વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g09 જુલાઈ પાન ૪-૮
  • ‘ઉફ્‌! ક્યારે બધું પતાવીશ?’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘ઉફ્‌! ક્યારે બધું પતાવીશ?’
  • સજાગ બનો!—૨૦૦૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • ‘હોમવર્ક ખૂટતું જ નથી!’
  • વધુ પડતી ઍક્ટિવિટી
  • પૈસાની ખોટી દોડ
  • સ્કૂલનું લેસન કરવા હું ક્યાંથી સમય કાઢું?
    સજાગ બનો!—૨૦૦૪
  • આ ટેન્શનનું હું શું કરું?
    સજાગ બનો!—૨૦૦૮
  • હું મારા માકર્સ કઈ રીતે સુધારી શકું?
    પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • સ્ટ્રેસ! ઓછું કરવા તમે શું કરી શકો?
    સજાગ બનો!—૨૦૧૦
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૦૯
g09 જુલાઈ પાન ૪-૮

‘ઉફ્‌! ક્યારે બધું પતાવીશ?’

ઑલિમ્પિકમાં વેઈટ-લિફ્ટિંગ કરનારા દરરોજ પોતાનો રેકોર્ડ તોડતા નથી. તેઓથી ઊંચકી શકાય એ પ્રમાણે કસરત કરે છે. પછી ધીમે ધીમે એમાં વધારો કરે છે. આમ તેઓ વધારે વજન ઊંચકવા તૈયાર થાય છે. પણ જો તેઓ એકસાથે વધારે વજન ઉપાડવાનો પ્રયત્ન કરે તો, તેઓને જ નુકસાન થાય. છેવટે તેઓની કૅરિયર પર પાણી ફરી વળે.

એ જ રીતે સ્ટુડન્ટ પણ રોજ સ્કૂલે સખત મહેનત કરે છે. કોઈ અઘરો વિષય હોય કે એક્ઝામ આવે તેમ વધારે ને વધારે મહેનત કરે છે.a પણ રોજ તમે હદ ઉપરાંત લેશન કર્યા કરો તો શું થશે? કદાચ તમને ખાવા કે આરામ કરવાનો ટાઇમ પણ ન મળે. એવા દબાણમાં રહેતા હોય તો બીમાર પડી જવાય. શું તમને અત્યારે એવું લાગે છે?b

‘હોમવર્ક ખૂટતું જ નથી!’

પંદર વર્ષની હિરીકોc જાપાનમાં રહે છે. તે કહે છે, ‘મારા માર્ક્સ સારા આવવાથી વધારેને વધારે હોમવર્ક મળે છે. દિવસે દિવસે એ મુશ્કેલ બનતું જાય છે. મારે બીજું ઘણું કરવું છે, પણ હોમવર્ક પૂરું કરતા જ દમ નીકળી જાય છે.’ ૧૪ વર્ષની સ્વેતલાના રશિયામાં રહે છે. તે પણ કહે છે: “દર વર્ષે મારા સબ્જેક્ટ વધતા જાય છે. ટીચર વધારે ને વધારે હોમવર્ક આપે છે. બધા જ ટીચરને પોતાનો વિષય મહત્ત્વનો લાગે છે. બેલેન્સ રાખવું અઘરું છે. હોમવર્ક પૂરું કરવું બહુ મુશ્કેલ છે.”

ટીચર કેમ સ્ટુડન્ટને ઢગલાબંધ હોમવર્ક આપે છે? બ્રાઝિલમાં રહેતો ૧૮ વર્ષનો ગિલબર્ટો કહે છે: “બધા ટીચરનું કહેવું છે કે દુનિયામાં કંઈક બનવા મહેનત તો કરવી જ પડે.” અમુક રીતે એ સાચું છે, પણ વધારે પડતા હોમવર્કથી પતી જવાય. જોકે, તમે એ દબાણમાંથી અમુક રાહત પામી શકો. કઈ રીતે? હોમવર્ક કરવામાં મઝા માણો. એ પૂરું કરવા પ્રૅક્ટિકલ બનો.

વધારે હોમવર્ક એક જાતની ટ્રેનિંગ છે. એનાથી તમે જવાબદાર વ્યક્તિ બનશો. કદાચ તમને થશે કે રાતદિવસ હોમવર્કમાંથી જ ઊંચા નથી આવતા. પણ ભૂલશો નહિ કે સ્કૂલ આખી જિંદગી ચાલતી નથી. તમે જોબ કરવા લાગશો ત્યારે તમને થશે કે ‘સારું થયું હું મન લગાડીને ભણ્યો.’ આમ તમે “પોતાની મહેનતનાં ફળ” ચાખશો.—તત્ત્વદર્શી [સભાશિક્ષક] ૨:૨૪, સંપૂર્ણ.

હોમવર્કનું સ્ટ્રેસ ઓછું કરવા સારી રીતે પ્લાનીંગ કરતા શીખો. સારી રીતે ટાઇમ વાપરતા શીખો. (“ટેન્શન ઘટાડવાની રીતો” બૉક્સ જુઓ.) જો તમે સમયસર અને બરાબર હોમવર્ક કરતા રહેશો, તો કદાચ ટીચરને તમારા પર ભરોસો આવશે. તે તમને મદદ કરવા તૈયાર થશે. પછી કદાચ કોઈ કારણથી હોમવર્ક પૂરું ન થાય અને ટીચરને કહેવું પડે તો, તેઓ વધારે કડક નહિ બને. ઈશ્વરના એક ભક્ત દાનીયેલનો વિચાર કરો. ‘તે વિશ્વાસુ હતા, ને તેમનામાં કંઈ વાંક કે ગુનો માલૂમ પડ્યો નહિ.” દાનીયેલ પોતાની જવાબદારી સારી રીતે ઉપાડતા હોવાથી રાજાને તેમના પર ભરોસો વધ્યો અને માન વધ્યું. (દાનીયેલ ૬:૪) જો તમે પણ દાનીયેલ જેવા બનશો તો, બની શકે કે અમુક સમયે ટીચર તમને ઓછું દબાણ કરે.

ખરું કે તમે ક્લાસમાં ધ્યાન આપો, હોમવર્ક અને પ્રોજેક્ટ સમયસર પૂરા કરો તોપણ તમને અમુક ટેન્શન તો રહેવાનું જ. શા માટે? કારણ કે તમને શીખીને આગળ વધવાની હોંશ છે.

આવું થોડું દબાણ તો પોતાના લાભ માટે છે. પણ એવું કયું ટેન્શન છે, જેનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ?

વધુ પડતી ઍક્ટિવિટી

કલ્પના કરો કે કોઈ વ્યક્તિ કાર એકદમ ફાસ્ટ ચલાવે છે. ટ્રાફિક લાઇટ પાસે ચીચવાટા કરતી કાર ઊભી રાખે છે. લાઇટ બદલાય તેમ ચીચવાટા કરતી કાર ઉપાડી મૂકે છે. જો કોઈ આ રીતે કાર ચલાવ્યા કરે તો કારનું શું થશે? જલદી જ પતી જશે. એનાથી વધારે ખરાબ તો એક્સિડન્ટ થવાના ચાન્સ છે!

એ જ રીતે ઘણા સ્ટુડન્ટ સ્કૂલ પહેલાં અને પછી એટલી બધી ઍક્ટિવિટી કરે છે કે થાકીને લોથપોથ થઈ જાય છે. ડુઈંગ સ્કૂલ બુકની રાઇટર ડીનીઝ ક્લાર્ક પોપે અમુક સ્ટુડન્ટ વિષે આમ લખ્યું: “માબાપ ઊઠે એના અમુક કલાક પહેલાં સ્ટુડન્ટ ઊઠી જાય છે. તેઓ માબાપ કરતાં પણ મોડા ઊંઘે છે. સ્કૂલ સિવાય તેઓ ફૂટબોલ રમે. ડાન્સની પ્રેક્ટિસ કરે અને સ્ટુડન્ટ કાઉન્સલની મિટિંગમાં જાય. અરે, અમુક પાર્ટ-ટાઇમ જોબ પણ કરે. એ ઉપરાંત હોમવર્ક કરે!”

સ્ટુડન્ટ્‌સ દરરોજ આ રીતે બીઝી હોય તો તેઓ જલદી થાકી જશે. એવા વધારે પડતા ટેન્શનને લીધે તેઓને માથું અને પેટ દુઃખે છે. કાયમ થાકેલા હોવાથી જલદી બીમાર પડે છે. તેમ જ, સાજા થવામાં ઘણો ટાઇમ લાગે છે. શું તમને પણ આવું થાય છે?

અમુક સિદ્ધિઓ હાંસલ કરવી ખોટી નથી. પણ હદ ઉપરાંત કરતા રહો તો, તમે લાંબું નહિ ટકો. દરેકની લિમિટ હોય છે. બાઇબલ કહે છે: “તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે.” (ફિલિપી ૪:૫) સહનશીલ વ્યક્તિ વાજબી, સમજદાર હોય છે. પોતાની લિમિટ જાણે છે. સમજી-વિચારીને નિર્ણય લે છે. તે કોઈનું કે પોતાનું બૂરું કરતી નથી. દુનિયાના પુષ્કળ દબાણમાં આવા ગુણ કેળવશો તો પોતાનું જ ભલું થશે. અમુક ઍક્ટિવિટી મહત્ત્વની ન હોય તો એને પડતી મૂકી શકો. આમ વાજબી રહેવાથી તમે તંદુરસ્ત રહેશો.

પૈસાની ખોટી દોડ

અમુક યુવાનો માને છે કે વાજબી બનીએ તો સપના સાકાર નહિ થાય. હાઈ-ફાઈ જોબ અને ઢગલો પૈસા ન હોય તો જીવન શું કામનું? ડીનીઝ પોપ એવા વિચાર કરતા અમુક યુવાનોને મળી. તેણે કહ્યું: “તેઓ ચાહે છે કે વધારે ઊંઘવા મળે તો તબિયત ફાઇન રહે. પણ સ્કૂલ, ફેમીલી અને જોબને લીધે તેઓનું શેડ્યુલ બહુ જ ટાઇટ હોય છે. તેઓ ચાહે છે કે ફ્રેન્ડ્‌ઝ સાથે વધારે ટાઈમ પાસ કરે. મન ગમતી ઍક્ટિવિટી કરે. અથવા અમુક દિવસ આરામ કરે. પણ એવું કરે તો સારા માર્ક્સ નહિ આવે. એટલે તેઓ આ બધું જતું કરે છે જેથી આવતા દિવસો સુખના હોય.”

આવું વિચારતા યુવાનોએ ઈસુની આ સલાહ ધ્યાનમાં લેવી જોઈએ: ‘જો માણસ આખું જગત મેળવે, ને પોતાનું જીવન ગુમાવે, તો તેને શો લાભ થશે? અથવા માણસ પોતાના જીવને બદલે શું આપશે?’ (માત્થી ૧૬:૨૬) ઈસુએ કહ્યું કે એવા સપના ન જોઈએ જેનાથી તમારી તબિયત બગડે. ઊંઘ ઊડી જાય. ભગવાન માટે પણ કોઈ ટાઇમ ન રહે.

ધ પ્રાઈઝ ઑફ પ્રિવલેજ પુસ્તક લખનાર સાઇકોલૉજિસ્ટ મેડલીન લવાયને કહ્યું: “ધનદોલત, એજ્યુકેશન અને મોટું નામ વ્યક્તિને ડિપ્રેશન કે નિરાશાથી બચાવતું નથી.” ડીનીઝ પોપે કહ્યું: ‘ઘણાં યુવાનો અને માબાપ સફળતાનો ખોટો અર્થ સમજે છે. તેઓએ એવી બાબતોમાં લાગુ રહેવું જોઈએ જેથી તેઓની તબિયત હાઈ-ક્લાસ રહે. ભગવાન માટે ટાઇમ હોય.’

જીવનમાં પૈસા જ બધું નથી. બીજી ઘણી બાબતો મહત્ત્વની છે. જેમ કે, સારી તંદુરસ્તી, મનની શાંતિ, ઈશ્વર સાથેનો નાતો. એ તો ઈશ્વરે આપેલી અનમોલ ભેટ છે. નામ અને પૈસો કમાવા પાછળ લાગ્યા હોઈશું, તો એ ભેટ ગુમાવી બેસીશું. એ પાછી મેળવવી સહેલી નથી. એ કારણથી ઈસુએ આમ કહ્યું: “જેઓ ઈશ્વર સાથે નાતો બાંધવા તરસે છે, તેઓને ધન્ય છે.” તેઓને ઈશ્વરના આશીર્વાદ મળશે.—માત્થી ૫:૩, NW.

ઘણા યુવાનો એ સલાહ સ્વીકારે છે. સ્કૂલમાં તેઓ બનતું બધું જ કરે છે. તોપણ તેઓ જાણે છે કે હાયર એજ્યુકેશન કે ધનદોલત સુખ આપી શકતા નથી. એની પાછળ પડવાથી ટેન્શન વધે છે. તેઓ જાણે છે કે ‘ઈશ્વર સાથે નાતો બાંધવાથી’ ખરું સુખ મળે છે. આ મૅગેઝિનના પબ્લિશર કે યહોવાહના સાક્ષીઓ તમને સમજાવશે કે ઈશ્વરને ભજવાથી ખરું સુખ કઈ રીતે મળી શકે. (g09 04)

[ફુટનોટ્‌સ]

a જેઓનું રિઝલ્ટ બહુ સારું નથી અને જેઓ બહુ મહેનત કરતા નથી, તેઓ આ લેખ જુએ: “યુવાન લોકો પૂછે છે . . . શું હું શાળામાં વધુ સારું કરી શકું?” સજાગ બનો! એપ્રિલ ૮, ૧૯૯૮ પાન ૧૫-૧૭.

b વધુ માહિતી માટે આ લેખ જુઓ: “યુવાન લોકો પૂછે છે . . . આટલા બધા ઘરકામ માટે હું શું કરી શકું?” સજાગ બનો! જુલાઈ ૮, ૧૯૯૩ પાન ૧૩-૧૫.

c અમુક નામો બદલ્યાં છે.

[પાન ૬ પર બ્લર્બ]

હદ ઉપરાંત કરતા રહો તો, તમે લાંબું નહિ ટકો. દરેકની લિમિટ હોય છે

[પાન ૮ પર બ્લર્બ]

ઈશ્વર વિષે શીખવું એ જ બેસ્ટ એજ્યુકેશન છે

[પાન ૫ પર બોક્સ/ચિત્ર]

ટેન્શન ઘટાડવાની રીતો

❑ શું તમે અમુક વિગતો શોધવા પેપર અને નોટબુકમાં ફાંફાં મારો છો? એવું હોય તો માહિતીને સારી રીતે રાખતા શીખવું જોઈએ. એ શીખવા બીજાઓને પૂછી શકાય.

❑ આજનું હોમવર્ક કાલ પર ન રાખો. પણ એને વહેલું કરવાનો પ્રયત્ન કરો. એનાથી સંતોષ થશે. ટેન્શન નહિ રહે. હોમવર્ક પૂરું કરવાની હોંશ જાગશે.

❑ ક્લાસમાં તમારું મન બીજે ક્યાંક ભટકે છે? એમ હોય તો એક મહિનો આમ કરો: ક્લાસમાં ધ્યાન આપીને સાંભળો. સારી નોટ્‌સ લખો. એમ કરવાથી હોમવર્ક કરવું સહેલું બનશે. તમારું ટેન્શન ઓછું થઈ જશે.

❑ શું તમે કોઈ એડવાન્સ ક્લાસ કરો છો, જેમાં વધારે લેશન કરવું પડે? તમને એવા ક્લાસની જરૂર છે? કદાચ ગ્રેજ્યુએટ થવા તમને એવા ક્લાસની જરૂર પણ ન હોય. તમારા મમ્મી-પપ્પા સાથે એ વિષે વાત કરો. એજ્યુકેશનને બેલેન્સથી જોતા હોય તેઓ સાથે વાત કરો.

[પાન ૫ પર બોક્સ]

પૈસા વિષે ગેરસમજ

‘ધનવાન માને છે કે તેની સંપત્તિ તેના માટે રક્ષણ અને સલામતીનો ઊંચો કોટ છે. એ માત્ર સ્વપ્ન જ છે!’ (નીતિવચનો ૧૮:૧૧, IBSI) પહેલાંના જમાનામાં દુશ્મનથી રક્ષણ પામવા લોકો શહેર ફરતે ઊંચો કોટ બાંધતા. પણ હવે વિચારો કે તમે એવા શહેરમાં રહો છો જ્યાં કોટ નથી. પણ તમારી કલ્પનામાં કોટ છે. એવી કલ્પનાથી તમને કેટલું રક્ષણ મળશે?

પૈસા પાછળ પડે છે, તેઓ જાણે કે કોટની કલ્પના કરે છે. હકીકતમાં તેઓને નિરાશા સિવાય બીજું કશું હાથ નહિ આવે. માબાપ, તમારા બાળકને પૈસાના દાસ બનવાથી રોકો. પૈસાથી તેઓને કોટની જેમ રક્ષણ મળશે નહિ.

નીચે આપેલી સલાહ દ્વારા તમારા દીકરા-દીકરીને મદદ કરો:

◼ પુષ્કળ ધનદોલતથી મુશ્કેલીઓ વધે છે. “ધનવાનની સંપત્તિ તેને ઊંઘવા દેતી નથી.”—સભાશિક્ષક ૫:૧૨, કોમન લેંગ્વેજ; ૧ તીમોથી ૬:૯, ૧૦.

◼ સારું પ્લાનીંગ કરીશું તો સુખી થવા બહુ પૈસા નહિ જોઈએ. મહેનતુ કે “ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે.”—નીતિવચનો ૨૧:૫; લુક ૧૪:૨૮.

◼ થોડી આવકથી પણ સંતોષથી જીવી શકાય છે. ‘મને ન તો ગરીબી આપો કે ન તો અપાર ધનદોલત આપો.’—સુભાષિતસંગ્રહ [નીતિવચનો] ૩૦:૮, કોમન લેંગ્વેજ.d

[ફુટનોટ્‌સ]

d પૈસાના દાસ ન બનવા સજાગ બનો! ઑક્ટોબર ૮, ૧૯૯૭, પાન ૧૨-૧૪ પરનો લેખ જુઓ.

[પાન ૭ પર ચિત્ર]

હોમવર્ક કરવામાં મઝા માણો, એ એક જાતની ટ્રેનિંગ છે

[પાન ૭ પર ચિત્ર]

વધારે પડતી ઍક્ટિવિટી કરવાથી તમે લોથપોથ થઈ જશો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો