પેદા કર્યો. નેટવર્કનો એક ભાગ નાશ પામે તો, બચેલા ભાગોની મદદથી માહિતી હજુ એના આખરી મુકામ તરફ જઈ શકે. પરિણામે ઇંટરનેટની, સંદેશો લઈ જવાની જવાબદારી એક સ્થળે કેન્દ્રિત રહેવાને બદલે આ રીતે સમગ્ર નેટવર્કમાં ફેલાઈ ગઈ. ઇંટરનેટ મુખ્યત્વે, હવે બે દાયકા કરતાં વધારે જૂનું છે, બ્રાઉસરને કારણે એની લોકપ્રિયતા વધી છે. બ્રાઉસર એક સોફ્ટવેર ઓજાર છે કે જેણે ઉપયોગ કરનાર માટે ઇંટરનેટ પર ભિન્ન જગ્યાઓએ “મુલાકાત” કરવા માટે એની પદ્ધતિ સારી પેઠે સરળ કરી દીધી છે.