યુવાનો પૂછે છે . . .
શા માટે મમ્મી ખૂબ બીમાર છે?
અલના પિતા કૅન્સરથી મરણ પામ્યા હતા.* પુનરુત્થાનના બાઇબલના વચન વિષે શીખેલો હોવાથી, અલ પિતાને ગુમાવવાના દુઃખનો ગમે તે રીતે સામનો કરી શક્યો. પરંતુ તેની મમ્મીનું કૅન્સર તરીકે નિદાન કરવામાં આવ્યું ત્યારે, ફરીથી ચિંતાઓ શરૂ થઈ ગઈ. હવે મમ્મીને ગુમાવવાનો વિચાર માત્ર અલ માટે ભયંકર હતો. ‘શા માટે એમ છે કે મારી જ મમ્મી બીમાર છે?’, તે કડવાસભરી રીતે પોતાને જ પૂછતો.
* કેટલાંક નામો બદલવામાં આવ્યાં છે.
ડૉ. લીઓનાર્ડ ફેલ્ડર અનુસાર, “છ કરોડ કરતાં વધુ એવા અમેરિકનો છે કે જેઓ . . . પ્રિયજનોની માંદગી કે અક્ષમતાનો સામનો કરે છે.” ફેલ્ડર ઉમેરે છે: કોઈ પણ ચોક્કસ દિવસે, દરેક ચાર અમેરિકન કામદારોમાંથી લગભગ એકને પોતાના બીમાર મા/બાપ કે અન્ય પ્રિયજનોની કાળજી લેવાની વધારાની જવાબદારી હોય છે. તમે આ પરિસ્થિતિમાં હોવ તો, તમે એકલા નથી. તેમ છતાં, તમે જેને પ્રેમ કરતા હોવ તેને બીમાર પડતા જોવા ચિંતાજનક અને દુઃખદ છે. તમે કઈ શક્ય રીતે એનો સામનો કરી શકો?
શા માટે મારા મા/બાપ બીમાર છે?
નીતિવચન ૧૫:૧૩ કહે છે: “અંતઃકરણનો આનંદ મોઢાને પ્રફુલ્લિત કરે છે; પણ હૃદયના ખેદથી મન ભાંગી જાય છે.” તમારા મા/બાપ બીમાર હોય ત્યારે લાગણીઓનો ઊભરો સામાન્ય છે. દાખલા તરીકે, તમારા માબાપની પીડાને કારણે તમે દોષિતપણાની લાગણી અનુભવી શકો. કદાચ તમને અને તમારા માબાપને બનતું ન હોય. તમારી વચ્ચે ગરમાગરમ દલીલો થઈ હોય શકે. હવે તમારા મા/બાપ બીમાર છે ત્યારે, તમને એવું લાગી શકે કે એમાં તમારો વાંક છે. કુટુંબમાં જીભાજોડી તણાવનું કારણ બની શકે, પરંતુ ગંભીર માંદગીનું કારણ ભાગ્યે જ બને છે. તણાવ અને નાની બાબતોમાં અસહમતી પ્રેમાળ ખ્રિસ્તી ઘરોમાં પણ થઈ શકે. તેથી તમારે દોષિતપણાનો બોજો લઈને ફરવાની જરૂર નથી, જાણે તમે જ તમારાં માબાપની સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ હોવ.
મૂળભૂત રીતે, તમારા મા કે બાપ આપણા પ્રથમ માબાપ, આદમ અને હવાના પાપને કારણે બીમાર છે. (રૂમી ૫:૧૨) એ મૂળ પાપને કારણે “અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે.”—રૂમી ૮:૨૨.
દુઃખદ લાગણીઓ
તેમ છતાં, તમે ચિંતિત અને બેચેન બની શકો. ટેરીની મમ્મી લ્યુપસથી પીડાય છે, કે જે વિનાશક અસરોની વિકૃતિ છે. ટેરી કબૂલે છે: “હું ઘરેથી દૂર હોવ ત્યારે, ચિંતા કરતો, કે મમ્મી સારી હશે કે કેમ. હું ધ્યાન કેન્દ્રિત કરવામાં ખૂબ મુશ્કેલી અનુભવતો. તેમ છતાં, તે ચિંતા કરે એમ હું ઇચ્છતો ન હતો તેથી, મેં મારી લાગણીઓ તેની સમક્ષ ક્યારેય બતાવી નહિ.”
નીતિવચન ૧૨:૨૫ કહે છે: “પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે.” આ પરિસ્થિતિમાં યુવાનોમાં હતાશા આવવી એકદમ સામાન્ય છે. ટેરી કહે છે કે પોતાની મમ્મી એક નાનું કામ પણ કરી શકતી ન હતી તે એ જોતી ત્યારે ખૂબ હતાશ થઈ જતી હતી. તણાવમાં વધારો એ વાસ્તવિકતા છે કે યુવાનો—ખાસ કરીને છોકરીઓ—ને વધારાની જવાબદારીઓ માટે વારંવાર દબાણ કરવામાં આવે છે. પ્રાધ્યાપક બ્રુસ કમ્પાસ અનુસાર, “છોકરીઓને માથે કુટુંબની જવાબદારીઓનો બોજ હોય છે, જેવી કે ઘરની સંભાળ રાખવી અને નાના ભાઈબહેનોની કાળજી લેવી કે જે તેઓની ક્ષમતા બહારનું અને તેઓનો સામાન્ય સામાજિક વિકાસ રૂંધનારું હોય છે.” કેટલાક તરુણો દુઃખી અને હતાશાજનક સંગીત સાંભળીને, પોતાની દુનિયામાં ખોવાઈ જાય છે.—નીતિવચન ૧૮:૧.
પોતાના મા/બાપ મરી શકે એ ભય પણ સામાન્ય છે. ટેરી એકલું બાળક છે, અને તેની મમ્મી, એકલવાયી માતા છે. પોતાની મમ્મી જ્યારે પણ હૉસ્પિટલમાં જાય ત્યારે ટેરી ખૂબ રડતી એ ભયથી કે તે પાછી નહિ આવે. ટેરી કહે છે: “અમે બે એકલા જ હતા. હું મારી સૌથી સારી મિત્રને ગુમાવવા માંગતી ન હતી.” મારથા નામની તરુણ છોકરીએ પણ એવું જ કબૂલ્યું: “હું અઢાર વર્ષની છું, પરંતુ હું હજુ પણ મારાં માબાપને ગુમાવવા વિષે ભયભીત છું. એ એક એકલવાયાપણાની વિનાશકારી લાગણી હોય શકે.” માબાપની માંદગીને કારણે સામાન્ય પ્રત્યાઘાત ઊંઘ ન આવવી, ખરાબ સ્વપ્ન આવવાં, અને જમવામાં રુચિ ન રહેવી છે.
તમે શું કરી શકો
હમણાં પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ જણાતી હોય છતાં, તમે સામનો કરી શકો! તમારો ભય અને ચિંતાઓ તમારાં માબાપને જણાવો. તમારાં માબાપની પરિસ્થિતિ કેટલી ગંભીર છે? તેમની સાજા થવાની શક્યતા કેટલી છે? તમારા મા/બાપ સાજા ન થાય તો તમારી કાળજી માટે કઈ ગોઠવણો કરવામાં આવી છે? તમે પાછળથી જીવનમાં એવી જ પરિસ્થિતિ વિકસાવશો એવી કોઈ સંભાવના છે? જોકે આવા વિષયો પર વાત કરવી માબાપ માટે મુશ્કેલ છે છતાં, તમે શાંત અને આદરપૂર્વક તેઓની મદદ માંગો તો, તેઓ ચોક્કસ મદદ કરવા અને ટેકો આપવા તેઓથી બની શકે એ કરશે.
તમારી હકારાત્મક લાગણીઓ પણ વિકસાવો. અલ યાદ કરે છે કે પોતાની મમ્મી કૅન્સરથી મરણ પામી રહી છે એ જાણ્યું ત્યારે પોતે એમ કરવામાં નિષ્ફળ ગયો. તે કહે છે: “મેં તેને કહ્યું નહિ કે હું તેને કેટલો બધો ચાહતો હતો. હું જાણતો હતો કે તે મારે મોઢે એવું સાંભળવા ઇચ્છતી હતી, પરંતુ એક તરુણ તરીકે મેં તેના પ્રત્યેની આવી લાગણીઓને વ્યક્ત કરવામાં અજુગતુ અનુભવ્યું હતું. એના થોડા સમય પછી તે મરી ગઈ, અને હવે હું પોતાને દોષિત અનુભવી રહ્યો છું કારણ કે મારી પાસે તક હતી ત્યારે, મેં એનો લાભ લીધો નહિ. મને ખૂબ ખેદ થયો કારણ કે તે મારા જીવનમાં સૌથી મહત્ત્વની વ્યક્તિ હતી.” તમારાં માબાપને એ જણાવવામાં પાછા પડશો નહિ કે તમે તેઓને કેટલા ચાહો છો.
શક્ય હોય તો, તમારાં માબાપની બીમારી સંબંધી પોતે જાણો. (નીતિવચન ૧૮:૧૫) આ સંબંધી કદાચ તમારા કુટુંબના ડૉક્ટર તમને મદદ કરી શકે. બધી બાબતોની જાણકારી તમને વધુ સહાનુભૂતિ, ધીરજ, અને સમજુ બનવામાં મદદ કરશે. અને એ તમારા મા/બાપમાં આવી શકે એ શારીરિક ફેરફારો માટે તમને તૈયાર કરી શકે, જેવા કે ચાઠાં પડવા, વાળ જતા રહેવા, કે થાક લાગવો.
શું તમારા મા/બાપ હૉસ્પિટલમાં છે? તો પછી તમારી મુલાકાતો આનંદદાયી અને ઉત્તેજનકારક બનાવો. તમારી વાતચીત બની શકે એટલી આશાવાદી બનાવો. તમારી શાળાની પ્રવૃત્તિઓ કે ખ્રિસ્તી પ્રવૃત્તિઓ વિષેના સમાચાર આપો. (સરખાવો નીતિવચન ૨૫:૨૫.) તમે એવા દેશમાં રહેતા હોવ જ્યાં સગાવહાલા દરદી માટે ખોરાક અને અન્ય સેવાઓ પૂરી પાડવા માંગતા હોય તો, કોઈ પણ પ્રકારનો અસંતોષ બતાવ્યા વગર તમારું કામ કરો. તમારો સ્વચ્છ અને સારી-સજાવટવાળો દેખાવ તમારા મા/બાપને આનંદ આપશે એટલું જ નહિ પરંતુ હૉસ્પિટલના કામદારો અને ડૉક્ટરો પર સારો પ્રભાવ પાડશે. એ તમારા મા/બાપની લેવાતી કાળજીની ગુણવત્તામાં સુધારો કરી શકે.a
a માર્ચ ૮, ૧૯૯૧ સજાગ બનો! (અંગ્રેજી)માં “દરદીની મુલાકાત—કઈ રીતે મદદ કરવી” લેખમાં કેટલાક વ્યવહારું સૂચનો આપવામાં આવ્યાં છે.
શું તમારાં મા/બાપ ઘરે સારવાર લઈ રહ્યા છે? તો તેમની કાળજી લેવામાં તમે જે કંઈ કરી શકો તે કરો. સ્વેચ્છાથી ઘરકામમાં યોગ્ય ભાગ લો. પોતાને “ઉદારતાથી” અર્પીને યહોવાહનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરો. (યાકૂબ ૧:૫) બિનફરિયાદી, આશાવાદી, હકારાત્મક આત્મા બતાવવા તમારાથી બનતું બધું કરો.
અલબત્ત, તમારે હજુ પણ શાળાનું ઘરકામ છે. તમારા શિક્ષણનું હજુ પણ મહત્ત્વ છે માટે એને માટે સમય નક્કી કરો. શક્ય હોય તો, આરામ અને કંઈક નવું કરવા કેટલોક સમય કાઢો. (સભાશિક્ષક ૪:૬) એ તમને તાજગી આપી શકે અને તમારા મા/બાપને સારો ટેકો આપવામાં મદદ કરી શકે. છેવટે, પોતાને એકલવાયા બનાવવાનું ટાળો. સાથી ખ્રિસ્તીઓના ટેકાનો લાભ લો. (ગલાતી ૬:૨) ટેરી કહે છે: “મંડળ મારું કુટુંબ બન્યું. વડીલો હંમેશા મારી સાથે વાત કરવા અને મને ઉત્તેજન આપવા તૈયાર હતા. એ હું ક્યારેય ભૂલીશ નહિ.”
તમારું આત્મિક સમતોલપણું જાળવો
મહત્ત્વની બાબત એ છે કે તમારું આત્મિક સમતોલપણું જાળવવું. પોતાને આત્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો, જેવી કે બાઇબલ અભ્યાસ કરવો, સભાઓમાં હાજરી આપવી, અને બીજાઓને પ્રચાર કરવો. (૧ કોરીંથી ૧૫:૫૮) ઉનાળાના મહિનાઓમાં, ટેરીએ એક સહાયક પાયોનિયર તરીકે સુવાર્તિક પ્રવૃત્તિઓમાં પોતાનો હિસ્સો વધાર્યો. તે ઉમેરે છે: “મમ્મીએ મને હંમેશા સભા માટે તૈયારી કરવામાં અને રાજ્યગૃહમાં હાજરી આપવા ઉત્તેજન આપ્યું. એ અમારા બંને માટે સારું પુરવાર થયું. તે હાજર રહેવા ઇચ્છતી હોવા છતાં, બધી સભાઓમાં હાજરી આપી શકતી ન હતી તેથી, હું સામાન્ય કરતાં વધુ ધ્યાન આપતી જેથી એના વિષે પાછળથી તેને જણાવી શકું. તે ત્યાં હાજર ન રહેતી ત્યારે આત્મિક ખોરાક માટે મારા પર આધારિત રહેતી.”
ધ ન્યૂ યૉર્ક ટાઈમ્સમાંના એક લેખે સારાંશ આપ્યો જ્યારે એણે એક સામાજિક કાર્યકર વિષે જણાવ્યું કે જે “ખૂબ આશ્ચર્ય પામી હતી કે માબાપની માંદગીનો ડર હોવા છતાં બાળકો કેટલા આગળ વધે છે અને ઊછરે છે.” તે કહે છે: “તેઓ જાણતા નથી એવી કેટલીક કુશળતાઓ તેઓ વિકસાવે છે . . . જો તેઓ આમાંથી પસાર થઈ શકે તો, તેઓ ઘણી બધી બાબતો સિદ્ધ કરી શકે.”
તમે પણ આ મુશ્કેલીભર્યા સમયગાળામાંથી બહાર આવી શકો. દાખલા તરીકે, ટેરીની મમ્મી હવે પોતાની કાળજી લેવા જેટલી સ્થિર થઈ ગઈ છે. કદાચ, અમુક સમયમાં તમારા મા/બાપ પણ સાજા થઈ જશે. પરંતુ એ સમય દરમિયાન, એ ભૂલશો નહિ કે તમારી પાસે તમારા આકાશી મિત્ર, યહોવાહનો ટેકો છે. તે “પ્રાર્થનાના સાંભળનાર” છે અને મદદ માટેની તમારી આજીજીઓને સાંભળે છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) તે તમને—અને તમારા દેવનો ભય રાખતા મા/બાપ—ને “પરાક્રમની અધિકતા” આપશે કે જેથી તમે સામનો કરી શકો.—૨ કોરીંથી ૪:૭; ગીતશાસ્ત્ર ૪૧:૩.
“હું ઘરેથી દૂર હોવ ત્યારે,
ચિંતા કરતો, કે મમ્મી
સારી હશે કે કેમ”
તમારાં માબાપની બીમારી વિષે જાણવાથી તમે તેમને મદદ કરવા વધુ સારી રીતે સજ્જ થઈ શકો