વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g08 એપ્રિલ પાન ૨૫-૨૭
  • બધાય માર્ગ ઈશ્વર તરફ નથી જતા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બધાય માર્ગ ઈશ્વર તરફ નથી જતા
  • સજાગ બનો!—૨૦૦૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • પરમેશ્વર કઈ રીતે સાચો ધર્મ પ્રગટ કરે છે?
  • ઈસુનો સંદેશો
  • સત્ય પારખવાની રીત
  • લોકો પર સત્યની છાપ કેવી પડે છે?
  • ખ્રિસ્તીઓ આત્માથી અને સત્યથી પરમેશ્વરની ભક્તિ કરે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • તેમણે “તેઓ સાથે શાસ્ત્રવચનોમાંથી ચર્ચા કરી”
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
  • સત્યના પરમેશ્વરને પગલે ચાલો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • ઈશ્વરભક્ત યિર્મેયાહ જેવી હિંમત રાખો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૦૮
g08 એપ્રિલ પાન ૨૫-૨૭

બધાય માર્ગ ઈશ્વર તરફ નથી જતા

આજે કેટલા બધા ધર્મો છે. નિતનવા ધર્મો. આમાં સાચા ઈશ્વરને ક્યાં શોધવો? અને પરમાત્માને શું આપણે શોધવો પડે? જો એ ખરેખર આ ધરતીનો ઉત્પન્‍ન કરનાર હોય, વિશ્વનો માલિક હોય તો, શા માટે બધાયને જણાવી દેતો નથી? એ શા માટે બધાયની આંખો ખોલી દેતો નથી?

અરે તે તો એક ઝાટકે બધાયને જણાવી શકે છે. તે એક ઈશ્વર છે. જોકે તે જણાવે છે પણ તેમની રીત અનોખી છે.

પરમેશ્વર કઈ રીતે સાચો ધર્મ પ્રગટ કરે છે?

પરમેશ્વર સત્યનો સંદેશો જણાવે છે. સાચો ધર્મ પ્રગટ કરે છે. જેઓનું દિલ સાફ હોય તેઓ સાચા ઈશ્વરને ઓળખી શકે છે. (ગીતશાસ્ત્ર ૧૪:૨) એક દાખલો લઈએ. જૂના જમાનાની વાત છે. ઈસ્રાએલીઓએ પાપ કર્યું હતું. પરમેશ્વરે યિર્મેયાહ દ્વારા જણાવ્યું કે તેઓને પાપની સજા થશે. બાબેલોનના રાજાઓ યરૂશાલેમનો નાશ કરશે.—યિર્મેયાહ ૨૫:૮-૧૧; ૫૨:૧૨-૧૪.

આ એક આકરો સમય હતો. યિર્મેયાહનો સંદેશોય આકરો હતો. હનાન્યાહ પણ કહેતો કે તે પરમેશ્વરનો સંદેશ આપે છે. પણ તેનો સંદેશો યિર્મેયાહના સંદેશથી સાવ ઊંધો જ હતો. હનાન્યાહ કહેતો કે મૂંઝાવ નહિ, યરૂશાલેમને કંઈ નહિ થાય. આમાંથી માનવું કોનું? યિર્મેયાહનું કે હનાન્યાહનું?—યિર્મેયાહ ૨૩:૧૬, ૧૭; ૨૮:૧, ૨, ૧૦-૧૭.

હવે આ બેમાંથી સાચું કોણ? એ પારખવા યહુદીઓએ યહોવાહને સારી રીતે ઓળખવાના હતા, તેમના નિયમો પારખવાના હતા, કોઈ પાપ કરે તો યહોવાહને કેવું લાગે એ જાણવાનું હતું. આમ કરવાથી તેઓ જાણી શક્યા હોત કે યિર્મેયાહ જ સાચું બોલ્યા કે ‘કોઈ પણ પોતાના પાપનો પશ્ચાત્તાપ કરતો નથી.’ (યિર્મેયાહ ૮:૫-૭) યહોવાહને સારી રીતે ઓળખતા હતા, તેઓને લોકોનાં પાપો જોઈને જ ખબર પડી ગઈ હોત કે યરૂશાલેમનો નાશ થશે જ.—પુનર્નિયમ ૨૮:૧૫-૬૮; યિર્મેયાહ ૫૨:૪-૧૪.

યિર્મેયાહનો આકરો સંદેશો સાચો પડ્યો. ઈ.સ. પૂર્વે ૬૦૭માં બાબેલોનના રાજાએ યરૂશાલેમનો નાશ કર્યો.

પાપ કરવાની સજા વિષે યહોવાહે પહેલેથી જણાવ્યું હતું. લોકોએ જાણવાની જરૂર હતી કે તેઓના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે.

ઈસુનો સંદેશો

ખુદ યહોવાહે ઈસુને ધરતી પર મોકલ્યા હતા. ઈસુએ યહોવાહનો સંદેશો જાહેર કર્યો, પણ લોકોએ ન સાંભળ્યો. ઈસુએ તેઓની નજર સામે ચમત્કારો કર્યા. યહોવાહ વિષે સત્ય શીખવ્યું. તોપણ મોટે ભાગે લોકોએ ઈસુનું ન સાંભળ્યું તે ન જ સાંભળ્યું.

ફરોશીઓએ ઈસુને પૂછ્યું કે યહોવાહનું રાજ્ય ક્યારે આવશે? ઈસુએ જવાબ આપ્યો કે ‘પરમેશ્વરનું રાજ્ય નજરે જોઈ શકાય એ રીતે નથી આવતું; અને એમ નહિ કહેવામાં આવે, કે જુઓ, આ રહ્યું કે, પેલું રહ્યું! કેમ કે પરમેશ્વરનું રાજ્ય તમારી સામે છે.’ (લુક ૧૭:૨૦, ૨૧) પરમેશ્વરના રાજ્યના રાજા, ઈસુ તેઓની સામે હતા! તોપણ ફરોશીઓ એકના બે ન થયા. તેઓએ ઈસુનું ન માન્યું. તેમ જ તેમને ‘પરમેશ્વરના દીકરા’ તરીકે ન સ્વીકાર્યા.—માત્થી ૧૬:૧૬.

ઈસુ પછી તેમના શિષ્યોએ પ્રચાર કર્યો. યહોવાહે તેઓને પણ ચમત્કારો કરવાની શક્તિ આપી. પણ લોકો તેઓને સમજી શક્યા નહિ. (પ્રેરિતોનાં કૃત્યો ૮:૧-૮; ૯:૩૨-૪૧) ઈસુએ કહ્યું હતું કે ‘તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો.’ જેઓ પરમેશ્વરનાં વચનો સાંભળતા, શાસ્ત્રમાંથી યહોવાહ વિષે શીખતા તેઓ જ શિષ્ય બન્યા.—માત્થી ૨૮:૧૯; પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૨; ૧૭:૨-૪, ૩૨-૩૪.

આજે આપણા જમાનામાં પણ એવું જ છે. પરમેશ્વરના રાજ્યનો સંદેશો ‘સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારું આખા જગતમાં પ્રગટ’ થાય છે. (માત્થી ૨૪:૧૪) પણ અમુક લોકો એ સંદેશાને ‘નજરે જોઈ શકશે નહિ.’ એટલે કે દરેક લોકો સાંભળીને તરત જ નહિ કહે, આ જ સાચું છે કે આ જ સાચો ધર્મ છે. પણ સાચા દિલના લોકો જ પારખી શકશે કે આ જ સત્ય છે. તેઓ સાચા પરમેશ્વર વિષે, સાચા ધર્મ વિષે શીખશે.—યોહાન ૧૦:૪, ૨૭.

તમે આ મૅગેઝિન વાંચો છો એ બતાવે છે કે તમે પણ કદાચ સત્યની શોધમાં હશો. તમે પણ સાચા દિલના હશો. તમે કેવી રીતે પારખી શકો કે કયો ધર્મ સાચું શીખવે છે?

સત્ય પારખવાની રીત

પાઊલે બેરિયાના લોકોને સત્ય શીખવ્યું. તેઓએ સાંભળ્યું તો ખરું પણ તરત જ બધુંય માની ન લીધું. તેઓએ એક કાનેથી સાંભળીને બીજે કાનેથી કાઢી પણ ન નાખ્યું. બેરિયાના લોકોએ જે રીતે સત્ય પારખ્યું એ માટે પાઊલે તેઓની પ્રસંશા કરી. તેઓએ જે રીતે સત્ય પારખ્યું એ વિષે આપણે પણ જાણવા જેવું છે. એમાંથી આપણે પણ ઘણું શીખી શકીએ છીએ.

બાઇબલમાં લખ્યું છે કે, “બેરિયાના લોકો થેસ્સાલોનિકાના લોકોની સરખામણીમાં વધુ ખુલ્લા મનવાળા અને નવું શીખવાની આતુરતાવાળા હતા. તેઓ ઉમંગથી પાઉલ અને સિલાસનો સંદેશો સાંભળતા હતા અને તેઓ જે કહે છે તે સાચું છે કે કેમ તે તપાસવા શાસ્ત્રનો દરરોજ અભ્યાસ કરતા.” (પ્રેષિતોનાં કાર્યો ૧૭:૧૦-૧૨, IBSI) તેઓ ઉપરછલ્લો અભ્યાસ કરતા ન હતા. તેઓ એવું પણ માનતા નહિ કે પાઊલ સાથે એક-બે વખત વાત કરીશું તો બધુંય સમજાય જશે.

બેરિયાના લોકો ‘ખુલ્લા મનવાળા હતા અને તેઓને નવું શીખવાની આતુરતા હતી,’ ઉમંગ હતો. આ બતાવે છે કે તેઓ ભોળિયા ન હતા કે હામાં હા ને નામાં ના માની લે. તેમ જ, જે શીખતા એમાં ખોટી દલીલ કરવાની પણ તેઓને ટેવ ન હતી.

બેરિયાના લોકોએ પહેલી વખત સત્યનો સંદેશો સાંભળ્યો. તેઓએ એમ ન કહ્યું કે અરે જવા દો, આવું તો કંઈ બનતું હશે! તેઓએ શાસ્ત્રવચનો તપાસ્યાં. શાસ્ત્રમાંથી જોયું કે પાઊલ જે શીખવે છે એ સાચું છે કે કેમ. પછી તેઓ સત્ય પારખી શક્યા અને સાચા પરમેશ્વર યહોવાહની ભક્તિ કરવા લાગ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૪, ૧૨) તેઓએ હાથ પણ ન ધોઈ નાખ્યા કે “જવા દો સત્ય કંઈ થોડું મળતું હશે.” પણ તેઓ સાચો ધર્મ પારખી શક્યા અને અપનાવી શક્યા.

લોકો પર સત્યની છાપ કેવી પડે છે?

સાચો ધર્મ પારખીને, સત્ય પારખીને બીજાને એના વિષે કહ્યા વગર રહેવાતું નથી. ઘણાય તો એમ માને કે આપણે મન તો બધાય ધર્મ સરખા. પણ એ વાત ખોટી છે. બાઇબલમાંથી સત્ય પારખ્યા પછી તો આપણી શ્રદ્ધા અખંડ રહે છે. અડગ રહે છે. પછી ક્યારેય એવો વિચાર નથી આવતો કે કદાચ બીજા ધર્મોય સાચા હશે. બાઇબલમાંથી સત્ય શીખવું હોય તો મહેનત કરવી પડે. બાઇબલમાંથી તપાસ કરવી પડે. એના એકોએક પાનાં ઉથલાવવાં પડે.

યહોવાહના સેવકોએ સત્ય પારખ્યું છે. તેઓ જે શીખવે છે એ સાચો ધર્મ છે. તેઓ તમને પણ બાઇબલમાંથી સત્ય શીખવવા ચાહે છે. ઈસુના જમાનાના શિષ્યો શું શીખવતા હતા એની ચર્ચા આ લેખનું બૉક્સ કરે છે.

તમે પણ યહોવાહના સેવકો સાથે બાઇબલ વિષે શીખી શકો અને સત્ય પારખી શકો. (g08 03)

[Picture on page 27]

સાચો ધર્મ પારખો

પહેલી સદીમાં સાચો ધર્મ - સાચા ખ્રિસ્તીઓ:

▪ તેઓ બાઇબલના માર્ગદર્શન પ્રમાણે ચાલતા.—૨ તીમોથી ૩:૧૬; ૨ પીતર ૧:૨૧.

▪ તેઓએ શીખવ્યું કે ઈસુ ભગવાન નથી. ભગવાન તો યહોવાહ છે.—૧ કોરીંથી ૧૧:૩; ૧ પીતર ૧:૩.

▪ તેઓએ શીખવ્યું કે મરી ગએલા લોકોને પરમેશ્વર યહોવાહ પાછા આ ધરતી પર જીવતા કરશે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.

▪ બધાય લોકો જોઈ શકતા કે તેઓ એકબીજાને સાચો પ્રેમ કરે છે.—યોહાન ૧૩:૩૪, ૩૫.

▪ તેઓ મન ફાવે એ રીતે યહોવાહને ભજતા ન હતા. પણ યહોવાહે મંડળની ગોઠવણ કરી હતી એમાં તેઓ યહોવાહને ભજતા. તેઓના મંડળમાં વડીલો હતા જે બધાયનું પાલન કરતા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૧-૨૩; ૧૫:૧-૩૧; એફેસી ૧:૨૨; ૧ તીમોથી ૩:૧-૧૩.

▪ તેઓ પરમેશ્વરના રાજ્યનો દિલથી પ્રચાર કરતા હતા.—માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦; પ્રેરિતોનાં કૃત્યો ૧:૮.

[Picture on page 25]

લોકો કેવી રીતે પારખી શકત કે યિર્મેયાહ સાચું કહે છે કે નહિ?

[Picture on page 26, 27]

બેરિયાના લોકોએ પાઊલની વાત સાંભળી. પણ બાઇબલ વાંચીને સત્ય પારખી શક્યા, કે પાઊલ કહે છે એ જ સાચું છે

[Picture on page 26, 27]

બાઇબલ વાંચવાથી આપણે પણ સત્ય પારખી શકીશું

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો