અ મા રા વા ચ કો ત ર ફ થી
શા માટે આટલી માંદગી? “યુવાન લોકો પૂછે છે . . . હું જ કેમ આટલો માંદો પડું છું?” (મે ૮, ૧૯૯૭) લેખ માટે તમારો આભાર. હું ૨૧ વર્ષની છું અને મને પાંડુરોગ છે. હું આ લેખમાંના યુવાન લોકોની લાગણીઓ સમજી શકી. ઘણી વાર હું વિચારતી કે કોઈ પણ વ્યક્તિ મારા આ આરોગ્યની સમસ્યાઓ હોવા છતાં મને પ્રેમ કરી મારી સાથે લગ્ન કરવાનું વિચારશે કે કેમ. પરંતુ તમારા લેખે મને મદદ કરી કારણ કે હવે હું જાણું છું કે હું એકલી જ આ પ્રકારની લાગણીઓ અનુભવતી નથી.
ડી. આર., યુનાઈટેડ સ્ટેટ્સ
“યુવાન લોકો પૂછે છે . . . હું જ કેમ આટલો માંદો પડું છું?” લેખમાંના જેસને વ્યક્ત કરેલી લાગણીઓ અનુભવું છું. મેં લેખ વાંચ્યો એ દરેક સમયે, મને લાગ્યું હું જે મને સમજે છે, કદર કરે છે અને મારી સ્થિતિની કાળજી રાખે એવી કોઈક વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છું. મારો બોજો હલકો કરવા બદલ તમારો આભાર. હું જાણું છું કે યહોવાહ કાળજી રાખે છે, અને તેમના નિયત સમયે તે સર્વ રોગ દૂર કરશે.
ઓ. એ., ઘાના
હું આ લેખ આવ્યો એ બે સપ્તાહ પહેલાં સારવાર લઈ રહી હતી. હું ફ્કત ૧૮ વર્ષની છું, અને મને યુવાનીમાં મળેલી સ્વતંત્રતા માંદગીના કારણે ઘટી ગઈ છે. ઘણી બધી સાવચેતીઓ અને દવાઓ લેવાનું યાદ રાખવાનું છે. એના કારણે મારા માબાપે ઘણું સહન કરવું પડે છે, કે જેઓએ તેમનાં બે બાળકો મરણ ગુમાવ્યાં છે. આ લેખ સાચે જ મને એટલો સ્પર્શી ગયો કે મારી આંખમાંથી આંસુ આવી ગયાં. એમાં એ વિચારો બતાવવામાં આવ્યા છે જેનાથી મને આશ્ચર્ય થયું, અને હું ફરીથી સામાન્ય અનુભવવા લાગી. હું જોઈ શકતી હતી કે મારા જેવી સમસ્યાઓ અને ચિંતાઓ જેવા બીજાઓ પણ છે. યહોવાહે પોતાના સંગઠનથી, મને આત્મિક રીતે મજબૂત બનવા જરૂરી માહિતી પૂરી પાડી.
ડી. એસ., યુનાઈટેડ સ્ટેટ્સ
મેં લેખ વાંચ્યો ત્યારે, મને ખબર પડી કે બીજાઓ કરતાં મારી માંદગી મારા માબાપ માટે વધારે ચિંતાનું કારણ છે. તેઓએ કહ્યું કે મારી માંદગી વારસાગત છે, એ તેઓને વધારે ઉદાસ બનાવે છે. હું આ રીતે તેઓને ઉદાસ જોતી ત્યારે, મને તેમના માટે ઘણું દુઃખ થતું.
વાય. એચ., જાપાન
નાનપણમાં મારી તંદુરસ્તી સારી હતી. તેમ છતાં, મારી તરુણાવસ્થામાં મને એક પછી એક માંદગી સહન કરવી પડતી. મેં પૂરેપૂરા સમયનું સેવાકાર્ય શરૂ કર્યું, અને પહેલાં બે મહિના, મારી માંદગીના કારણે મારા કલાકો ભરી શક્યો નહિ. હું ઘણો ઉદાસ થઈ ગયો હતો, વિચાર્યું (ખોટી રીતે) કે મેં યહોવાહ વિરુદ્ધ કંઈ કર્યું છે, અને તેથી તેમણે મને માંદગીની શિક્ષા કરી છે. આ લેખે મને મદદ કરી છે કે મારી સ્થિતિ સાથે યોગ્ય રીતે ફેરગોઠવણ કરું અને હિંમત રાખું.
સી. કે., ઘાના
મારી નવ વર્ષની દીકરીને શીખવાની અક્ષમતા અને મગજનો લકવા હતો. તે ઘણી હોંશિયાર છે અને વાકેફ છે કે તેની અક્ષમતા તેની સામાન્ય પ્રવૃત્તિને મર્યાદિત કરે છે. તે સામાન્ય રીતે આનંદિત અને ખુશ સ્થિતિમાં રહેતી હોવા છતાં, વખતોવખત તે ઉદાસ બની જાય છે. આ લેખે તેને ઘણું ઉત્તેજન આપ્યું, સાથે સાથે એ રાત્રે તેણે તેના પપ્પા સાથે ભાવિ પારાદેશ વિષે વાત કરતા કહ્યું કે ત્યાં તે બીજાં બાળકો જેવી થઈ જશે.
વાય. પી., યુનાઈટેડ સ્ટેટ્સ
લગભગ દશ વર્ષથી હું ‘અદૃશ્ય માંદગી’ સામે લડી રહી છું કે જે મારી પાચનશક્તિને અસર કરે છે. એના કારણે, મારે મારા પૂરેપૂરા સમયનું સેવાકાર્ય છોડવું પડ્યું. આ લેખ વાંચીને, પહેલી વાર મને લાગ્યું કે કોઈક મારા સંઘર્ષને સમજે છે. એ જાણીને રાહત મળી કે હું એકલી નથી. એવું લાગ્યું કે મારા પરથી મોટો બોજો ઉતરી ગયો. તમારો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. આ ઉત્સાહી અને સમયસરના લેખો આ જૂની વ્યવસ્થામાં આપણને મદદ કરે છે.
એલ. સી., કૅનેડા