અમારા વાચકો તરફથી
એકાંત “બાઇબલનું દૃષ્ટિબિંદુ: એકાંતનું મહત્ત્વ” (ઑક્ટોબર ૮, ૧૯૯૮) લેખ જાણે મારા વિષે વાત કરતો હોય એમ જણાતું હતું. એકાંત એવું કંઈક છે કે જે આત્મિક રીતે અને લાગણીમય રીતે સારું કરવા મારા માટે જરૂરી છે. તેમ છતાં, હું એ મુદ્દો યાદ રાખીશ કે એકાંત “કોઈક સમયે બદલો આપનારું છે પરંતુ એમાં કાયમ રહેવું ભયજનક છે.”
એલ. જી., યુનાઈટેડ સ્ટેટ્સ
એક બીજાને પ્રેમ કરવો “સર્વ લોકો ક્યારેય એકબીજા પર પ્રેમ રાખશે?” શૃંખલા (ઑક્ટોબર ૨૨, ૧૯૯૮) ઉત્કૃષ્ટ હતી! હું કેટલીક વખત ખાર અને ધિક્કારને પોષતો હતો, એ શૃંખલાએ મને શક્તિશાળી લાગણીઓને રોકવા મદદ કરી. ખૂબ ખૂબ આભાર! હું આશા રાખું છું કે તમારાં પ્રકાશનો દ્વારા હું જે ઉત્તેજન મેળવું છું એ મને યહોવાહ દેવનો સેવક બનવામાં મદદ કરશે.
જી. સી., ઇટાલી
સત્યને હૃદયમાં ઉતારવું હું ૧૨ વર્ષનો છું, અને મેં “યુવાનો પૂછે છે . . . હું સત્યને કઈ રીતે હૃદયમાં ઊતારી શકું?” (ઑક્ટોબર ૨૨, ૧૯૯૮) લેખનો આનંદ માણ્યો. હવે શાળા શરૂ થઈ ગઈ છે ત્યારે, ખ્રિસ્તી સભાઓ માટે તૈયારી કરવી ઘણી મુશ્કેલ છે. પરંતુ મારે સમય ખરીદી લેવાની જરૂર છે. મને લાગે છે કે આ લેખ ઘણા યુવાન લોકોને યહોવાહ માટે પ્રેમ વિકસાવવા અને સત્યના ઊંડા મૂળ નાખવામાં મદદ કરશે.
સી. એસ., પોર્ટુગલ
એક વર્ષ પહેલા હું સત્ય વિષે એવો જ પ્રશ્ન મારી જાતને પૂછી રહ્યો હતો. હું ખરેખર જાણતો ન હતો કે હું સત્યને ચાહું છું કે પછી મારા કુટુંબને કારણે એમાં છું. પછી મેં તમે ઉત્તેજન આપ્યું હતું એ પ્રમાણે કર્યું—મેં બાઇબલમાં સંશોધન કરીને મારી જાતે પુરવાર કર્યું. હવે મને કહેતા ઘણી ખુશી થાય છે કે મેં સત્યને પોતાનું બનાવ્યું છે. હું પૂરા સમયનો સુવાર્તિક બનવાની રાહ જોઉં છું.
એચ. એન., યુનાઈટેડ સ્ટેટ્સ
કૅન્સર પીડિત યુવાન હું ૧૮ વર્ષની છું, અને હું “તે હારી ગયો નહિ.” (ઑક્ટોબર ૨૨, ૧૯૯૮) લેખમાં, મેથ્યુ ટોપીઓના અનુભવ માટે ખૂબ આભાર માનવા ઇચ્છું છું. હું ખરેખર તેમના વિશ્વાસ, આત્મિક બાબતો માટેની તેમની કદર, અને તાકીદથી પ્રેરાઈ હતી. પારાદેશમાં તેમના પુનરુત્થાન પછી હું વ્યક્તિગત રીતે મેથ્યુનો આભાર માનવાની આશા રાખું છું.
ઈ. જી. જી., સ્પેન
અમારા કુટુંબ વતી લેખ માટે આભાર. અમારે તરુણ પુત્રો હોવાથી, મેથ્યુ ટોપીઓના વિશ્વાસના ઉદાહરણને તેઓ સાથે વિચારણામાં લેવું ઘણું લાભકારક માલુમ પડ્યું છે. એણે વ્યક્તિગત અને એક કુટુંબ તરીકે અમારી પોતાની અગ્રતાઓ તપાસવાની તક આપી.
એમ. એફ. એન. જી., બ્રાઝિલ
લેખ અમ યુવાનો માટે ખૂબ જ ઉત્તેજનકારક હતો કારણ કે એ એક યુવાન વ્યક્તિના ઉત્સાહને દર્શાવતો હતો કે જેણે પોતાની બીમારી હોવા છતાં, યહોવાહ વિષે વાતચીત કરવાનું બંધ કર્યું નહિ.
ડી. એમ., ઇટાલી
મેથ્યુ ટોપીઓને પ્રાણઘાતક નબળાઈઓ હોવા છતાં, તે જીવવા માટે લડત આપતો હતો કે જેથી તે યહોવાહની સ્તુતિ અને સેવા કરી શકે. એ આપણામાંના તેઓ માટે સારું ઉદાહરણ છે કે જેઓનું સ્વાસ્થ્ય સારું છે.
ડી. પી., પોર્ટો રિકો
મેથ્યુ વિષેના લેખમાં, કે જે ૧૪ વર્ષની ઉંમરે મગજની ગાંઠની શસ્ત્રક્રિયા હેઠળ હતો, તેણે મારું ધ્યાન ખેંચી લીધું. તેના છેલ્લા શબ્દો હતા, “યહોવાહ વિષે સાક્ષી આપવાનું બંધ કરશો નહિ.” એણે મને છોડી નહિ દેવા ઉત્તેજન આપ્યું અને બાઇબલ અભ્યાસ કરીને જીવન તરફ દોરી જતું જ્ઞાન મેળવવાનું મહત્ત્વ કેટલું છે એ સમજવામાં મદદ કરી!
ડી. વી., ફિલિપાઈન્સ