વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g01 ૭/૮ પાન ૯-૧૦
  • જલદી જ સર્વ નીરોગી બનશે!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જલદી જ સર્વ નીરોગી બનશે!
  • સજાગ બનો!—૨૦૦૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • સમતોલપણું જાળવવું
  • તબિયત ફર્સ્ટ ક્લાસ રહેશે!
    સજાગ બનો!—૨૦૦૭
  • બીમારી કોને ગમે?
    સજાગ બનો!—૨૦૦૭
  • સારવાર વિષે બાઇબલ શું કહે છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • શું સંપૂર્ણ સ્વાસ્થ્ય માત્ર એક સ્વપ્ન?
    સજાગ બનો!—૧૯૯૮
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૦૧
g01 ૭/૮ પાન ૯-૧૦

જલદી જ સર્વ નીરોગી બનશે!

“કાયમી નીરોગી બનવાનો વિચાર . . . તાજેતરમાં ખૂબ પ્રખ્યાત થયો છે,” ફોકસ નામનું જર્મન સામયિક આમ કહે છે. તોપણ આ વિચાર નવો નથી. મનુષ્ય જીવનની શરૂઆતથી જ, પરમેશ્વર એવું ઇચ્છતા હતા કે કોઈ કદી બીમાર ન થાય. માનવજાત માટે તેમનો હેતુ એવો ન હતો કે “જગતના બધા જ લોકો માટે સ્વીકારી શકાય એવી તંદુરસ્તી” મળે. (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) પરંતુ, આપણા ઉત્પન્‍નકર્તાનો હેતુ તો એવો હતો કે દરેક સંપૂર્ણ રીતે તંદુરસ્ત રહે!

તો પછી, શા માટે આપણે માંદગી અને રોગથી પીડાઈએ છીએ? બાઇબલ આપણને કહે છે કે યહોવાહ પરમેશ્વરે આખી માણસજાતના પ્રથમ માબાપ, આદમ અને હવાને સંપૂર્ણ બનાવ્યા હતા. સૃષ્ટિ ઉત્પન્‍ન કરવાનું કામ પૂરું કર્યા પછી, “દેવે જે સર્વ ઉત્પન્‍ન કર્યું તે તેણે જોયું; અને જુઓ, તે ઉત્તમોત્તમ” હતું. આપણા પ્રેમાળ ઉત્પન્‍નકર્તાનો ઇરાદો એવો ન હતો કે માનવો બીમાર પડે અને મરણ પામે. પરંતુ પરમેશ્વરે આપેલા જીવન માર્ગને આદમ અને હવાએ છોડી દીધો ત્યારે, તેઓ પાપમાં પડ્યા. આદમે જે પાપ કર્યું, એનું પરિણામ મરણ આવ્યું કે જે બધા જ માનવો પર વારસામાં ઊતરી આવ્યું.—ઉત્પત્તિ ૧:૩૧; રૂમી ૫:૧૨.

યહોવાહે કારણ વગર માણસજાતને તરછોડી દીધી નથી. તેમણે તેઓ માટે અને પૃથ્વી માટે જે હેતુ રાખ્યો હતો એ પણ ભૂલી ગયા નથી. આજ્ઞાંકિત મનુષ્યોને તેઓની સંપૂર્ણ તંદુરસ્તીની મૂળ સ્થિતિ પાછી આપવા વિષે પરમેશ્વર આખા બાઇબલમાં જણાવે છે. તેમના પુત્ર, ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે, તેમણે રોગોને સાજા કરવાની પરમેશ્વરની શક્તિ બતાવી હતી. દાખલા તરીકે, ઈસુએ આંધળા, કોઢિયા, બહેરા, જલંદર અને ફેફરાંના રોગીઓને તથા પક્ષઘાતીઓને સાજા કર્યા.—માત્થી ૪:૨૩, ૨૪; લુક ૫:૧૨, ૧૩; ૭:૨૨; ૧૪:૧-૪; યોહાન ૯:૧-૭.

પરમેશ્વર જલદી જ મસીહ રાજા, ઈસુ ખ્રિસ્તને માણસજાત પર શાસન કરવાનું જણાવશે. તેમના શાસન હેઠળ, યશાયાહની ભવિષ્યવાણી સાચી ઠરશે: “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ; તેમાં વસનાર લોકોની દુષ્ટતા માફ કરવામાં આવશે.” (યશાયાહ ૩૩:૨૪) એ કેવી રીતે બનશે?

આપણે જોયું કે યશાયાહ પ્રબોધક “લોકોની દુષ્ટતા માફ” કરવા વિષે લખે છે. તેથી, માંદગીનું મુખ્ય કારણ, માણસજાતને વારસામાં મળેલું પાપ દૂર થઈ જશે. કેવી રીતે? ઈસુએ ખંડણી તરીકે પોતાનું જે બલિદાન આપ્યું એનું મૂલ્ય, આજ્ઞાધિન માણસજાતને લાગુ પડશે. આમ, એ મૂલ્ય લઈને બીમારી અને મરણ દૂર કરવામાં આવશે. ત્યારે આખી પૃથ્વી પર બધે જ સુખ-શાંતિ હશે. પ્રેષિત યોહાને લખ્યું: પરમેશ્વર “તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.” આ બહુ જલદી જ બનશે!—પ્રકટીકરણ ૨૧:૩, ૪; માત્થી ૨૪મો અધ્યાય; ૨ તીમોથી ૩:૧-૫.

સમતોલપણું જાળવવું

એ સમય સુધી, લાખો લોકોમાં માંદગી અને રોગો તો આવતા જ રહેશે. તેથી, પોતાની અને પોતાના પ્રિયજનોની તંદુરસ્તી વિષે ચિંતા કરવી સ્વાભાવિક છે.

આજે ખ્રિસ્તીઓ તબીબી વ્યવસાયના પ્રયત્નોની ખૂબ કદર કરે છે. તેઓ તંદુરસ્ત રહેવા યોગ્ય પગલાં લે છે. તેમ છતાં, માંદગીથી મુક્ત ભવિષ્ય વિષેનું બાઇબલનું વચન, આ સંબંધી સમતોલપણું જાળવવા આપણને મદદ કરે છે. મસીહી રાજા માણસજાતની બાબતોને હાથમાં ન લે ત્યાં સુધી, સંપૂર્ણ તંદુરસ્તી શક્ય નથી. આપણે જોયું તેમ, આશ્ચર્ય પમાડે એવા સંશોધન છતાં, આંબાના ઝાડની ટોચ પરની રસભરી કેરીને તોડવી શક્ય બન્યું નથી, એટલે કે દરેક માટે નીરોગી જીવન મેળવી શકાયું નથી.

“જગતના બધા જ લોકો માટે સ્વીકારી શકાય એવી તંદુરસ્તી” મેળવવાના ધ્યેયને બહુ જલદી જ પૂરો કરવામાં આવશે. પરંતુ એને યુએન, વિશ્વ આરોગ્ય સંસ્થા, પર્યાવરણની યોજના બનાવનારાઓ, સમાજ સુધારકો કે ડૉક્ટરો નહિ, પણ ઈસુ ખ્રિસ્ત પરિપૂર્ણ કરશે. છેવટે માણસજાત “નાશના દાસત્વમાંથી મુક્ત થઈને દેવનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિ” મેળવશે ત્યારે કેવો આનંદ હશે!—રૂમી ૮:૨૧. (g01 6/8)

[પાન ૧૦ પર ચિત્રો]

પરમેશ્વરની નવી દુનિયામાં બધા માટે સંપૂર્ણ તંદુરસ્તી હશે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો