વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૧/૮ પાન ૧૬
  • ફ્રેંચ બાઇબલનું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફ્રેંચ બાઇબલનું
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • ગંભીર સંઘર્ષ શરૂ થાય છે
  • બાઇબલ માટે રક્ષણ
  • એક જોખમકારક સંઘર્ષ
  • પ્રત્યાક્રમણો
  • આખરી પરિણામ
  • ઇટાલિઅન ભાષાનું બાઇબલ એની મુસીબતોનો ઇતિહાસ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • નવી દુનિયાનું ભાષાંતર—જગત ફરતે લાખો લોકોએ એની કદર કરી
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • પોતાના લોકો સાથે વાત કરનાર ઈશ્વર યહોવા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
સજાગ બનો!—૧૯૯૮
g98 ૧/૮ પાન ૧૬

ફ્રેંચ બાઇબલનું

જીવન માટે લડત

સ જા ગ બ નો ! ના ફ્રાં સ માં ખ બ ર પ ત્રી ત ર ફ થી

જગતમાં દશ કરોડ કરતાં વધારે લોકો ફ્રેંચ બોલે છે. તમે તેઓમાંના એક ન હોવ તોપણ, ફ્રેંચ બાઇબલનું અસ્તિત્વ અંશતઃ ધાર્મિક સ્વતંત્રતા સાથે જોડાયેલું હોવાના કારણે વાંચન રોચક બનાવે છે. સદીઓથી ઘણા દુશ્મનો અને જૂઠા મિત્રોએ ક્રૂરતાથી અનેક ફ્રેંચ બાઇબલોનો નાશ કર્યો. સખત વિરોધનો સામનો કરવા છતાં, ભાષાંતરકારો અને છાપનારાઓએ પોતાના જીવના જોખમે સંઘર્ષ પર વિજય મેળવ્યો છે.

બારમી સદી દરમિયાન, ફ્રેંચ ભાષા સહિત, બાઇબલના કેટલાક ભાગોનું ભાષાંતર, વિવિધ સ્થાનિક ભાષાઓમાં પ્રાપ્ય હતું. કૅથલીક ચર્ચના અપધર્મી ગણતા વૃંદે એનો ઉપયોગ કરવાનું ઉત્તેજન આપ્યું. પરંતુ ૧૯મી સદી પછી, ફ્રેંચંમાં વિસ્તૃત પ્રમાણમાં બાઇબલ વહેંચણી શરૂ થઈ ગઈ હતી. એ વચ્ચેની કેટલીક સદીઓ બતાવે છે કે ફ્રેંચ બાઇબલને ટકવા માટે જોખમકારક પરીક્ષણોમાંથી પસાર થવું પડ્યું.

લગભગ ૯૦૦ સી.ઈ.માં પ્રકાશિત કરવામાં આવેલ બાઇબલ શબ્દકોશ, ફ્રેંચની પ્રથમ પુસ્તકમાંથી હતી. એ વાચકોને લૅટિનમાં બાઇબલ સમજવા મદદ કરવા બનાવવામાં આવ્યું હતું, જે ભાષાને કૅથલિક ચર્ચ ઉપયોગમાં લેતું હતું. પરંતુ સમય જતાં લૅટિન સામાન્ય લોકો દ્વારા બોલવામાં આવતી ભાષા રહી નહતી. એની બદલે તેઓ વિવિધ સ્થાનિક બોલીઓનો ઉપયોગ કરતા હતા. આમ, દેવનો શબ્દ તેઓને પ્રાપ્ય ન હતો. આ લૅટિન-કલમો પાદરીઓ પૂરતી મર્યાદિત રહી, કે જેઓ એને વાંચી શકતા હતા.

વર્ષ ૮૪૨ સી.ઈ.માં, ફ્રાંસમાં કાયદેસરનું દસ્તાવેજ પ્રથમ બહાર પડ્યું. આ એ વાતની સ્વીકૃતિ હતી કે મોટા ભાગના લોકો હવે લૅટિન બોલતા ન હતા. લગભગ ૮૮૦ સી.ઈ.માં સ્થાનિક ભાષામાં ધાર્મિક કવિતાઓ લખાવાની શરૂઆત થઈ. તેમ છતાં બાઇબલ ભાષાંતરો બીજી બે સદીઓ સુધી દેખાયા નહિ. બારમી સદીની શરૂઆતમાં, બાઇબલના કેટલાક ભાગો નૉરમન-ફ્રેંચ ભાષામાં સૌથી પહેલા ભાષાંતર કરવામાં આવ્યા હતા.

ગંભીર સંઘર્ષ શરૂ થાય છે

બારમી સદીમાં મધ્ય ફ્રાંસના, લિયોનના એક વેપારી પીટર વાલ્ડોએ પહેલા સતત પ્રયાસ કર્યો કે ફ્રાંસના લોકો વાંચી શકે એવી ભાષામાં પવિત્ર શાસ્ત્ર પ્રાપ્ય હોય. વાલ્ડોએ દક્ષિણ ફ્રાંસના બોલવામાં આવતી પ્રોવનસૉલ બોલીમાં બાઇબલના કેટલાક ભાગોનું ભાષાંતર કરાવ્યું. વર્ષ ૧૧૭૯માં, ત્રીજી લેસ્ટ્રીન કાઉન્સીલમાં, તેણે તેના બાઇબલનું અધૂરું ભાષાંતર પોપ એલેક્ષઝાન્ડર ત્રીજા સમક્ષ રજૂ કર્યું.

પછીથી, ચર્ચે, વાલ્ડો અને તેના અનુયાયીઓની અપધર્મી તરીકે નિંદા કરી, અને મઠવાસીઓએ તેણે કરાયેલા ભાષાંતરને બાળી નાખ્યું. ત્યાર પછીથી, ચર્ચે સામાન્ય લોકો સુધી દેવનો શબ્દ પહોંચાડવાના તમામ પ્રયત્નનો વિરોધ કર્યો.

વર્ષ ૧૨૧૧થી ફ્રાંસના પૂર્વના મેસ્ટ્‌સ શહેરમાં ચર્ચે બાઇબલો બાળવાથી એની ઇચ્છા સ્પષ્ટ કરી. વર્ષ ૧૨૨૯માં ટુલૂઝની સમિતિએ સર્વસાધારણ લોકોને કોઈપણ સ્થાનિક ભાષામાં બાઇબલનો ઉપયોગ કરવાની મનાઇ કરી. ત્યાર પછી ૧૨૩૪માં સ્પેનની ટારાગોના કાઉન્સિલ એ નીતિ અપનાવીને કોઈ પણ રોચક ભાષા (લૅટિનથી ઉદ્‍ભવેલી ભાષા) બાઇબલ રાખવાની મનાઈ કરી, પાદરી પણ ન રાખી શકે.

આટલા કઠોર વિરોધ હોવા છતાં, ૧૩મી સદીના બીજા ભાગમાં ફ્રેંચ ભાષામાં પહેલું સંપૂર્ણ બાઇબલનું ભાષાંતર પ્રાપ્ય થયું. ભાષાંતરકારનું નામ અજાણ હોવાથી, આ બાઇબલ બહુ થોડા લોકોએ મેળવ્યું. આ સમયે સામાન્ય લોકો પાસે કોઈપણ રૂપમાં બાઇબલ પ્રાપ્ય નહતું. પ્રતો લખીને બનાવવામાં આવી હતી. ઊંચી કિંમત અને મર્યાદિત પ્રમાણમાં હોવાને લીધે બાઇબલ મોટા ભાગના અમીરો અને પાદરી વર્ગ ધરાવતા હતા.

બાઇબલ માટે રક્ષણ

લગભગ ૧૪૫૦માં યોહાનસ ગુટનબર્ગેં છાપખાનાની અને ખસેડી શકાય એવા ટાઈપની શોધ કરી, યુરોપમાં આ છાપવાની ક્રાંતિથી ફ્રાંસ ખૂબ પ્રભાવિત થયું. ફ્રાંસ ત્રણ શહેરો—પેરિસ, લીયો અને રુએન—છાપવાના મુખ્ય કેન્દ્રો બન્યા, જેણે બાઇબલને સાચવવામાં કામ કર્યું છે.a

a ફ્રાંસના છાપખાનાઓ એટલા ઉદ્યોગી હતા કે સ્પેનિશ કૅથલિક ન્યાયાલયે ૧૫૫૨માં વિદેશી બાઇબલને અલગ અલગ જગ્યાએથી ભેગા કરવાની આજ્ઞા આપી, ત્યારે સેવિલની અદાલતે અહેવાલ આપ્યો કે જપ્ત કરેલા બાઇબલમાં ૯૦ ટકા ફ્રાંસમાં છાપવામાં આવ્યા હતા!

સંઘર્ષના આ તબક્કામાં, ફ્રેંચ બાઇબલ ભાષાંતરો લૅટિન વોલ્ગટ પર આધારિત હતા. હજારો વર્ષોથી લૅટિન લખાણની વારંવાર નકલ કરવાના લીધે, એમાં અસંખ્ય ભૂલો આવી ગઈ હતી, પરંતુ ચર્ચે વોલ્ગટને પકડી રાખ્યું. તેમ છતાં, ફ્રેંચ કૅથલિક ઝાક લેફેવ્ર દૈતાપ્લએ લોકો સહેલાયથી બાઇબલ મેળવી શકે એવું નક્કી કર્યું. તેણે તાજેતરમાં પ્રાપ્ત થયેલ હિબ્રુ અને ગ્રીક હસ્તપ્રતનો ઉપયોગ કરીને તેણે એની કેટલીક ભૂલો સુધારી, ૧૫૩૦માં તેણે વોલ્ગટને ફ્રેંચ ભાષામાં ભાષાંતર કર્યું. તેણે ચર્ચે લખાણમાં સામેલ કરેલા કેટલાક ગૂચવતા મૂલાધાર સિદ્ધાંતના સ્પષ્ટીકરણને પણ દૂર કર્યા હતા.

લેફેવ્રનું ભાષાંતર પણ ઝડપથી હુમલા હેઠળ આવ્યું. કેટલાક અનુવાદો ફ્રાંસની બહાર છાપવામાં આવ્યા હતા. એનો ચર્ચે કેટલાક પુસ્તકો પર મૂકેલા પ્રતિબંધમાં સમાવેશ કરવામાં આવ્યો. કેટલાક સમય માટે લેફેવ્રને ફ્રાંસના પૂર્વના મુક્ત સામ્રાજ્ય સ્ટ્રુસબોર્ગની શરણ લેવી પડી હતી. તેમ છતાં, તેનું ભાષાંતર સફળ થયું.

વર્ષ ૧૫૩૫માં પ્રકાશિત પ્રથમ ફ્રેંચ બાઇબલ ભાષાંતર મૂળ ભાષાના લખાણ પર આધારિત હતું. ભાષાંતરકાર ફ્રેંચ પ્રોટેસ્ટંટ પીએર-રોબેર ઓલીવેતેન, આગળ પડતા સુધારાવાદી જોન કેલ્વિનનો પિત્રાઈ હતો. ચર્ચના વિરોધના કારણે, એ ફ્રાંસમાં છાપી શકાયું નહતુ, તેથી તેનું ભાષાંતર સ્વિટ્‌ઝર્લૅન્ડ નૂશાટેલના નવા પ્રોટેસ્ટંટ સમાજમાં છાપવામાં આવ્યું હતું. ઓલીવસ્ટેનના બાઇબલના ભાષાંતર ઘણા પાછળથી આવેલી સુધારાવાળી આવૃત્તિ અને બીજી ભાષાના ભાષાંતરકારો માટે પ્રમાણભૂત તરીકે કાર્ય કરતું હતું.

એક જોખમકારક સંઘર્ષ

ફ્રાંસમાં, ૧૫૪૮માં એતીએન ડોલે જેવા કેટલાક બહાદુર છાપનારાઓને બાઇબલ છાપવા માટે થાંભલા પર સળગાવી દેવામાં આવ્યા હતા. વર્ષ ૧૫૪૬માં કાઉન્સિલ ઑફ ટેરન્ટે, વોલ્ગટની ભૂલો હોવા છતાં, એની “પ્રમાણિકતા”ની ખાતરી કરાવી, અને ત્યાર પછીથી ચર્ચે સ્થાનિક ભાષાના ભાષાંતરકારો વિરુદ્ધ મક્કમ સ્થાન લેવાનું વધારે શરૂ કર્યું. વર્ષ ૧૬૧૨માં સ્પેનિશ કૅથલિક ન્યાયાલયે સ્થાનિક ભાષાના બાઇબલોને જળ મૂળમાંથી કાઢી નાખવાની હિંસક ઝુંબેશ ઉઠાવી.

સતાવણીની નવી નવી રીતો શોધવામાં આવી. “અંબોડો” તરીકે કહેવામાં આવેલા બાઇબલો બનાવવામાં આવ્યા, જે એટલા નાના હતા કે સ્ત્રીઓના બાંધેલા વાળમાં એને સંતાડી શકાતા હતા. અને ૧૭૫૪માં, હેબ્રી અને ગ્રીક શાસ્ત્રવચનોના કેટલાક ભાગ એક નવા પુસ્તકમાં છાપવામાં આવ્યા હતા જે ફક્ત ત્રણ ઇંચ પાંચ સેન્ટિમીટર હતા.

પ્રત્યાક્રમણો

તેમ છતાં, સમય જતા, એમાં મહત્ત્વના ફેરફારો થયા. બાઇબલે સદીઓથી દ્વેષી હુમલાઓને સહન કર્યા પછી સ્થિતિ સુધરી. ફ્રાંસની ચળવળ પછીના નવા વિચારો અને ઉપાસનાની છુટે ચર્ચોએ વિરોધ કર્યો ત્યારે એમના વિરોધનો જવાબ આપ્યો. આમ, ૧૮૦૩માં ૧૨૫ વર્ષ પછી પહેલી વાર પ્રોટેસ્ટંટ ન્યૂ ટેસ્ટામેન્ટ ફ્રાંસમાં છાપવામાં આવ્યું!

બાઇબલ સોસાયટીઓ તરફથી પણ મદદ આવવા લાગી. ઇંગ્લૅંડ, લંડનમાં ૧૭૯૨માં ફ્રેંચ બાઇબલ સોસાયટીની રચના કરવામાં આવી. એનો હેતુ? “બની શકે એટલી ફ્રાંસના લોકો માટે ફ્રેંચ બાઇબલ મેળવવી, કારણ કે તેમની પાસે આ દૈવી ખજાનો તેઓ સમજી શકે એવી ભાષામાં ન હતો.” બીજી બાઇબલ સોસાયટીઓ પણ જોડાવા લાગી. ફ્રાંસમાં બાઇબલ તૈયાર કરી અને સફળતાથી તેનો ફેલાવ કર્યો.

આખરી પરિણામ

કૅથલિક ચર્ચે એની યુક્તિઓ છોડવાનો વિરોધ કર્યો, પરંતુ તેઓ લડત હારી રહ્યા હતા. સમગ્ર ૧૯મી સદી દરમિયાન, જુદા જુદા પોપે સ્થાનિક ભાષામાં બાઇબલનો તીવ્ર વિરોધ કરવાનું ચાલુ રાખ્યું હતું. છેક ૧૮૯૭માં, પોપ લીઓ તેરમાએ ફરીથી જાહેર કર્યું કે “બિન-કૅથલિક લેખકોએ બનાવેલા બધા જ પવિત્ર પુસ્તકના બધા ભાષાંતરો અને કોઈ પણ સામાન્ય ભાષામાં હોય એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ખાસ કરીને જેઓ બાઇબલ સોસાયટી દ્વારા પ્રકાશિત કરવામાં આવી અને જેઓની રોમના પોપે વિવિધ પ્રસંગોએ નિંદા કરી છે.”

તેમ છતાં, બાઇબલ સોસાયટીએ પ્રકાશિત કરેલા ખ્રિસ્તી બાઇબલો સસ્તા દરે પ્રાપ્ય હોવાના કારણે, કૅથલિક ચર્ચે કૅથલિક તજજ્ઞને ફ્રેંચમાં ભાષાંતર કરવાની પરવાનગી આપી. ક્રેમ્પોનનું ભાષાંતર, પ્રથમ સાત ગ્રંથોમાં (૧૮૯૪-૧૯૦૪)માં પ્રકાશિત થયું એને ત્યાર પછી એક ગ્રંથ (૧૯૦૪)માં મૂળ લખાણોના આધારે પ્રથમ ફ્રેંચ કૅથલિક બાઇબલ પ્રકાશિત થયું. અનેક નોંધપાત્ર ઊંડા જ્ઞાન વાળી નિમ્નનોંધો અને હકીકતનો ઉલ્લેખ હતો કે ક્રેમ્પોને વ્યાપકપણે દેવના નામના ફ્રેંચ રૂપ જેઓવાહનો ઉપયોગ કર્યો.

વેટિકને પોતાનું વલણ બદલતાં, એના સામાન્ય ડિવિનો ઓફ્લેન્ટ સ્પીટ્‌ના ૧૯૪૩માં છેવટે સ્થાનીય ભાષાઓમાં બાઇબલનું ભાષાંતર કરવાના અમુક નિયમો સ્થાપ્યાં. જેરૂશાલેમ બાઇબલનો સમાવેશ કરતાં કેટલાક કૅથલિક ભાષાંતરો પ્રકાશિત કરવામાં આવ્યા ત્યારથી, પ્રથમ ફ્રેંચમાં અને પછીથી અંગ્રેજીનો સમાવેશ કરતાં, બીજી અનેક ભાષોઓના ભાષાંતરમાં પ્રકાશિત કરવામાં આવી.

જગત વ્યાપી ફ્રેંચ બોલતા લોકોને એક બાઇબલે મદદ કરી, એ છે ન્યૂ વર્લ્ડ ટ્રાંન્સલેશન ઓફ ઘ હોલી સ્ક્રિર્પ્સની ફ્રેંચ આવૃત્તિ. એને પ્રથમ સંપૂર્ણ ૧૯૭૪માં પ્રકાશિત કરવામાં આવ્યું, પરંતુ ૧૯૯૫માં એને સુધારવામાં આવ્યું હતું. નવી દુનિયાનું ભાષાંતર (અંગ્રેજી) ઘણી ભાષામાં પ્રકાશિત થયું છે. બાઇબલ લેખકોને તેનું નામ હેબ્રી શાસ્ત્રવચનો અને ગ્રીક શાસ્ત્રવચનોમાં યોગ્ય હોય ત્યાં, ફરી સ્થાપિત કરીને પ્રતિષ્ઠા આપે છે. અત્યાર સુધીમાં ૫૦ લાખ કરતાં પણ વધારે ફ્રેંચ આવૃત્તિ છાપવામાં આવી છે. નિ:શંક, ફ્રેંચમાં બાઇબલ એના જીવન માટેની લડત જીતી છે.

Lefèvre d’Étaples

૧૫૩૦ બાઇબલ

ઓગસ્ટીનના

૧૫૩૫ બાઇબલ

બાઇબલ: Bibliothèque Nationale de France

“૧૩મી સદીનું બાઇબલ”

એક અસામાન્ય ઉદાહરણ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો