વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g20 નં. ૨ પાન ૧૪-૧૫
  • ૫. શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૫. શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે?
  • સજાગ બનો!—૨૦૨૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • એ જાણવું કેમ જરૂરી છે?
  • વિચારવા જેવું
  • બાઇબલ શું કહે છે
  • દુઃખ-તકલીફો
    સજાગ બનો!—૨૦૧૫
  • સવાલ ૩: તમે મારા પર દુઃખ કેમ આવવા દો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • દુનિયાભરની દુઃખ-તકલીફનો એક ઇલાજ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • દિલાસો દુઃખીજનો માટે દિલાસો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૨૦
g20 નં. ૨ પાન ૧૪-૧૫
એક કુટુંબ નદી પાસે પિકનિક કરે છે. તેઓ એકબીજાની સંગતનો આનંદ માણી રહ્યા છે.

૫. શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે?

એ જાણવું કેમ જરૂરી છે?

એ જાણવાથી જીવન અને ઈશ્વર માટેના આપણા વિચારો બદલાઈ શકે છે.

વિચારવા જેવું

ઘણા લોકો દુઃખ-તકલીફો દૂર કરવા ચાહે છે. પણ એ તેઓના ગજા બહારની વાત છે. વિચાર કરો:

વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે, તોપણ . . .

  • સૌથી વધારે લોકો હૃદયરોગના લીધે મરણ પામે છે.

  • કેન્સરને લીધે દર વર્ષે લાખોને લાખો લોકો મરણ પામે છે.

  • ફ્રન્ટીયર્સ ઈન ઈમ્યુનોલૉજી પત્રિકામાં ડૉક્ટર ડેવિડ બ્લુમ કહે છે: “આજે ઘણી નવી નવી દવાઓ મળે છે, પણ અમુક બીમારીઓ એવી છે જેને ડૉક્ટરો મટાડી શકતા નથી. આજે લોકો નવી નવી બીમારીઓનો શિકાર બની રહ્યા છે અને જૂની બીમારીઓ ફરીથી માથું ઊંચકી રહી છે.”

અમુક દેશોમાં પૈસાની કોઈ ખોટ નથી, તોપણ . . .

  • દર વર્ષે લાખો બાળકો મરણ પામે છે. ખાસ કરીને એવાં બાળકો જે ગરીબ વિસ્તારોમાં રહે છે.

  • અબજો લોકો પાસે ટોઇલેટની સુવિધા નથી.

  • લાખો-કરોડો લોકો પાસે ચોખ્ખું પાણી નથી.

આજે માનવ અધિકાર વિશે લોકો ઘણું જાણે છે, તોપણ . . .

  • ઘણી જગ્યાએ માણસો વેચાય છે અને ખરીદવામાં આવે છે. જેઓ આ ગુના માટે જવાબદાર છે તેઓને ઘણા દેશોમાં સજા થતી નથી. એવું કેમ? સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ પ્રમાણે, અધિકારીઓ એના વિશે ‘આંખ આડા કાન કરે છે અથવા તો તેઓ કંઈ કરી શકતા નથી.’

    વધુ જાણવા

    jw.org પર ઈશ્વરનું રાજ્ય શું છે? વીડિયો જુઓ.

બાઇબલ શું કહે છે

ઈશ્વરને આપણી ચિંતા છે.

આપણાં દુઃખ-તકલીફોને ઈશ્વર સમજે છે.

‘ઈશ્વર દુઃખીઓના દુઃખને મામૂલી ગણતા નથી, તેઓથી કંટાળતા નથી; અને તેઓથી પોતાનું મોં ફેરવતા નથી; પણ જેઓ તેમને અરજ કરે છે તેઓનું તે સાંભળે છે.’—ગીતશાસ્ત્ર ૨૨:૨૪.

‘તમે તમારી સર્વ ચિંતાઓ ઈશ્વર પર નાખી દો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.’—૧ પીતર ૫:૭.

દુઃખ-તકલીફો કાયમ રહેશે નહિ.

ઈશ્વરે વચન આપ્યું છે કે મનુષ્ય માટેનો પોતાનો હેતુ તે જરૂર પૂરો કરશે.

‘ઈશ્વર લોકોની આંખોમાંથી દરેક આંસુ લૂછી નાખશે અને મરણ હશે જ નહિ, શોક કે રૂદન કે દુઃખ હશે નહિ.’—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

માણસને દુઃખી કરતી દરેક બાબતોને ઈશ્વર જડમૂળથી કાઢી નાખશે.

બાઇબલ જણાવે છે કે ઈશ્વર પોતાનું રાજ્ય લાવીને એમ કરશે.

‘એ શાસકોના સમયમાં આકાશના ઈશ્વર એક રાજ્યની સ્થાપના કરશે જેનો કદી અંત આવશે નહિ. તેના પર કોઈ જીત મેળવી શકશે નહિ, અને એ રાજ્ય કાયમ રહેશે.’—દાનિયેલ ૨:૪૪, કોમન લેંગ્વેજ.

શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે?

હા, ચોક્કસ આવશે! પણ માણસ એ નહિ લાવી શકે. માણસોની સરકારો ભલે લાખ કોશિશ કરે, પણ તે આપણી તકલીફોને અમુક હદ સુધી જ દૂર કરી શકે છે. જ્યારે કે ઈશ્વર પોતાના રાજ્ય દ્વારા મનુષ્ય પર દુઃખ-તકલીફો લાવતી બધી બાબતોને જડમૂળથી કાઢી નાખશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો