૨. શું દુઃખ-તકલીફો માટે આપણે પોતે જવાબદાર છીએ?
એ જાણવું કેમ જરૂરી છે?
જો દુઃખ-તકલીફો માટે મનુષ્ય જવાબદાર હોય, તો એનો અર્થ થાય કે મનુષ્ય એ તકલીફો ઓછી કરી શકે છે.
વિચારવા જેવું
આ બાબતો માટે મનુષ્ય કેટલી હદે જવાબદાર છે?
અત્યાચાર.
વિશ્વ આરોગ્ય સંસ્થાનો એક અહેવાલ જણાવે છે કે દર ચારમાંથી એક વ્યક્તિ બાળપણમાં કોઈ સમયે અત્યાચારનો ભોગ બને છે. દર ત્રણમાંથી એક સ્ત્રી જીવન દરમિયાન હિંસા કે જાતીય અત્યાચાર કે પછી બંનેનો ભોગ બને છે.
સગાં-વહાલાંનું મરણ.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ બહાર પાડેલું સાહિત્ય વર્લ્ડ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ ૨૦૧૮ જણાવે છે કે ૨૦૧૬માં અંદાજે ૪,૭૭,૦૦૦ લોકો માર્યા ગયા. એ જ વર્ષે અંદાજે ૧,૮૦,૦૦૦ લોકો યુદ્ધો અને લડાઈઓમાં માર્યા ગયા.
બીમારીઓ.
નેશનલ જીયોગ્રાફિક મૅગેઝિનના એક લેખમાં ફ્રાન્સ સ્મીથ નામની લેખિકા જણાવે છે: ‘એક અબજથી પણ વધારે લોકો સિગારેટ પીએ છે. તમાકુના વ્યસનને લીધે લોકોને જીવલેણ બીમારીઓ થાય છે. જેમ કે, હૃદયરોગ, લકવો અને ફેફસાંનું કેન્સર.’
ભેદભાવ.
જે વૉટ્સ નામના મનોચિકિત્સક જણાવે છે: “આજે ઘણો ભેદભાવ જોવા મળે છે. જેમ કે, અમીર-ગરીબ વચ્ચે, જાતિ જાતિ વચ્ચે, સ્ત્રી-પુરુષ વચ્ચે, અલગ અલગ સમાજના લોકો વચ્ચે અને અલગ રંગના લોકો વચ્ચે. એટલે, અમુક વાર લોકોએ પોતાનાં ઘરબાર છોડવા પડ્યા છે. એના લીધે તેઓ મનમાં ને મનમાં દુઃખી થયા કરે છે.”
વધુ જાણવા
jw.org પર ઈશ્વરે પૃથ્વી કેમ બનાવી? વીડિયો જુઓ.
બાઇબલ શું કહે છે
આજે મોટા ભાગે દુઃખો માટે મનુષ્યો જ જવાબદાર છે.
મોટા ભાગે સરકાર એના માટે જવાબદાર છે. તેઓ પ્રજાની સેવા કરવાનો દાવો કરે છે, પણ હકીકતમાં તો લોકોનું જીવન મુશ્કેલ બનાવે છે.
‘માણસ બીજા માણસ ઉપર સત્તા ચલાવીને તેને નુકસાન પહોંચાડે છે.’—સભાશિક્ષક ૮:૯.
દુઃખ-તકલીફો ઓછાં થઈ શકે.
બાઇબલ સિદ્ધાંતો સારી તંદુરસ્તી જાળવવા અને બીજાઓ સાથે સારા સંબંધો રાખવા મદદ કરે છે.
‘મનની શાંતિ શરીરને તંદુરસ્ત રાખે છે; પણ ઈર્ષા હાડકાંનો સડો છે.’—નીતિવચનો ૧૪:૩૦.
“દરેક પ્રકારની કડવાશ, ગુસ્સો, ક્રોધ, બૂમ-બરાડા અને અપમાનજનક વાતો, તેમજ નુકસાન કરતી બધી જ બાબતો તમારામાંથી કાઢી નાખો.”—એફેસીઓ ૪:૩૧.