વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g03 જુલાઈ પાન ૨૯
  • સેના-કીડીઓની કૂચ!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સેના-કીડીઓની કૂચ!
  • સજાગ બનો!—૨૦૦૩
  • સરખી માહિતી
  • કીડીઓ ટ્રાફિક જામ કરતી નથી
    આનો રચનાર કોણ?
  • સૃષ્ટિ જોઈને યહોવા પર ભરોસો વધે છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
સજાગ બનો!—૨૦૦૩
g03 જુલાઈ પાન ૨૯

સેના-કીડીઓની કૂચ!

“અમે બેલીઝના એક ગામડાંમાં રહીએ છીએ. આ ગામડાંની ચારેબાજુ પુષ્કળ ઝાડપાન છે. એક દિવસ સવારે નવ વાગે, અમારા ઘર પર કીડીઓની મોટી સેના ધસી આવી. તેઓ ખોરાક મેળવવા દરવાજા અને તિરાડોમાંથી અંદર આવી હતી. અમે કંઈ જ કરી શકતા ન હોવાથી, એક-બે કલાક માટે ઘરમાંથી બહાર નીકળી ગયા. અમે પાછા આવ્યા ત્યારે, ઘરમાં એક પણ જીવડું રહ્યું ન હતું. ઘર એકદમ સાફ થઈ ગયું હતું.”

બેલીઝ જેવા ગરમ દેશોમાં આવું ઘણી વાર બનતું હોય છે. એનાથી લોકો જરાય કંટાળતા નથી. એનું કારણ, કીડીઓ તો વંદા અને બીજી જીવાતોને ખાઈ જાય છે, એટલે ઘર સાફ રહે છે. વળી, આ કીડીઓ તો ઘર પણ ગંદું કરતી નથી.

અહીં આપણે જે કીડીઓની વાત કરી રહ્યા છીએ, એ એક સેનાની જેમ કામ કરે છે. એના લીધે તેઓને કીડી-સેના કહેવામાં આવે છે.a આ રખડતી કીડીઓની “સેના” દર બનાવવાને બદલે, અમુક ગ્રૂપમાં પડાવ નાંખે છે. તેઓ પગમાં પગ નાખીને, રાણી કીડી અને તેના બચ્ચાંની આસપાસ ગોળ કૂંડાળું બનાવીને તેઓનું રક્ષણ કરે છે. ત્યાર પછી, એ પડાવમાંથી કીડીઓનું એક ગ્રૂપ ખોરાક શોધવા નીકળી પડે છે. તેઓનો ખોરાક, ગરોળી કે નાના નાના જીવજંતુ હોય છે. આ કીડીઓ પોતાનો ખોરાક સૂંઘી-સૂંઘીને શોધે છે. જ્યારે તેઓને ગંધ આવતી નથી ત્યારે, તેઓનો ત્યાં ઢગલો થઈ જાય છે. આ સમય દરમિયાન જો કોઈ બીજો ખોરાક તેઓને મળી જાય તો તેઓ એના પર હુમલો કરે છે. આ રીતે શિકારને ફસાવવા માટે, કીડીઓનું એક ગ્રૂપ જમણી અને બીજું ગ્રૂપ ડાબી બાજુથી એને ઘેરી લે છે.

સેના-કીડીઓનું ચક્ર ૩૬ દિવસ સુધી ચાલે છે. જેમ કે, લગભગ ૧૬ દિવસ સુધી કીડીઓ ખોરાકની શોધમાં રહે છે. પછી બીજા ૨૦ દિવસ કીડીઓ આરામ કરતી હોય છે. જ્યારે કીડીઓ આરામ પર હોય છે ત્યારે, રાણી કીડી ઈંડા મૂકે છે. એ ૨૦ દિવસ પતી ગયા પછી, ભૂખની મારી આખી સેના ફરી ખોરાકની શોધમાં નીકળી પડે છે. આ કીડીઓની સેના કંઈક ૧૦ મીટર જેટલા પહોળા વિસ્તારમાં ફેલાયેલી હોય છે. તેઓની સાથે સાથે કરોળિયા, વીંછી, જંતુ, દેડકાં અને ગરોળી જેવા બીજા જંતુઓ પણ આજુબાજુ ચાલતા હોય છે. આ બધાનો, પક્ષીઓ ઉપરથી પીછો કરતા હોય છે. આ પક્ષીઓ એ જીવ-જંતુઓનો શિકાર કરે છે, પણ કીડીઓને ખાતા નથી.

બાઇબલ નીતિવચનો ૩૦:૨૪, ૨૫માં કીડીઓને ‘અતિશય શાણી’ કહે છે. ખરેખર, કીડીઓ તો યહોવાહ પરમેશ્વરે બનાવેલી એક અદ્‍ભુત રચના છે. (g 03 6/8)

[ફુટનોટ]

a આ લેખ મધ્ય અને દક્ષિણ અમેરિકાની ઇક્ટોન જાતિની કીડી વિષે જણાવે છે.

[પાન ૨૯ પર ચિત્ર]

સેના-કીડી

[ક્રેડીટ લાઈન]

© Frederick D. Atwood

[પાન ૨૯ પર ચિત્ર]

એકબીજા સાથે પોતાના પગ ભેરવીને પુલ બનાવે છે

[ક્રેડીટ લાઈન]

© Tim Brown/www.infiniteworld.org

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો