વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૧/૧૦ પાન ૩
  • પહેલી રીત મહત્ત્વનું શું એ પારખો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પહેલી રીત મહત્ત્વનું શું એ પારખો
  • સજાગ બનો!—૨૦૧૦
  • સરખી માહિતી
  • છઠ્ઠી રીત માફી આપો
    સજાગ બનો!—૨૦૧૦
  • ફોનની અસર લગ્‍નજીવન પર?
    સજાગ બનો!—૨૦૨૧
  • સમાધાન કઈ રીતે કરવું
    સજાગ બનો!—૨૦૧૫
  • બીજી રીત વચન પાળો
    સજાગ બનો!—૨૦૧૦
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૦
g ૧/૧૦ પાન ૩

પહેલી રીત મહત્ત્વનું શું એ પારખો

‘જે મહત્ત્વનું છે તે પારખી લો.’—ફિલિપી ૧:૧૦.

આનો અર્થ શું થાય. સુખી લગ્‍ન સંસાર એને કહેવાય, જેમાં પતિ-પત્ની સ્વાર્થી ન હોય. પોતાના લગ્‍નસાથીનો પહેલા વિચાર કરે. પોતાની ચીજ-વસ્તુઓ, નોકરી, મિત્રો, સગાં-વહાલાં કે પોતાનો પછી વિચાર કરે. પતિ-પત્ની એકબીજા સાથે, પોતાનાં બાળકો સાથે વધારે ટાઇમ પસાર કરે. કુટુંબના ભલા માટે પતિ-પત્ની કંઈ પણ જતું કરવા તૈયાર હોય.—ફિલિપી ૨:૪.

એ કેમ મહત્ત્વનું છે. ઈશ્વરની નજરમાં કુટુંબ બહુ જ કીમતી છે. ઈશ્વરભક્ત પાઊલે લખ્યું કે જે પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, “તે તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.” (૧ તીમોથી ૫:૮) કોઈ વ્યક્તિ શરૂ શરૂમાં કુટુંબની બધી રીતે સંભાળ રાખે, પણ સમય જતાં બીજી બાબતો મહત્ત્વની બની જઈ શકે. કુટુંબોને મદદ કરતા એક જાણીતા સલાહકારે એક પરિષદ ગોઠવી હતી. એમાં તેમને જોવા મળ્યું કે મોટા ભાગના લોકોને કુટુંબથી વધારે નોકરીધંધાની ચિંતા હતી. સલાહકાર કહે છે કે ‘કુટુંબને ચપટી વગાડતા સુખી કરી શકે એવો કોઈ ઇલાજ તેઓને જોઈતો હતો. એમ કરીને તેઓ પોતાના કામધંધામાં વધારે સમય આપવા માગતા હતા.’ આ શું બતાવે છે? એ જ કે ‘કુટુંબ પહેલું,’ એમ કહેવું સહેલું છે પણ એ પ્રમાણે કરવું સહેલું નથી!

આમ કરી જુઓ. જીવનમાં શું વધારે મહત્ત્વનું છે એ જોવા નીચેના સવાલોના જવાબ આપો:

◼ મારા લગ્‍નસાથી કે બાળકને વાત કરવી હોય ત્યારે હું તેઓ માટે સમય કાઢું છું?

◼ બીજાઓને મારી પ્રવૃત્તિઓ વિષે વાત કરું ત્યારે જણાવું છું કે કુટુંબ સાથે પણ હું શું કરું છું?

◼ નોકરી પર કે બીજે ક્યાંય હું વધારાની જવાબદારી લેવાની ના પાડું છું, જે મારા કુટુંબનો સમય ચોરી લે?

જો તમારા જવાબ હા હોય, તો તમને લાગશે કે ‘હું કુટુંબને જીવનમાં પહેલું રાખું છું.’ પણ એના વિષે તમારા લગ્‍નસાથી અને બાળકોનું શું કહેવું છે? તમે જે માનો છો એ ખરું ન પણ હોય. એ જ હકીકત કુટુંબને સુખી બનાવતા બીજાં પાસાઓમાં પણ લાગુ પડે છે. એની ચર્ચા હવે પછીના લેખોમાં થશે.

આટલું જરૂર કરો. એક-બે એવી રીતનો વિચાર કરો, જેનાથી તમે બતાવી શકો કે કુટુંબ તમારા માટે વધારે મહત્ત્વનું છે. (જેમ કે, કુટુંબ સાથેનો તમારો સમય ખાઈ જતી બાબતોમાં કાપ મૂકવાનું વિચારો.)

તમે જે નિર્ણય લો એ કુટુંબને જણાવો. તમે આવો સુધારો કરશો તો, કુટુંબમાં બીજાઓને પણ એવું કરવાનું મન થશે. (g09 10)

[પાન ૩ પર ચિત્ર]

પોતાના લગ્‍નસાથી અને બાળકોને પહેલા રાખે એ ખરો વિજેતા!

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો