વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૪/૧૪ પાન ૧૨-૧૩
  • આંસુઓનું રહસ્ય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આંસુઓનું રહસ્ય
  • સજાગ બનો!—૨૦૧૪
  • સરખી માહિતી
  • ઈસુનાં આંસુઓમાંથી શીખવા જેવી વાતો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • તમારાં આંસુ યહોવાના ધ્યાન બહાર જતાં નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • “જુઓ, હું સઘળું નવું બનાવું છું”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૪
g ૪/૧૪ પાન ૧૨-૧૩
એક માણસના આંખમાંથી વહેતું આંસુ

આંસુઓનું રહસ્ય

જન્મ થતાની સાથે જ આપણે રડીએ છીએ. એક નિષ્ણાત જણાવે છે કે બાળકનું રડવું જાણે ‘ગર્ભનાળʼની જેમ કામ કરે છે, જેથી તેની શારીરિક અને લાગણીમય જરૂરિયાતો પૂરી કરવામાં આવે. પણ, આપણે મોટા થઈએ ત્યારે, વાતચીત કરી શકતા હોવા છતાં શા માટે રડીએ છીએ?

ઘણાં કારણોને લીધે આપણી આંખમાંથી લાગણીમય આંસુ વહે છે. જેમ કે, શોક, અકળામણ કે શારીરિક અથવા માનસિક દુઃખના લીધે રડવું આવી શકે. જ્યારે કે ખુશી, રાહત અથવા કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરવાથી હર્ષના આંસુ આવી શકે. બીજાનાં આંસુ જોઈને પણ આપણી આંખમાં આંસુ આવી શકે. મારિયા કહે છે, “ભલેને કોઈ પણ કારણ હોય, પણ બીજાને રડતા જોઈને મારી આંખો પણ ભરાઈ આવે છે.” ફિલ્મ અથવા પુસ્તકોમાં બતાવવામાં આવતાં અમુક દૃશ્યો પણ આપણને રડાવી શકે.

યુવાન છોકરીના આંખમાંથી આંસુ વહે છે, બાળક રડી રહ્યું છે અને સ્ત્રીની આંખમાંથી આંસુ વહે છે

ભલે ગમે એ કારણ હોય, પણ રડવું એ શબ્દો વગરની શક્તિશાળી ભાષા છે. એડલ્ટ ક્રાઈંગ પુસ્તક જણાવે છે કે “થોડી પળમાં ઘણું કહેવાની બીજી પણ અનેક રીત છે.” આંસુ કંઈક કરવા પ્રેરે છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ દુઃખનાં આંસુ સારતી હોય તો, આપણામાંથી મોટા ભાગના એને નજરઅંદાજ કરી શકતા નથી. એ જોઈને આપણને ખબર પડે છે કે તે દુઃખી છે. એટલે, રડતી વ્યક્તિને દિલાસો આપવા અથવા મદદ કરવા પ્રેરાઈએ છીએ.

ઘણા નિષ્ણાતોનું માનવું છે કે આંસુ સારવાથી દિલનો ભાર હળવો થાય છે. અને આંસુ રોકી રાખવાની આદતથી તંદુરસ્તી પર ખરાબ અસર પડે છે. જ્યારે કે બીજાઓ દલીલ કરે છે કે રડવાથી શારીરિક કે માનસિક રીતે ફાયદો થાય છે એવો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. તેમ છતાં, એક સર્વે મુજબ ૮૫ ટકા સ્ત્રીઓ અને ૭૩ ટકા પુરુષોએ જણાવ્યું કે આંસુ સાર્યા પછી સારું લાગે છે. નાઓમી કહે છે, “અમુક વાર મને રડવાની જરૂર લાગે. રડ્યા પછી ઊંડો શ્વાસ લઉં છું અને બાબતોને ખરા અર્થમાં સમજી શકું છું.”

એક સર્વે મુજબ ૮૫ ટકા સ્ત્રીઓ અને ૭૩ ટકા પુરુષોએ જણાવ્યું કે આંસુ સાર્યા પછી સારું લાગે છે

પણ, રાહતની લાગણી ફક્ત આંસુ સારવા પર આધારિત નથી. આપણાં આંસુ જોઈને બીજાઓ જે રીતે વર્તે છે એ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. જેમ કે, બીજાઓ આપણાં આંસુ જોઈને દિલાસો કે મદદ આપે, એનાથી હળવાશ અનુભવીએ છીએ. પણ, નજરઅંદાજ કરવામાં આવે તો, શરમ કે તરછોડવામાં આવ્યા હોય એવું અનુભવીએ છીએ.

એનાથી દેખાઈ આવે છે કે રડવાનું રહસ્ય પૂરી રીતે સમજાયું નથી. આપણે એટલું જાણીએ છીએ કે આંસુ સારવા એ એક અજોડ લાગણી છે, જે ઈશ્વરે આપી છે. (g14-E 03)

શું તમે જાણો છો?

તાજું જન્મેલું બાળક રડે ત્યારે આંસુ આવતાં નથી. આંખોનું રક્ષણ કરવા માટે એમાં પૂરતું પ્રવાહી હોય છે. પરંતુ, અમુક અઠવાડિયાં પછી અશ્રુગ્રંથિનો પૂરો વિકાસ થાય ત્યારે આંસુ આવે છે.

ત્રણ પ્રકારનાં આંસુ

  • બેસલ આંસુ. આંખોનું રક્ષણ થાય અને પૂરતી ચીકાશ મળે માટે આંસુની ગ્રંથિ સતત ચોખ્ખું પ્રવાહી ઉપજાવે છે. એની નજર પર સારી અસર પડે છે. આંખ પટપટાવીએ છીએ ત્યારે આ પ્રવાહી આંખમાં બધે જ પ્રસરે છે.

  • રિફ્લેક્સ આંસુ. કોઈ ચીજથી આંખમાં બળતરા થાય કે આંખમાં કંઈ પડે ત્યારે આંસુઓ આવવા લાગે છે. બગાસું ખાઈએ કે હસીએ ત્યારે પણ કોઈ વાર આવા આંસુ આવે છે.

  • ઇમોશનલ આંસુ. મનુષ્યો જ આવા આંસુ વહાવે છે. આપણે લાગણીમય બની જઈએ ત્યારે આ પ્રકારના આંસુ વહે છે. રીફ્લેક્સ આંસુ કરતાં ઇમોશનલ આંસુમાં ૨૪ ટકા વધારે પ્રોટીન હોય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો