વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૧/૧૫ પાન ૭
  • વિશ્વ પર નજર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિશ્વ પર નજર
  • સજાગ બનો!—૨૦૧૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • અમેરિકા
  • ભારત
  • સ્વિટ્‌ઝરલૅન્ડ
  • પૂર્વ આફ્રિકા
  • વિષય
    સજાગ બનો!—૨૦૧૨
  • વિષય
    સજાગ બનો!—૨૦૧૨
  • વિશ્વ પર નજર
    સજાગ બનો!—૨૦૧૩
સજાગ બનો!—૨૦૧૫
g ૧/૧૫ પાન ૭

વિશ્વ પર નજર

અમેરિકા

વાહન પર લગાડેલી જીપીએસ સિસ્ટમ

ગુનેગારનો પીછો કરતી વખતે ખતરો ટાળવા અમુક પોલીસ કારની આગળની જાળીમાં કોમ્પ્રેસ્ડ એર લોન્ચર્સ લગાડે છે. એમાંથી એવી ગોળી કે બુલેટ નીકળે છે જે ભાગી જતા વાહનમાં ચોંટી જાય છે. એમાં જીપીએસ સિસ્ટમ હોવાથી વાહન ક્યાં છે એની માહિતી મેળવી શકાય છે. એનાથી સલામત ઝડપે કાર ચલાવીને ગુનેગારને પકડી શકાય છે.

ભારત

ભારતીય સ્ત્રી

માનવામાં આવે છે કે, દહેજના ઝઘડાઓને લીધે દર કલાકે એક સ્ત્રીને મારી નાખવામાં આવે છે. દહેજ આપવું અને લેવું એ કાયદાકીય ગુનો છે. તેમ છતાં, ૨૦૧૨માં દહેજના લીધે ૮,૨૦૦ સ્ત્રીઓને મારી નાખવામાં આવી હતી. કારણ કે, મળેલા દહેજથી વર કે એનું કુટુંબ સંતુષ્ટ ન હતું.

સ્વિટ્‌ઝરલૅન્ડ

આલ્પાઈન સ્વિફ્ટ

આલ્પાઈન સ્વિફ્ટ નામના ત્રણ પક્ષીના શરીર પર આંગળીના ટેરવા કરતાં પણ નાની ચીપ લગાવવામાં આવી હતી. એનાથી જાણવા મળ્યું કે, યુરોપથી આફ્રિકા પહોંચવા એઓ ૨૦૦ દિવસ સુધી સતત ઊડ્યા હતા. અગાઉ એમ માનવામાં આવતું કે ગતિમાં રહીને પોતાને ટકાવવાની ક્ષમતા ફક્ત દરિયાઈ પ્રાણીઓમાં જ છે.

પૂર્વ આફ્રિકા

અપહરણ કરેલા અને એના માટે ચૂકવેલી કિંમત બતાવતો ગ્રાફ

દરિયાઈ ચાંચિયાઓએ એપ્રિલ ૨૦૦૫થી ડિસેમ્બર ૨૦૧૨ સુધીમાં પૂર્વ આફ્રિકાના દરિયાકિનારેથી ૧૭૯ જહાજોનું અપહરણ કર્યું હતું. વર્લ્ડ બૅંકના અહેવાલ પ્રમાણે એ જહાજોને છોડાવવા માટે આશરે ૨૫ અબજ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. (g14-E 10)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો