વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૧/૧૪ પાન ૩
  • વિશ્વ પર નજર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિશ્વ પર નજર
  • સજાગ બનો!—૨૦૧૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઇટાલી
  • આર્મેનિયા
  • જાપાન
  • ચીન
  • સોશિયલ નેટવર્કિંગ વિષે શું ધ્યાન રાખવું જોઈએ? ભાગ ૧
    સજાગ બનો!—૨૦૧૨
  • આટલો બધો ટ્રાફિક! શું કરી શકાય?
    સજાગ બનો!—૨૦૦૬
  • વિષય
    સજાગ બનો!—૨૦૧૨
  • સોશિયલ નેટવર્કિંગ સોશિયલ નેટવર્કિંગ વિષે મહત્ત્વના ચાર સવાલો
    સજાગ બનો!—૨૦૧૨
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૪
g ૧/૧૪ પાન ૩

વિશ્વ પર નજર

ઇટાલી

ઇટાલીમાં ૨૦૧૧માં કારના વેચાણ કરતાં સાઇકલનું વેચાણ વધી ગયું. એવું કેમ થયું? કદાચ પૈસાની તંગીને લીધે, પેટ્રોલ મોંઘું થવાને લીધે અને કાર રીપેર કરાવવાના ખર્ચાને લીધે એમ હોય શકે. જ્યારે કે સાઇકલની સંભાળ રાખવી સસ્તું પડે છે. તેમ જ, એ વાપરવી આસાન અને સગવડભરી છે.

આર્મેનિયા

યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઈટ્‌સ તરફથી એવો ચુકાદો આવ્યો કે આર્મેનિયાની સરકારે ૧૭ યુવાનોનો હક્ક છીનવી લીધો છે, જેઓ બધા યહોવાના સાક્ષીઓ છે. લશ્કરી અધિકારીઓના હાથ નીચે લોક સેવા આપવાની ના પાડતા, તેઓને કેદમાં રાખવામાં આવ્યા હતા. સરકારને એ ૧૭ યુવાનોનો કોર્ટનો ખર્ચ અને નુકસાન ભરપાઈ કરવાનું જણાવવામાં આવ્યું.

જાપાન

સોશિયલ નેટવર્ક સાઇટે જેમાં ભાગ ભજવ્યો હતો, એવા ગુનાઓના શિકાર બનેલાં ૬૩ ટકા બાળકોને જોખમ વિશે તેઓનાં માબાપ પાસેથી કોઈ ચેતવણી મળી ન હતી. જે ૫૯૯ કેસ તપાસવામાં આવ્યા, એ આરોપી ગુનેગારોમાંના ૭૪ ટકાએ કબૂલ્યું કે આ વેબ સાઇટ વાપરવાનો હેતુ બાળકો સાથે જાતીય સંબંધ બાંધવાનો હતો.

ચીન

ટ્રાફિક જામ ઘટાડવાનો પ્રયત્ન કરતા, મોટાં મોટાં શહેરોએ નવાં વાહનોની નોંધણી પર મર્યાદા મૂકી છે. દાખલા તરીકે, બેઇજીંગ હવે એક વર્ષમાં ૨,૪૦,૦૦૦ કરતાં વધારે વાહનોની નોંધણી નહિ કરે. ઑગસ્ટ ૨૦૧૨માં, લગભગ ૧૦,૫૦,૦૦૦ લોકોએ એવી લોટરી લીધી, જેણે ૧૯,૯૨૬ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવી આપ્યાં. એનો અર્થ થાય કે ૫૩માંથી ફક્ત ૧ વ્યક્તિની અરજી માન્ય થઈ. (g13-E 10)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો