વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૭/૧૧ પાન ૨૦-૨૨
  • હું કોની સાથે ભળી શકું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હું કોની સાથે ભળી શકું?
  • સજાગ બનો!—૨૦૧૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • નડતર ૧: અલગ થવું
  • નડતર ૨: મિત્ર બનાવવા આતુર
  • પહેલ કરો
  • હું જ કેમ એકલો રહી જાઉં છું?
    સજાગ બનો!—૨૦૦૭
  • શું મિત્રો મને ખોટા રસ્તે લઈ જાય છે?
    સજાગ બનો!—૨૦૦૯
  • શું અમે ફક્ત મિત્રો છીએ કે હું તેના તરફ આકર્ષાઉં છું? ભાગ ૨
    સજાગ બનો!—૨૦૧૨
  • ઈશ્વર વિષે વાત કરતા હું કેમ ડરું છું?
    સજાગ બનો!—૨૦૦૯
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૧
g ૭/૧૧ પાન ૨૦-૨૨

યુવાનો પૂછે છે

હું કોની સાથે ભળી શકું?

“હું ૨૧ વર્ષની છું. અહીં મારી ઉંમરનું ખાસ કોઈ નથી. તેથી મારે મારાથી નાની ઉંમરના યુવાનો અથવા તો યુગલો સાથે ફરવું પડે છે. નાનાઓને પરીક્ષાનું ટેન્શન હોય છે. જ્યારે કે યુગલોને ઘર-કુટુંબની ચિંતા હોય છે. મને તો એવી કોઈ ચિંતાઓ નથી. કાશ મારા જેવું કોઈ હોય તો કેટલું સારું!”—કાર્મેનa

નાની-મોટી દરેક વ્યક્તિ બીજાઓ સાથે ભળવા ઇચ્છે છે. કદાચ તમે પણ એવું જ ઇચ્છતા હશો. જો તમે એકલા પડી જાવ અથવા જાણે તમે ત્યાં છો જ નહિ એવી અવગણના કરવામાં આવે, તો ખૂબ દુઃખ થાય છે. આવું જ કંઈ ૧૫ વર્ષની માઇકેલા પોતા વિષે કહે છે.

જો તમે યહોવાહના ભક્ત હોવ, તો ‘મંડળના’ ભાઈ-બહેનો સાથે ભળી શકો. (૧ પીતર ૨:૧૭) તોપણ કેટલીક વાર એકલા પડી ગયા હોય એવું લાગે. ૨૦ વર્ષની હેલેના યાદ કરતા કહે છે, “મિટિંગ પછી ઘરે જતી વખતે, કારની પાછલી સીટ પર હું રડતી. હું બીજાઓ સાથે ભળવાનો જેટલો પ્રયત્ન કરું એટલી વધારે નિરાશ થતી.”

જો તમને લાગે કે પોતે બીજાઓ સાથે ભળી શકતા નથી, તો શું કરશો? એનો જવાબ આપતા પહેલાં બે બાબતો જોઈએ. (૧) કેવા લોકો સાથે તમને ભળવું અઘરું લાગે છે? (૨) તેઓની સાથે હોવ ત્યારે તમે કઈ રીતે વર્તો છો?

જે ગ્રુપમાં ભળવું અઘરું લાગે એની સામે ✔ કરો.

૧. ઉંમર

❑ સરખી ઉંમરના ❑ તમારાથી મોટા યુવાનો ❑ મોટા લોકો

૨. કાબેલિયત

જેઓ

❑ ખેલાડી હોય ❑ પ્રતિભાશાળી હોય ❑ હોશિયાર હોય

૩. સ્વભાવ

જેઓ

❑ આત્મવિશ્વાસુ હોય ❑ જાણીતા હોય ❑ ફ્રેન્ડ-સર્કલમાં જ હોય

ઉપર જણાવેલી વ્યક્તિઓ સાથે તમે હોવ ત્યારે કેવું લાગે છે એ વિષે નીચેના મુદ્દામાં ✔ કરો.

❑ તેમના જેવો જ રસ કે આવડત છે એવો દેખાડો કરું છું.

❑ તેમની વાત ઉડાવીને મારી જ વાત કરું છું.

❑ ચૂપ રહું અને ત્યાંથી છટકવા તકની રાહ જોઉં છું.

હવે તમને ખ્યાલ આવ્યો કે કેવા ગ્રૂપના લોકો સાથે ભળવામાં તકલીફ પડે છે અને તમે ત્યારે શું કરો છો. આપણે જોઈશું કે તમે કેવી રીતે બીજાઓ સાથે ભળી શકો. પણ એ પહેલાં જોઈએ કે કેવી બાબતોથી લોકો સાથે હળવા-મળવામાં અડચણ આવે છે, જે તમારે ટાળવી જોઈએ.

નડતર ૧: અલગ થવું

તકલીફ. તમે એવા લોકો સાથે હોવ જેઓનો રસ કે આવડત તમારાથી જુદા હોય તો, તમને ભળવું અઘરું લાગે. ખાસ કરીને જો તમે શરમાળ હોવ. ૧૮ વર્ષની અનિતા કહે છે, “મને ડર રહે છે કે હું કંઈ ખોટું બોલી બેસીશ. એટલે હું વાતચીત કરતા અચકાવું છું.”

બાઇબલ કહે છે. ‘એકલો માણસ ફક્ત પોતાની ઇચ્છાઓ વિષે જ વિચારે છે અને બધી સારી સલાહને નકારે છે.’ (નીતિવચનો ૧૮:૧, ઈઝી ટુ રીડ વર્ઝન) જો તમે બીજા સાથે હળશો-મળશો નહિ, તો એકલતાના ચક્રમાં ફસાઈ જશો. જેમ કે, તમે પોતાને બીજાઓથી અલગ પાડી દો છો ત્યારે, એકલતા અનુભવો છો. એનાથી તમે માનવા લાગો છો કે તમે કદી બીજાઓ સાથે ભળી નહિ શકો. એટલે લોકોથી દૂર રહો છો. એમાંથી બહાર આવવા તમે કંઈ કરો નહિ ત્યાં સુધી, એકલતાના ચક્રમાં ફસાયેલા જ રહેશો.

“લોકો કંઈ તમારા મનની વાત વાંચી શકતા નથી. તમે ન બોલો તો બીજાઓ તમારા મનનમાં વિચારો જાણી શકવાના નથી. જો પોતાના વિચારો કોઈને જણાવશો નહિ, તો કોઈની સાથે દોસ્તી બાંધી નહિ શકો. દોસ્તી કરવા તમારે પોતે પહેલ કરવી પડશે. બીજાઓ સામેથી આવીને તમારી સાથે વાત કરે એવી આશા રાખવી વાજબી નથી. મિત્ર બનાવવા વિચારોની આપ-લે થવી જરૂરી છે.”—૧૯ વર્ષની મેલિન્ડા.

નડતર ૨: મિત્ર બનાવવા આતુર

તકલીફ. કેટલાકને લાગે છે કે મિત્ર ન હોવા કરતાં ગમે એવો મિત્ર સારો. એટલે તેઓ મિત્ર બનાવવા એટલા આતુર હોય કે ખોટી સંગતમાં ફસાઈ જાય છે. ૧૫ વર્ષની રૈના કહે છે કે “હું સ્કૂલના સૌથી જાણીતા ગ્રુપમાં ન હોવાથી ઉદાસ થતી. તેઓના ગ્રુપમાં જોડાવવા કોઈ પણ મુશ્કેલી સહેવા તૈયાર હતી.”

બાઇબલ કહે છે. “જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.” (નીતિવચનો ૧૩:૨૦) આ કલમમાં “મૂર્ખ”નો અર્થ કંઈ બેવકૂફ થતો નથી. એ સૌથી હોશિયાર વિદ્યાર્થીને પણ લાગુ પડી શકે. પણ જેને બાઇબલ સિદ્ધાંતો માટે માન નથી તે ઈશ્વરની નજરે મૂર્ખ છે. તેઓ સાથે ભળવા કાચીંડાની જેમ રંગ બદલશો તો તમને જ નુકસાન થશે.—૧ કોરીંથી ૧૫:૩૩.

“બધાની સોબત કંઈ સારી હોતી નથી. તમે એવા ફ્રેન્ડ નથી ચાહતા જેઓ તમને તેઓની સાથે રહેવા બદલાવાની જરૂર છે એવો અહેસાસ કરાવે. પણ એવા ફ્રેન્ડ જોઈએ જે તમને ચાહે અને હંમેશા તમારી પડખે ઊભા હોય.”—૨૧ વર્ષની પૉલા.

પહેલ કરો

કોઈ તમારી પાસે આવીને પોતાના ગ્રુપમાં આવવાનું આમંત્રણ આપે એવી રાહ ન જુઓ. ૨૧ વર્ષની જૅના કહે છે, “બીજાઓ આપણી પાસે આવીને મળે એવી અપેક્ષા ન રાખવી જોઈએ. પણ આપણે તેઓને મળવું જોઈએ.” એમ કરવા નીચેના બે સૂચનો મદદ કરશે.

પોતાની ઉંમરના જ મિત્રો ન શોધો. બાઇબલમાં જણાવેલા યોનાથાન અને દાઊદ વચ્ચે ત્રીસેક વર્ષનો ફરક હતો. તોપણ તેઓ ગાઢ “મિત્ર” બન્યા.b (૧ શમૂએલ ૧૮:૧, ઈઝી ટુ રીડ વર્ઝન) આમાંથી શું શીખવા મળે છે? એ જ કે મોટાઓ સાથે પણ ભળી શકાય! જો તમે સરખી ઉંમરવાળી વ્યક્તિઓના જ ગ્રુપમાં રહેવાની આશા રાખો અને પછી ફરિયાદ કરો કે મિત્રો મળતા નથી તો શું એ વાજબી કહેવાય? એ તો એના જેવું છે કે જાણે તમે વેરાન ટાપુ પર ભૂખે મરી રહ્યા છો, જ્યારે કે એની ચારે બાજુ પાણીમાં ખાવા માટે પુષ્કળ માછલીઓ છે. એ જ રીતે, તમારી આજુ બાજુ અનેક સારા લોકો છે જેઓ સાથે તમે ભળી શકો. પણ એ માટે તમારે પોતાની ઉંમર સિવાયના બીજા લોકોને મિત્ર બનાવવા જોઈએ.

“મંડળમાં મોટી ઉંમરના ભાઈ-બહેનો સાથે વાત કરવા મમ્મી મને ઉત્તેજન આપતા. તે કહેતાં કે તને જાણીને નવાઈ લાગશે કે અમુક ભાઈ-બહેનો તારા જેવા જ છે. તે ખરું જ કહેતા હતા, આજે મારે ઘણા મિત્રો છે.”—૨૦ વર્ષની હેલેના.

વાતચીતની કળા શીખો. બીજાઓ સાથે વાતચીત શરૂ કરવી સહેલી નથી. એમાંય શરમાળ હોઈએ તો અઘરું લાગી શકે. પણ વાતચીત કરવા તમને આ ત્રણ બાબતો મદદ કરી શકે. (૧) સાંભળો. (૨) સવાલ પૂછો. (૩) રસ બતાવો.

“બોલવા કરતાં હું વધારે સાંભળું. હું વાત કરું ત્યારે પોતાના વિષે જ વાત નથી કરતી કે બીજાઓની નિંદા કરતી નથી.”—૧૮ વર્ષની સેરેના.

“હું જાણતો નથી એવી બાબત વિષે કોઈ વાત કરે તો એ સમજાવવા તેને કહું છું, જેથી તે મારી સાથે વધારે વાત કરે.”—જેરાર્ડ, ૨૧ વર્ષ.

કદાચ તમે શાંત સ્વભાવના હોવ એમાં કંઈ ખોટું નથી. તમારે કંઈ બોલકણાં થવાની જરૂર નથી! પણ જો તમને લાગતું હોય કે બીજાઓ સાથે ભળી નહિ શકો તો આ લેખમાં આપેલા સૂચનો અજમાવી શકો. એમ કરવાથી તમે પણ કદાચ લિઆહ જેવું અનુભવશો. તે કહે છે: “હું શરમાળ છું. એટલે કોઈની સાથે વાત કરવા મારે હિંમત કરવી પડે છે. પણ મિત્રો બનાવવા તમારે મળતાવડા બનવું પડે. એટલે હું જ વાત શરૂ કરું છું.” (g11-E 04)

“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype

[ફુટનોટ્‌સ]

a આ લેખમાં અમુક નામ બદલ્યા છે.

b યોનાથાન સાથે મિત્રતા થઈ ત્યારે દાઊદ કદાચ કિશોર વયના હતા.

[પાન ૨૧ પર બોક્સ/ચિત્રો]

બીજા યુવાનો શું કહે છે?

“મિટિંગમાં જેની સાથે વાત ન કરી હોય એવી ઓછામાં ઓછી એક વ્યક્તિ સાથે વાત કરું છું. મને જોવા મળ્યું કે ફક્ત ‘કેમ છો’ કહેવાથી મિત્રતાની શરૂઆત થાય છે.”

“કોઈ પ્રયત્ન કર્યા વિના મારા માટે એમ કહેવું સહેલું છે કે હું કોઈને નથી ગમતો અને હું કોઈની સાથે ભળી નહિ શકું. પણ ભળવા માટે કંઈ કરવું એ મહેનત માંગી લેતી હતી. છેવટે પહેલ કરવાથી મને બીજાઓ સાથે ભળવામાં મદદ મળી અને મારા સ્વભાવમાં સુધારો થયો.”

“ધીરે ધીરે હું મોટાઓ સાથે વાત કરવા લાગી. જોકે શરૂઆતમાં એમ કરવું અઘરું હતું. એનાથી મને ફાયદો એ થયો કે નાનપણથી એવા મિત્રો મળ્યા જે હંમેશા મને સાથ આપે અને મારી પડખે હોય.”

[ચિત્રો]

લૉરેન

રેયૉન

કરીશા

[પાન ૨૨ પર ચિત્રનું મથાળું]

તમારા માબાપને પૂછો

શું તમે મારી ઉંમરના હતા ત્યારે બીજાઓ સાથે ભળવું અઘરું લાગતું હતું? કેવા લોકો સાથે ભળવું તમને વધારે અઘરું લાગતું? એવા સંજોગમાં તમે શું કરતા હતા?

․․․․․

[પાન ૨૨ પર ચિત્રનું મથાળું]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

એકલતાનું ચક્ર

એકલો પડી જવાથી મને એવું લાગે છે . . .

. . . જાણે હું નાત બહાર હોઉં, એટલે . . .

. . . મને ભળવાનું મન નથી થતું, એટલે . . .

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો