વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૯/૮ પાન ૧૧
  • શું તમે હંમેશ માટે જીવવાની આશા રાખી શકો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે હંમેશ માટે જીવવાની આશા રાખી શકો?
  • સજાગ બનો!—૧૯૯૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • “મહત્ત્વના પ્રશ્ન”નો સામનો કરવો
  • મરણનું મૂળ કારણ
  • સજા પરંતુ વચન અપાયું
  • હંમેશ માટે—કઈ રીતે તમારું જીવન લંબાવવું
  • તમે પૃથ્વી પર હંમેશ માટે જીવી શકો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૮
  • આપણે હંમેશ માટે જીવીશું
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • દુનિયામાં
    સજાગ બનો!—૧૯૯૯
  • ઈશ્વરે શું કર્યું છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
સજાગ બનો!—૧૯૯૯
g99 ૯/૮ પાન ૧૧

શું તમે હંમેશ માટે જીવવાની

આશા રાખી શકો?

ડૉ.  જેમ્સ આર. સ્મીથ, જીવવિજ્ઞાન કોષના પ્રાધ્યાપકે બતાવ્યું, “માનવ શરીરની અંદર એવું કંઈક છે કે જે વધુમાં વધુ ૧૧૫થી ૧૨૦ વર્ષનું જીવન શક્ય બનાવે છે. એમાં મર્યાદા છે—પરંતુ અમને એનો કોઈ ખ્યાલ નથી કે કઈ બાબતો એ નક્કી કરે છે.” જીવવૈજ્ઞાનિક ડૉ. રોજર ગોસડેન કહે છે કે એ કારણે એમાં કંઈ આશ્ચર્ય નથી કે “વૈજ્ઞાનિકો જીવન લંબાવવાનો માર્ગ શોધી રહ્યાં છે અને કેટલાક હજુ એના પર મનન કરી રહ્યાં છે.” શું એ બદલાવાનું છે?

“મહત્ત્વના પ્રશ્ન”નો સામનો કરવો

વૃદ્ધત્વ અટકાવવા માટેના તાર્કિક સિદ્ધાંતોની કંઈ અછત ન હોવા છતાં, મોટા ભાગના નિષ્ણાતો ડૉ. જીન ડી. કોહન, અમેરિકાની વયવૃદ્ધિ અને વૃદ્ધોની સમસ્યાઓની સંસ્થાના પ્રમુખ સાથે સહમત છે કે “સર્વ પ્રયાસો વ્યર્થ છે.” શા માટે? યુ.એસ. ન્યૂઝ ઍન્ડ વર્લ્ડ રિપોર્ટમાં વૈજ્ઞાનિક લેખક નેન્સી શુટ કહે છે, કેમ કે એક બાબતમાં “કોઈ પણ હજુ જાણતું નથી કે વૃદ્ધાવસ્થા અને એના પરિણામે મરણનું કારણ શું છે. અને હવે તમને ખબર ન હોય કે બીમારીનું કારણ શું છે તો એની દવા લેવી ફોકટ છે.” ડૉ. ગોસડેન પણ બતાવે છે કે વૃદ્ધાવસ્થા એ એક રહસ્ય છે: “એ આપણા સર્વને આવે છે પણ એને સમજવું એક રહસ્ય છે.” તે નોંધે છે કે “વાસ્તવમાં મહત્ત્વનો પ્રશ્ન શા માટે એ સર્વને થાય છે” ધ્યાન માંગી લે છે.a

a વયવૃદ્ધિ અને વૃદ્ધોની સમસ્યાઓના અભ્યાસીઓએ અનેક પ્રકારના અલગ અલગ સિદ્ધાંતો બનાવ્યા છે (એક ગણતરીના હિસાબે એ ૩૦૦થી વધારે છે!) તેમ છતાં, આ સિદ્ધાંતો એ નથી સમજાવતા કે શા માટે વૃદ્ધાવસ્થા આવે છે.

દેખીતી રીતે, માનવીઓ વધારેમાં વધારે કેટલી ઝડપથી દોડી શકે, કેટલો ઊંચો કૂદકો મારી શકે અને કેટલે ઊંડે સુધી ડૂબકી મારી શકે એવી જ રીતે, ફક્ત માનવ વિચારસરણી અને કારણથી કેટલું સમજાવી શકાય એમાં પણ મર્યાદા છે. અને “મહત્ત્વનો પ્રશ્ન, એ છે કે શા માટે થાય છે એનો” જવાબ આપવો એ દેખીતી રીતે જ મર્યાદા બહારનું છે. એ કારણે, પ્રત્યુત્તર મેળવવાના એક માત્ર ઉદ્‍ભવની મદદ એકલા માનવીના જ્ઞાનથી વધારે છે. ડહાપણનું પ્રાચીન પુસ્તક બાઇબલ, આપણને એમ કરવાની ભલામણ કરે છે. ‘જીવનના ઝરા’ વિષે જણાવતા બાઇબલ આપણને ખાતરી આપે છે: “જો તમે તેને શોધશો, તો તે તમને મળશે.” (ગીતશાસ્ત્ર ૩૬:૯; ૨ કાળવૃત્તાંત ૧૫:૨) તો પછી, દેવનો શબ્દ, બાઇબલની શોધ આપણે શા માટે મરણ પામીએ છીએ એનું ખરું કારણ શું બતાવે છે?

મરણનું મૂળ કારણ

બાઇબલ આપણને કહે છે કે દેવે પ્રથમ માનવને ઉત્પન્‍ન કર્યું ત્યારે, તેમણે “તેઓનાં હૃદયમાં સનાતનપણું” મૂક્યું. (સભાશિક્ષક ૩:૧૧) તેમ છતાં, દેવે પ્રથમ માબાપને હંમેશ માટે જીવવાની આશા કરતાં ઘણું બધું આપ્યું, તેમણે તેઓને એમ કરવાની તક પણ આપી. તેઓને સંપૂર્ણ શરીર અને મન સાથે ઉત્પન્‍ન કરવામાં આવ્યા હતા અને તેઓએ શાંતિપૂર્ણ વાતાવરણમાં જીવવાનો આનંદ માણ્યો. ઉત્પન્‍નકર્તાનો હેતુ હતો કે પ્રથમ માનવો હંમેશ માટે જીવે અને એ દરમિયાન તે પોતાના સંપૂર્ણ બાળકોથી પૃથ્વીને ભરી દે.—ઉત્પત્તિ ૧:૨૮; ૨:૧૫.

તેમ છતાં, હંમેશ માટેનું જીવન શરતી હતું. એ દેવને આજ્ઞાધીન રહેવા પર આધારિત હતું. આદમ દેવને અનાજ્ઞાધીન થાય તો, તેણે “ચોક્કસપણે” મરવાનું હતું. (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭, NW.) દુ:ખદપણે, પ્રથમ માનવ અનાજ્ઞાધીન બન્યા. (ઉત્પત્તિ ૩:૧-૬) એમ કરવાથી, તેઓ પાપી બન્યા કેમ કે “પાપ એજ નિયમભંગ છે.” (૧ યોહાન ૩:૪) પરિણામે, તેઓ માટે અનંતજીવનની કોઈ આશા રહી ન હતી, કેમ કે, “પાપનો મૂસારો મરણ છે.” (રૂમી ૬:૨૩) એ કારણે, પ્રથમ માનવને સજા જાહેર કરી ત્યારે, દેવે કહ્યું: “તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.”—ઉત્પત્તિ ૩:૧૯.

આમ, પ્રથમ માનવ પાપ કર્યા પછી, પાપની અસર તેઓના બાળકોમાં દેખાવા લાગી, અને જીવન મર્યાદિત બનાવવામાં આવ્યું. પરિણામે, તેઓ વૃદ્ધાવસ્થાને આધીન બન્યા અને એ મરણમાં પરિણમ્યું. તે ઉપરાંત, એદન કહેવાતા તેઓના વાસ્તવિક પારાદેશ ઘરમાંથી તેઓને બહાર કાઢી મૂક્યા પછી, પ્રથમ માબાપે બીજા એક ઘટકનો સામનો કર્યો કે જેણે તેઓના જીવનમાં પ્રતિકૂળપણે અસર કરી—એદન બહારનું અડચણરૂપ વાતાવરણ. (ઉત્પત્તિ ૩:૧૬-૧૯, ૨૩, ૨૪) આ વારસાગત અને ખરાબ રીતે વાતાવરણમાં થયેલી અસરે પ્રથમ માનવ અને તેઓના ભાવિ બાળકો પર પણ અસર કરી.

સજા પરંતુ વચન અપાયું

પ્રથમ માનવે પોતાના પ્રથમ બાળકનો જન્મ થયો એ પહેલાં આ નુકશાનકારક ફેરફારો તેઓના જીવનમાં થયા હોવાથી, તેઓ ફક્ત તેમના જેવા જ—તેથી, પાપી અને વૃદ્ધાવસ્થાને આધીન થતાં ફક્ત અપૂર્ણ બાળકો જ જન્મી શકે. બાઇબલ કહે છે, “સઘળાંએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.” (રૂમી ૫:૧૨; સરખાવો ગીતશાસ્ત્ર ૫૧:૫.) શરીર યંત્ર—તમારા આરોગ્યનું દૃષ્ટિકોણ એક અંગ્રેજી પુસ્તક અવલોકે છે, “આપણે આપણા કોષોમાં મરણની સજા લઈને ફરીએ છીએ.”

તેમ છતાં, એનો અર્થ એવો થતો નથી કે હંમેશ માટે જીવવાની કોઈ આશા નથી—મરણ અને વૃદ્ધાવસ્થા વગરનું જીવન. પ્રથમ, એ માનવું વ્યાજબી છે કે માનવ જીવન અને બીજા પ્રકારના જીવનોના ઉત્પન્‍નકર્તા પોતાની અદ્‍ભુત વિવિધતામાં કોઈ પણ પ્રકારની આનુવંશિક અનિયમિતતાને સાજી કરી માનવને હંમેશ માટે જીવવાની જરૂરી શક્તિ પૂરી પાડી શકે છે. બીજું કે, આપણા ઉત્પન્‍નકર્તાએ એમ કરવાનું વચન આપ્યું છે. પ્રથમ માનવને મરણની સજા ફરમાવ્યા પછી, દેવે અવારનવાર પ્રગટ કર્યું કે માણસજાત પૃથ્વી પર હંમેશ માટે જીવે એ હેતુ બદલાયો નથી. દાખલા તરીકે, તે ખાતરી આપે છે: “ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૨૯) આ વચનની પરિપૂર્ણતા અનુભવવા આપણે શું કરવાની જરૂર છે?

હંમેશ માટે—કઈ રીતે તમારું જીવન લંબાવવું

રસપ્રદપણે, ૩૦૦ કરતાં વધારે તબીબી સંશોધકોના ઇન્ટર્વ્યૂં લીધા પછી વૈજ્ઞાનિક લેખક રોનાલ્ડ કોટુલાકે જણાવ્યું: “વૈજ્ઞાનિકો લાંબા સમયથી જાણે છે કે લોકોનું આરોગ્ય અને તેઓ કેટલું લાંબું જીવન જીવશે એ આવક, રોજગાર અને શિક્ષણ પર અવલંબિત છે. . . . પરંતુ એ શિક્ષણ છે કે જે દીર્ઘાયુષ્યના સૌથી મહત્ત્વના ઘટક તરીકે જાહેર કરવામાં આવ્યું છે.” તેમણે જણાવ્યું: “આપણે ખોરાક ખાઈએ છીએ જે આપણા જીવનને ધમકીરૂપ ચેપી રોગના જીવાણુઓ સામે રક્ષણ આપે છે તેવી જ રીતે, શિક્ષણ આપણને ખરાબ પસંદગીઓ સામે રક્ષણ આપે છે.” એક સંશોધકે કહ્યું તેમ, “શિક્ષણથી તમે તમારું જીવન કઈ રીતે જીવવું” અને “કઈ રીતે સંભાવ્ય અડચણોને આંબવી એનું પ્રશિક્ષણ મળે છે.” તેથી, બીજી રીતે, લેખક કોટુલાક એને બતાવે છે તેમ શિક્ષણ “આરોગ્યપ્રદ, લાંબા જીવનનું રહસ્ય છે.”

ભાવિમાં પણ અનંતજીવન મેળવવાનું પ્રથમ પગથિયું શિક્ષણ છે—બાઇબલ શિક્ષણ. ઈસુ ખ્રિસ્તે બતાવ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (યોહાન ૧૭:૩) ઉત્પન્‍નકર્તા યહોવાહ દેવ, ઈસુ ખ્રિસ્ત અને દેવે પૂરી પાડેલી ખંડણીની ગોઠવણ વિષે જ્ઞાન લેવું કે જે જ્ઞાન દેવ ફક્ત શિક્ષણ દ્વારા પૂરું પાડે છે. એ જ્ઞાન વ્યક્તિને અનંતજીવનના માર્ગ પર પ્રથમ પગલું ભરવા તૈયાર કરશે.—માત્થી ૨૦:૨૮; યોહાન ૩:૧૬.

યહોવાહના સાક્ષીઓ બાઇબલ શિક્ષણ આપે છે કે જે તમને જીવન બચાવનાર બાઇબલ જ્ઞાન વિષે શીખવા મદદ કરશે. આ મફત કાર્યક્રમ વિષે શીખવા તેમના રાજ્યગૃહોમાંના એકની મુલાકાત લો, અથવા તેમને તમારા યોગ્ય સમયે મુલાકાત લેવાનું જણાવો. તમે જોશો કે બાઇબલ મજબૂત પુરાવા ધરાવે છે કે એવો સમય ખૂબ જ નજીક છે કે જ્યારે અડચણો જીવનને રોકશે નહિ અને મર્યાદિત જીવન હશે નહિ. સાચું છે કે, સહસ્ત્રવર્ષાવધિથી મરણે રાજ કર્યું છે પરંતુ એને જલ્દી જ હંમેશ માટે તાબે કરવામાં આવશે. વૃદ્ધો અને યુવાનો માટે કેવી રોમાંચક આશા!

અનંતજીવન મેળવવાનું

પ્રથમ પગથિયું બાઇબલ

શિક્ષણ છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો