વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g07 ઑક્ટોબર પાન ૨૧
  • શું તેઓ ખરેખર એટલું લાંબું જીવ્યા હતા?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તેઓ ખરેખર એટલું લાંબું જીવ્યા હતા?
  • સજાગ બનો!—૨૦૦૭
  • સરખી માહિતી
  • આપણને કાયમ જીવવા માટે બનાવ્યા છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
  • નુહ વિષે વાંચીને—આપણે શું શીખી શકીએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • ભાગ ૩
    ભગવાનનું સાંભળો
  • ઈસુ તારણ આપે છે—કઈ રીતે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
સજાગ બનો!—૨૦૦૭
g07 ઑક્ટોબર પાન ૨૧

શું તેઓ ખરેખર એટલું લાંબું જીવ્યા હતા?

બાઇબલ જણાવે છે કે આદમ ૯૩૦ વર્ષ જીવ્યો હતો. શેથ ૯૧૨ વર્ષ અને મથૂશેલાહ ૯૬૯ વર્ષ જીવ્યો હતો. મથૂશેલાહને તો હજારમાં ફક્ત ૩૧ વર્ષ ખૂટે! (ઉત્પત્તિ ૫:૫, ૮, ૨૭) કેટલાક કહે છે કે એ ખરું નથી. તેઓ કહે છે કે એ જમાનાનાં વર્ષો આપણા મહિનાઓ બરાબર હતા. ખરું શું છે? શું એ જમાનાનાં વર્ષો અને આપણા સમયના વર્ષોમાં ફરક છે?

બાઇબલમાંથી જ જાણવા મળે છે કે એ જમાનાનાં વર્ષો અને આપણા જમાનાનાં વર્ષોમાં બહુ ફરક નથી. પણ જો બાઇબલના જમાનાનું એક વર્ષ આપણા જમાનાના એક મહિના બરાબર હોય તો શું? એ બની જ ન શકે. જો એમ હોય તો, આપણે એ પણ માનવું પડે કે અમુક લોકો પાંચેક વર્ષની વયે જ પિતા બની ગયા! જેમ કે, બાઇબલ જમાનાનું એક વર્ષ આજનો એક મહિનો હોય તો, કેનાન છ વર્ષ પૂરા કરતા પહેલાં જ પિતા બની ગયા! માહલાલએલ અને હનોખ પણ માંડ પાંચેક વર્ષના થયા ત્યાં પિતા બની ગયા! એ તો શક્ય જ નથી.—ઉત્પત્તિ ૫:૧૨, ૧૫, ૨૧.

બીજું કે એ જમાનાના લોકો દિવસો, મહિનાઓ અને વર્ષોથી સારી રીતે જાણકાર હતા. (ઉત્પત્તિ ૧:૧૪-૧૬; ૮:૧૩) નુહે તારીખવાર બનાવોનું જે વર્ણન કર્યું એનાથી એ જાણવા મદદ મળે છે કે એક મહિનો કેટલો લાંબો હતો. ઉત્પત્તિ ૭:૧૧, ૨૪ અને ઉત્પત્તિ ૮:૩, ૪ને એકબીજા સાથે સરખાવો તો, જાણવા મળે છે કે પાંચ મહિના બરાબર ૧૫૦ દિવસો હતા. એટલે કે બીજા મહિનાના સત્તરમા દિવસથી લઈને સાતમા મહિનાના સત્તરમા દિવસ સુધી. આનાથી સાફ જોવા મળે છે કે ત્રીસ દિવસનો એક મહિનો, અને એવા બાર મહિના એટલે એક વર્ષ, એ રીતે નુહ તારીખની નોંધ રાખતા હતા.—ઉત્પત્તિ ૮:૫-૧૩.a

તોપણ અમુકને થશે, લોકો કેવી રીતે નવસો કે એનાથી વધારે વર્ષો જીવી શકે? બાઇબલ એનો જવાબ આપે છે. બાઇબલ જણાવે છે કે ઈશ્વરે મનુષ્યને કાયમ માટે જીવવા બનાવ્યો હતો. એટલે કે મનુષ્ય કદી મરે જ નહિ. પરંતુ સૌથી પહેલો ઇન્સાન, આદમે ઈશ્વરની નજરમાં પાપ કર્યું. એટલે તેણે અમર જીવનનો આશીર્વાદ ગુમાવી દીધો. તેના સર્વ સંતાનોમાં પણ એ પાપ આવ્યું. તેઓ ઉપર મરણનો શાપ ઊતરી આવ્યો. આપણે બધાય આદમના કુટુંબમાંથી આવીએ છીએ. એટલે જ આપણે મરણ પામીએ છીએ. (ઉત્પત્તિ ૨:૧૭; ૩:૧૭-૧૯; રૂમી ૫:૧૨) હવે ધરતી પર મહાપૂર આવ્યું એ પહેલાં, લોકોએ હજી તાજો તાજો જ અમર જીવનનો આશીર્વાદ ગુમાવ્યો હતો. પણ એ આશીર્વાદની અસર હજી તેઓમાં હતી. એટલે તેઓ એટલું લાંબું જીવી શક્યા. દાખલા તરીકે, આદમની ફક્ત સાત પેઢીઓ પછી મથૂશેલાહનો જન્મ થયો હતો.—લુક ૩:૩૭, ૩૮.

પરંતુ હવે એ દિવસો દૂર નથી જ્યારે આદમથી આવેલો શાપ યહોવાહ દૂર કરશે. જેઓ પણ યહોવાહના પુત્ર, ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં શ્રદ્ધા મૂકે છે તેઓમાંથી યહોવાહ પાપનું નામ-નિશાન દૂર કરી દેશે. ‘પાપનું વેતન મરણ છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર અનંતજીવનની અમૂલ્ય ભેટ આપે છે.’ (રૂમી ૬:૨૩) હા, એ સમય આવી રહ્યો છે જ્યારે મથૂશેલાહનું ૯૬૯ વર્ષનું આયુષ્ય પણ આપણને બહુ ટૂંકું લાગશે! (g 7/07)

[Footnote]

a ઈનસાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ, ગ્રંથ ૨, પાન ૧૨૧૪ જુઓ. યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યો છે.

[Graph on page 21]

(For fully formatted text, see publication)

૧૦૦૦

મથૂશેલાહ

આદમ

શેથ

૯૦૦

૮૦૦

૭૦૦

૬૦૦

૫૦૦

૪૦૦

૩૦૦

૨૦૦

૧૦૦

આજે માણસ આશરે આટલું જીવે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો