વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g01 ૭/૮ પાન ૩૧
  • વેરાન જમીનને ફળદ્રુપ બનાવવી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વેરાન જમીનને ફળદ્રુપ બનાવવી
  • સજાગ બનો!—૨૦૦૧
  • સરખી માહિતી
  • વિશ્વ પર નજર
    સજાગ બનો!—૨૦૦૪
  • વિશ્વ પર નજર
    સજાગ બનો!—૨૦૦૦
  • સમુદ્રના સ્ફટિકમય મહેલો
    સજાગ બનો!—૧૯૯૬
સજાગ બનો!—૨૦૦૧
g01 ૭/૮ પાન ૩૧

વેરાન જમીનને ફળદ્રુપ બનાવવી

ભારતમાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી

ભારતના ઉત્તરીય જિલ્લા, લડાખની બંજર જમીનને કઈ રીતે ફળદ્રુપ બનાવી શકાય? એ પ્રશ્ન સ્વાંગે નોરફેલ નામના એક નિવૃત્ત સિવિલ એન્જિનિયરના મનમાં આવ્યો. હિમાલય પર્વત પર આવેલી કુદરતી હિમનદીઓ જૂન મહિનામાં વહેવા લાગે છે. પરંતુ એપ્રિલ મહિનામાં પાણીની વધારે જરૂર હોય છે, કારણ કે વરસાદ ઓછો પડે છે અને ખેડૂતોને પોતાના ખેતરોમાં સિંચવા માટે પાણીની જરૂર હોય છે. નોરફેલે એક સરસ ઉપાય શોધી કાઢ્યો: પહાડ પર કૃત્રિમ હિમનદીઓ બાંધવી, કેમ કે વર્ષની શરૂઆતમાં બરફ ઓગળવાનું શરૂ થાય છે.

ભારતના ધ વીક સમાચાર સામયિક અનુસાર, નોરફેલ અને તેમના કામદારોએ પહાડ પરના પાણીના વહેણનો માર્ગ બદલવા ૭૦૦ ફૂટ લાંબી નહેર બાંધી અને એમાં બીજા ૭૦ ફાંટા પાડ્યા. એમાં ઠેકાણે ઠેકાણે દીવાલો બાંધી હોવાથી પાણીનો પ્રવાહ ધીમો પડી જાય છે અને નીચે પહોંચતા પહેલાં એ ઠરી જાય છે. ત્યાં ધીરે ધીરે બરફ જામે છે અને છેવટે એ દીવાલોને ઢાંકી દે છે. પહાડના છાંયડામાં બરફ જામેલો હોવાથી, એપ્રિલ મહિનાની ગરમીથી એ ઓગળવા લાગે છે અને આ રીતે ખેડૂતોને જોઈતું પાણી મળી રહે છે.

શું તેઓ એમ કરવામાં સફળ થયા? જોકે, નોરફેલનું આ કાર્ય એટલું તો ઉપયોગી સાબિત થયું કે એવી બીજી દસ હિમનદીઓ બંધાઈ ગઈ છે અને બીજી બંધાઈ રહી છે. આવી એક હિમનદી પર્વત પર ૪,૫૦૦ ફૂટ ઊંચાઈએ બાંધવામાં આવી છે અને એમાં લગભગ ત્રણ કરોડ ચાલીસ લાખ લીટર પાણી હોય છે. આવી કૃત્રિમ હિમનદી બાંધવાનો કેટલો ખર્ચ થાય છે? ધ વીક સામયિક કહે છે, “આવી કૃત્રિમ હિમનદી બાંધવામાં લગભગ બે મહિના લાગે છે અને લગભગ ૮૦,૦૦૦ રૂપિયા ખર્ચ થાય છે જેમાં ખાસ કરીને મજૂરીનો ખર્ચ હોય છે.”

માણસોની કુશળતાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ખરેખર એ લાભદાયી પુરવાર થાય છે. પરંતુ માણસજાત પરમેશ્વરના સ્વર્ગીય રાજ્યના માર્ગદર્શન હેઠળ જે સિદ્ધ કરશે એનો વિચાર કરો! બાઇબલ વચન આપે છે: “અરણ્ય તથા સૂકી ભૂમી હરખાશે; વન આનંદ કરશે ને ગુલાબની પેઠે ખીલશે. . . . અરણ્યમાં પાણી, અને વનમાં નાળાં ફૂટી નીકળશે.” (યશાયાહ ૩૫:૧, ૬) આપણી પૃથ્વીને સુંદર બગીચા જેવી બનાવવાના કાર્યમાં ભાગ લેવાનો એ કેવો આનંદ હશે! (g01 4/8)

[પાન ૩૧ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.

Arvind Jain, The Week Magazine

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો