વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૧૧/૮ પાન ૨૦-૨૩
  • તમારાં બાળકોને દુર્ઘટનાથી બચાવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમારાં બાળકોને દુર્ઘટનાથી બચાવો
  • સજાગ બનો!—૧૯૯૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઘરમાં
  • બહાર
  • ટ્રાફિકમાં
  • માબાપની ભૂમિકા
    સજાગ બનો!—૨૦૦૫
  • મમ્મી-પપ્પા, બાળકોને પોતાની શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
સજાગ બનો!—૧૯૯૯
g99 ૧૧/૮ પાન ૨૦-૨૩

તમારાં બાળકોને દુર્ઘટનાથી બચાવો

સજાગ બનો!ના સ્વીડનમાંના ખબરપત્રી તરફથી

હાન્‍ના લગભગ ત્રણ વર્ષની છે. તે પોતાના માબાપ કાર્લારીક અને બર્ગીટા સાથે રહે છે કે જેઓ પોતાના મૃત્યુ પામેલા પડોશીના ઘરને સાફ કરી રહ્યાં છે. થોડા સમય પછી, હાન્‍ના પોતાના હાથમાં દવાની બોટલ લઈને ઓરડામાંથી બહાર આવી. તેણે એમાંથી થોડી ગોળીઓ ખાધી હતી. બોટલની તપાસ કરતા, બર્ગીટા કંપારી સહિત ચોંકી ગઈ. એ તો પડોશીની હૃદયરોગની દવાની બોટલ હતી.

હાન્‍નાને તાત્કાલિક હાસ્પિટલમાં લઈ જવામાં આવી, કે જ્યાં એને આખી રાત ઇન્ટેન્સિવ કેરમાં રાખવામાં આવી હતી. તેણે લીધેલી દવા કે જે તેના આરોગ્યને કાયમી નુકશાન કરી શકી હોત છતાં, તેને ત્યાર પછી કોઈ આડ અસર થઈ નહિ. શા માટે? કારણ કે તેણે ગોળીઓ ગળતા પહેલાં જ ખોરાક લીધો હતો. ખોરાકે કેટલાક પ્રમાણમાં ઝેર ચૂસી લીધું હતું, તેણે ઊલટી કરી ત્યારે કાઢી નાખવામાં આવ્યો.

હાન્‍નાની બનેલી ઘટના ભાગ્યે જ અજોડ હોય છે. દરરોજ, જગતવ્યાપી હજારો બાળકો દુર્ઘટનાનો સામનો કરે છે કે જેમાં ડૉક્ટર પાસે કે હાસ્પિટલમાં જવું જરૂરી હોય છે. દર વર્ષે સ્વીડનમાં ૮માંથી ૧ બાળક દુર્ઘટના પછી તબીબી સારવાર મળવે છે. તેથી, તમે માબાપ હોવ તો, તમારાં બાળકને પણ એવું જ કંઈક બની શકે એની વધારે શક્યતાઓ રહેલી છે.

એ સામાન્ય છે કે બાળકોને અવારનવાર ઘર અને એની આસપાસના વિસ્તારોમાં ઈજા થાય છે. અમુક પ્રકારની ઈજાઓમાં તેઓ મોટા થાય છે તેમ એમાં ફેરફારો થાય છે. નાનાં બાળકોનાં કપડાં બદલતી વખતે તેઓ પલંગ પરથી સહલાયથી પડી જઈ શકે અથવા ખોરાકના ટુકડા કે નાની વસ્તુ તેમના ગળામાં ફસાઈ શકે. નાનાં બાળકો અવારનવાર દાદરા ચઢતા હોય ત્યારે પડી જાય છે અથવા તેઓ પહોંચી શકે એવી વસ્તુઓને અડકે કે ચાખે ત્યારે દાઝી જાય છે કે ઝેર ચઢે છે. શાળામાં જતાં બાળકોને અવારનવાર ટ્રાફિક અકસ્માત કે ઘરબહાર રમતાં હોય ત્યારે ઈજા થાય છે.

આમાંની મોટા ભાગની દુર્ઘટનાઓને અટકાવી શકાય છે. થોડી સાવચેતી અને તમારાં બાળકના વિકાસના સ્તરને આધારે, તમે ઈજા કે પ્રાણઘાતક દુર્ઘટનાઓ અટકાવવામાં મદદ કરી શકો. વર્ષ ૧૯૫૪થી સ્વીડનમાં કરવામાં આવેલા બાળકની સલામતીના કાર્યક્રમ સંગઠને આ પુરવાર કર્યું છે. એ સમયે પહેલાં, દર વર્ષે દુર્ઘટનાઓમાં ૪૫૦ કરતાં વધારે બાળકો મરણ પામ્યાં છે. આજે, વાર્ષિક મરણની સંખ્યા લગભગ ૭૦ ટકા ઓછી થઈ ગઈ છે.

ઘરમાં

બાળકોની માનસ ચિકિત્સક કેશટિન બાક્સ્ટ્રોમ કહે છે, “તમે બે કે ત્રણ વર્ષનાં બાળકોને જોખમ ટાળવાનું શીખવી અને તેઓ એ યાદ રાખે એવી અપેક્ષા રાખી શકતા નથી.” તેથી, તમારાં બાળકોને દુર્ઘટનાઓથી બચાવવાની જવાબદારી માબાપ તરીકે તમારી—અથવા બીજા પુખ્ત વયનાઓ કે જેમની સાથે તે હંમેશાં રહેતું હોય તેમની છે.

એની શરૂઆત કરવા, તમારા ઘરની આસપાસના વિસ્તારને જુઓ. સાથે આપેલા બોક્સની સૂચિનો ઉપયોગ કરો. કદાચ સલામતીની કેટલીક તરકીબો બધા દેશોમાં પ્રાપ્ય ન હોય કે વાજબી દરે પ્રાપ્ય ન હોય શકે. તોપણ, થોડી કુશળતા અને વિચારશક્તિનો ઉપયોગ કરી, તમે કદાચ ઉકેલ વિષે વિચારી શકો કે જે તમારા ખાસ સંજોગોમાં કામમાં લાગી શકે.

દાખલા તરીકે, તમારા રસોડાના ખાનાનું હેન્ડલ રીંગ જેવું હોય તો, એને લાકડી નાખીને ફીટ કરી દેવા જોઈએ. એ જ પ્રમાણે તમે ઓવનના દરવાજાને પણ બંધ કરી શકો છો. પ્લાસ્ટિકની થેલીઓમાં કંઈક ભરો ત્યારે એને ગાંઠ મારીને મૂકો તો એ ઓછું જોખમકારક છે.

કદાચ તમે ઘર અને આસપાસના વિસ્તારમાં દુર્ઘટના અટકાવવાની સરળ રીતો વિષે વિચારી શકો. તેમ જ એ રીતો વિષે નાનાં બાળકો હોય એવા મિત્રો અને પરિચિતો સાથે એના સહભાગી થઈ શકો.

બહાર

તમારાં બાળકો રમે છે એ વિસ્તારોની તપાસ કરો. ચાર વર્ષની ઉપરનાં બાળકોને મોટા ભાગની ઈજા તેઓ બહાર રમતાં હોય છે ત્યારે થાય છે. તેઓ પડી જાય છે અને પોતાને વગાડે છે અથવા પોતાની સાયકલ પરથી પડી જાય છે. ત્રણથી સાત વર્ષની વચ્ચેનાં બાળકો માટે બહાર સૌથી સામાન્ય પ્રાણઘાતક દુર્ઘટના ટ્રાફિક અકસ્માત અને ડૂબી જવું છે.

તમે રમતગમતના મેદાનની તપાસ કરતા હોવ ત્યારે, સાધનો સારી સ્થિતિમાં છે કે નહિ એની તપાસ કરો જેથી બાળકો એનો ઉપયોગ કરે ત્યારે એનાથી ઇજા ન થાય. શું હિંચકા, બાળકોને રમવા માટેની નિસરણી અને એના જેવા બીજા સાધનો નીચેની જમીન પોચી, જેમ કે રેતી જેવી છે કે જેથી બાળક પડી જાય તો તેને પોતાને ઈજા ન થાય?

શું પાણીનો હોજ કે ઝરણું તમારા ઘરની નજીક છે? એક કે બે વર્ષના બાળક માટે ફક્ત થોડા ઇંચ ઊંડું પાણી ડૂબી જવા પૂરતું છે. માનસ ચિકિત્સક બાક્સ્ટ્રોમ કહે છે, “નાનું બાળક પાણીના હોજમાં ઉંધા મોંએ પડી જાય છે ત્યારે, તે પોતાની સમજશક્તિ ગુમાવી દે છે. બાળકો પોતાની જાતે પાણીમાંથી બહાર નીકળી શકતા નથી.”

એ કારણે મુખ્ય નિયમ આ છે: બે કે ત્રણ વર્ષની નીચેનાં બાળકોને કદી પણ કોઈ પુખ્ત વ્યક્તિઓના નિરીક્ષણ વગર બહાર રમવાની પરવાનગી આપવી જોઈએ નહિ. આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયેલું હોય તો, બાળકોને નિરીક્ષણ વગર બહાર રમવા દેવાની પરવાનગી આપવા યોગ્ય ઉંમર થવા દો.

ટ્રાફિકમાં

તમારા ઘરની આજુબાજુ ટ્રાફિક હોય તો એના માટે પણ એ જ લાગુ પડે છે. બાક્સ્ટ્રોમ અવલોકે છે, “શાળામાં નહિ જનારાં બાળકો ફક્ત સ્પષ્ટ સંદેશાઓ સમજી શકે છે અને તેઓ એક સમયે એક જ બાબત પર ધ્યાન આપતાં હોય છે. પરંતુ ટ્રાફિકના સંદેશાઓ તો એકદમ ન સમજી શકાય એવા અને અસ્પષ્ટ હોય છે.” બાળકો હજુ શાળામાં જતા હોય ત્યારે તેમને એકલાને રસ્તો ઓળંગવા દેવા જોઈએ નહિ. નિષ્ણાતો અનુસાર બાળકો ઓછામાં ઓછા ૧૨ વર્ષનાં ન થાય ત્યાં સુધી એકલા સાયકલ ચલાવવા જેટલા પુખ્ત હોતા નથી.

તમારાં બાળકોને તેઓ સાયકલ ચલાવતા, સવારી કરતા, સ્કેટીંગ કરતા કે ટોબોગનીંગ કરતા હોય ત્યારે સલામત હેલ્મેટનો ઉપયોગ કરવાનું શીખવો. માથામાં ઈજા થયેલાની સારવાર કરવી મુશ્કેલ હોય શકે અને એ કાયમી નુકશાનનું કારણ અથવા પ્રાણઘાતક પણ બની શકે! બાળકોના ચિકિત્સાલયમાં માથા અને ચહેરા પર સાયકલના અકસ્માત પછી ઈજા થયેલા ૬૦ ટકા સારવાર કરાવવા આવે છે, પરંતુ હેલ્મેટનો ઉપયોગ કરનારાઓને માથાની કોઈ ગંભીર ઈજા સહન કરવી પડતી નથી.

વળી, તમારું બાળક કાર દ્વારા મુસાફરી કરતું હોય ત્યારે સલામત હોય એની ખાતરી રાખો. ઘણા દેશોમાં કાયદાઓ છે કે જેમાં નાનાં બાળકોની સલામતી માટે બાંધવાની ખાસ પ્રકારની બેઠક બનાવવામાં આવે છે. એણે ટ્રાફિક અકસ્માતમાં બાળકોનાં મરણ અને ઈજાના દરમાં એકદમ ઘટાડો કર્યો છે. તમે રહેતા હોવ ત્યાં સલામત બેઠક પ્રાપ્ય હોય તો, એનો ઉપયોગ કરીને વ્યક્તિ જીવનને સલામત રાખી શકે છે. પરંતુ એ સ્વીકૃતિ પામેલું મોડલ હોય એની ખાતરી રાખો. નોંધ લો કે નાનાં બાળકો માટેની બેઠક લગભગ ત્રણ વર્ષનાં બાળકો માટેની બેઠક કરતાં અલગ હોય છે.

આપણાં બાળકો યહોવાહ તરફથી મૂલ્યવાન ભેટ છે અને આપણે તેમની દરેક રીતે કાળજી રાખવાનું ઇચ્છીએ છીએ. (ગીતશાસ્ત્ર ૧૨૭:૩, ૪) એક સારા માબાપ તરીકે કાર્લારીક અને બર્ગીટા હંમેશાં પોતાનાં બાળકોને રક્ષણ આપવા વિષે ચિંતિત હતાં—હાન્‍નાની ઘટના બની એ પહેલા અને એ પછી પણ. કાર્લારીક કબૂલે છે, “અલબત્ત અમે એ ઘટના પછી વધારે સતર્ક હતા.” બર્ગીટા નિષ્કર્ષ આપે છે, “હવે અમારા પૌત્રપૌત્રીઓ પણ છે અને અમે હંમેશાં ખાતરી રાખીએ છીએ કે અમારી દવા બંધ કબાટમાં હોય.”

[Box on page 22]

તમારા ઘરમાં સલામતી

• દવાઓ: એઓને બાળકો ન પહોંચે એ રીતે યોગ્ય જગ્યાએ રાખો. એ જ બાબત ડાક્ટરે ભલામણ નહિ કરેલી અને સામાન્ય દવાઓને પણ લાગુ પડે છે. વળી, રાતે રહેનાર મહેમાનને પણ પોતાની દવા સલામત સ્થળે રાખવાનું જણાવો.

• ઘરવપરાશના કેમીકલ્સ: એઓને પણ બાળકો પહોંચી ન શકે એ રીતે સલામત સ્થળે રાખો. એઓને એની મૂળ બોટલમાં રાખો જેથી એને સ્પષ્ટપણે ઓળખી શકાય. તમે એનો ઉપયોગ કરો ત્યારે બરાબર ધ્યાન રાખો અને એને દૂર મૂકો—તમે તમારા ઓરડામાંથી થોડી ક્ષણો માટે બહાર જાવ ત્યારે પણ. વાસણ ધોયા પછી કદી પણ વધેલા સાબુને એ સ્થળે ન મૂકો.

• સ્ટવ: હેન્ડલવાળા વાસણોને હંમેશાં સ્ટવની બાજુની તરફ રાખો. પ્રાપ્ય હોય તો, સોસપેન ગાર્ડ લગાવો. બાળકોનાં રક્ષણ માટે સ્ટવ નમી ન જાય એવું સ્ટેન્ડ લગાવો. ઓવન એના દરવાજા પર તાળુ મારી શકાય એવું હોવું જોઈએ. શું બાળક ઓવનના બારણાને અડકીને દાઝી શકે? એમ હોય તો, જાળી લગાવો જેથી એ ગરમ દરવાજાને અડકી ન શકે.

• જોખમકારક ઘરવસ્તુઓ: છરી, કાતર અને બીજી જોખમકારક વસ્તુઓને કબાટમાં કે ખાનાંઓમાં તાળું મારીને રાખવા જોઈએ અથવા બાળકો ન પહોંચે ત્યાં મૂકવા જોઈએ. તમે આ વસ્તુઓનો ઉપયોગ કરતા હોવ અને થોડી વાર માટે એને બાજુ પર મૂકો ત્યારે, એને ટેબલની કિનારીથી દૂર બાળકો પહોંચી ન શકે એવી જગ્યાએ મૂકો. દીવાસળી અને પ્લાસ્ટિકની કોથળીઓ પણ નાના બાળકો માટે જોખમકારક વસ્તુઓ છે.

• પગથિયાં: પગથિયાંની બંને બાજુ ઓછામાં ઓછી ૩૦ ઇંચ ઊંચી જાળી લગાડો.

• બારીઓ અને પરસાળનું બારણું: ઓરડામાં હવા ઉજાસ માટે બારીઓ અને પરસાળના બારણાઓ ખુલ્લા રાખીએ ત્યારે બાળક પડી ન જાય માટે એના પર જાળી લગાવો અથવા સલામતી માટે બીજી કોઈ તરકીબ વિષે વિચારી શકો.

• પુસ્તકો મૂકવાનું કબાટ: બાળકને વસ્તુઓ પર ચઢવાનું કે લટકાવાનું ગમતું હોય તો, પુસ્તક મૂકવાના કબાટ અને બીજા ફર્નિચરને તેઓ પર ન પડે એ રીતે સલામત રાખો.

• પ્લગ અને ઇલક્ટ્રીક વાયરો: બિનોપયોગી પ્લગને બંધ કરી દેવા જોઈએ. ટેબલ લેમ્પ માટેના વાયરને દીવાલ કે ફર્નિચર સાથે જોડેલા રાખવા જોઈએ જેથી બાળક લેમ્પને નીચે ખેંચી ન કાઢે જેનાથી તેને કરંટ લાગે. નહિ તો આ પ્રકારના લેમ્પને દૂર રાખો. ઈસ્ત્રીને કદી પણ ઈસ્ત્રી કરતા હોવ ત્યાં મૂકી ન રાખો અને એના વાયરને લટકતો ન રાખો.

• ગરમ પાણી: તમે તમારા ગરમ પાણીના તાપમાનમાં ફેરફાર કરી શકતા હોવ તો, તમારે એને લગભગ ૫૦ ડિગ્રી સલ્સીયસના તાપમાન જેટલું ઓછું કરવું જોઈએ, જેથી બાળક પાણીનો નળ ખોલે તો દાઝી ન જાય.

• રમકડાં: રમકડાંની કિનારી કે ખૂણા તીક્ષ્ણ હોય તો એને કાઢી નાખો. નાના રમકડાં તેમને ન આપો અથવા રમકડાંના નાના ટુકડા થઈ શકતા હોય તો એ પણ ન આપો કેમ કે એઓ બાળકોનાં મોંમાં ફસાઈ શકે છે. બાળકોનાં ટેડી બેરની આંખો અને નાક બરાબર ચોંટાડેલા હોવા જોઈએ. નાનું બાળક જમીન પર હોય ત્યારે મોટા ભાઈ બહનોને નાના રમકડાં ત્યાંથી લઈ લેવાનું જણાવો.

• કૅન્ડી અને અલ્પાહાર: બાળકો પહોંચી શકે એ રીતે કૅન્ડી તથા મગફળી અને મીઠાઈ જેવા અલ્પાહાર ન મૂકો. એ બાળકોના ગળામાં ફસાઈ શકે.

[Credit Line]

ઉદ્‍ભવ: The Office of the Children’s Ombudsman

[Box on page 22]

અકસ્માત થઈ ગયો હોય તો

• ઝેર: બાળક કોઈ ઝેરી દવા ગળી ગયું હોય તો, એને બરાબર રીતે કોગળા કરાવીને એક કે બે ગ્લાસ પાણી કે દૂધ પીવા માટે આપો. ત્યાર પછી, ડૉક્ટરને બોલાવો અથવા સલાહ માટે ઝેર વિષે માહિતી આપતા કેન્દ્રનો સંપર્ક સાધો. બાળકના આંખમાં કંઈક દાઝે એવી વસ્તુ ગઈ હોય તો, તરત જ, ઓછામાં ઓછી દસ મિનિટ સુધી પુષ્કળ પાણીથી સાફ કરો.

• દાઝી જવું: સામાન્ય દાઝી ગયું હોય તો, ઠંડુ (એકદમ ઠંડુ નહિ) પાણી ઓછામાં ઓછી ૨૦ મિનિટ સુધી ઈજા થઈ હોય ત્યાં રેડો. બાળકની હથેળી અને મોં, સાંધા કે પેઢાના નીચેના ભાગ કે ગુહ્યેન્દ્રિયો પર વધારે ઈજા થઈ હોય તો, તમારે બાળકોને તાત્કાલિક સારવાર રૂમમાં લઈ જ જવા જોઈએ. ચામડીના ઊંડા ઘા માટે હંમેશાં ડૉક્ટરની સારવાર લેવી જોઈએ.

• ફસાઈ જવું: બાળકની શ્વાસનળીમાં કંઈક ફસાઈ ગયું હોય તો, તમે એ વસ્તુને તાત્કાલિક બહાર કાઢો એ તાકીદનું છે. તમે અસરકારક રીતે હેમલીકનો ઉપયોગ કરી શકો. આ પદ્ધતિ વિષે તમે માહિતગાર ન હોવ તો, વધારે માહિતી મેળવવા માટે ડૉક્ટરનો સંપર્ક સાધો અથવા બાળ-અક્સ્માત કે પ્રાથમિક સારવારના કોર્સ શીખવવામાં આવતા હોય ત્યાં હાજરી આપો.

[Credit Line]

ઉદ્‍ભવ: The Swedish Red Cross

[Picture on page 23]

રક્ષણ આપતી સાયકલની હેલ્મેટ પહેરવી

[Picture on page 23]

કાર બેઠકમાં સલામતી

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો