વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g20 નં. ૩ પાન ૬-૭
  • બીજાઓની લાગણી સમજીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બીજાઓની લાગણી સમજીએ
  • સજાગ બનો!—૨૦૨૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • મુસીબતનું મૂળ
  • પવિત્ર શાસ્ત્રની સલાહ
  • શા માટે બીજાઓની લાગણી સમજવી જોઈએ?
  • આપણે શું કરી શકીએ?
  • દયાળુ બનો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • બીજાઓની લાગણી સમજો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • શું ઈશ્વર સહાનુભૂતિ બતાવે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૮
  • કુટુંબ અને મિત્રો
    સજાગ બનો!—૨૦૧૯
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૨૦
g20 નં. ૩ પાન ૬-૭
વિમાનમાં એક શીખ માણસ અને એક યુરોપિયન માણસ બાજુ બાજુમાં બેઠા છે. તેઓ એકબીજા સાથે વાત કરી રહ્યા છે.

બીજાઓની લાગણી સમજીએ

મુસીબતનું મૂળ

બધાની રીતભાત અલગ અલગ હોય છે. જો એના પર જ ધ્યાન આપીશું કે વ્યક્તિ આપણા કરતાં કેટલી અલગ છે તો તેઓમાં ફક્ત ખામીઓ દેખાશે. આપણે પોતાને તેઓ કરતાં ચઢિયાતા સમજવા લાગીશું. આ રીતે વિચારવાથી આપણા દિલમાં નફરતની ભાવના ઘર કરી જશે. એકબીજા માટે કોઈ લાગણી પણ નહિ બતાવી શકીએ.

પવિત્ર શાસ્ત્રની સલાહ

“આનંદ કરનારાઓની સાથે આનંદ કરો; રડનારાઓની સાથે રડો.”—રોમનો ૧૨:૧૫.

આપણે શું શીખી શકીએ? આપણે બીજાઓનો વિચાર કરીએ. તેઓની લાગણીઓ સમજવાનો પ્રયત્ન કરીએ. તેઓની જગ્યાએ પોતાને મૂકી જોઈએ.

શા માટે બીજાઓની લાગણી સમજવી જોઈએ?

જ્યારે બીજાઓની લાગણી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણને અહેસાસ થાય છે કે તેઓ આપણા જેવા જ છે અને આપણા જેવું જ અનુભવે છે. તેઓ આપણા જેવી લાગણીઓ ધરાવે છે. જ્યારે બીજા માટે હમદર્દી બતાવીએ છીએ ત્યારે જોઈ શકીએ છીએ કે તેઓમાં અને આપણામાં જરાય ફરક નથી. પછી ભલે તે કોઈ પણ જાતિ, ભાષા કે રંગના હોય. એમ કરીશું તો આપણા મનમાં તેઓ માટે ભેદભાવ નહિ રહે.

બીજાઓ પ્રત્યે હમદર્દી રાખવાથી આપણે તેઓને નીચા નહિ ગણીએ. સેનેગલમાં રહેતી એનમેરી કહે છે કે તેના સમાજમાં લોકો ઊંચ-નીચમાં માનતા હતા. એટલે તે પણ નીચી જાતિના લોકોને નફરત કરતી હતી. તે જણાવે છે: ‘જ્યારે મેં જોયું કે તેઓ ઘણી મુશ્કેલીમાં જીવી રહ્યા છે, ત્યારે મને થયું જો મારો જન્મ એવા પરિવારમાં થયો હોત તો મને કેવું લાગ્યું હોત? મને અહેસાસ થયો કે હું તેઓ કરતાં કોઈ પણ રીતે ચઢિયાતી નથી. મેં એવું કોઈ મોટું કામ કર્યું ન હતું કે હું પોતાના પર ગર્વ કરી શકું. બસ એટલું જ કે અમે અલગ અલગ જાતિમાં જન્મ્યા.’ જો આપણે એ સમજવાની કોશિશ કરીશું કે બીજાઓ પર શું વીતે છે તો તેઓ વિશે ખોટી ધારણા નહિ બાંધીએ. પણ તેઓ સાથે પ્રેમથી વર્તીશું.

આપણે શું કરી શકીએ?

તમારામાં અને એ સમાજના લોકોમાં કઈ બાબત એકસરખી છે એનો વિચાર કરો. જેમ કે, આવા સંજોગોમાં તેઓને કેવું લાગે છે:

બીજાઓ પ્રત્યે હમદર્દી રાખવાથી આપણે જોઈ શકીએ છીએ કે તેઓ આપણા જેવા જ છે

  • પોતાના કુટુંબ સાથે બેસીને જમે છે

  • આખો દિવસ કામ કરીને ઘરે પાછા આવે છે

  • પોતાના મિત્રો સાથે સમય વિતાવે છે

  • પોતાને ગમતાં ગીતો સાંભળે છે

તેઓની જગ્યાએ પોતાને મૂકો. પછી વિચારો:

  • ‘કોઈ મારું અપમાન કરે તો મને કેવું લાગશે?’

  • ‘મારા વિશે કંઈ પણ જાણ્યા વગર કોઈ ખોટી ધારણા બાંધી લે તો મને કેવું લાગશે?’

  • ‘હું એ સમાજનો હોત તો લોકોનું કેવું વર્તન મને ગમશે?’

યુરોપિયન માણસ અને શીખ માણસ એકબીજાને પોતાના ફોટા બતાવી રહ્યા છે, જેમાં તેઓ એક જેવાં કામ કરે છે. જેમ કે, કુટુંબ સાથે સમય વિતાવે છે, રમત રમે છે અને કામ કરે છે.

મારો અનુભવ રોબર્ટ (સિંગાપુર)

“પહેલાં હું વિચારતો હતો કે સાંભળી અથવા બોલી ન શકતા લોકો અલગ જ હોય છે. તેઓને કોઈ વાતની સમજ નથી પડતી અને જલદી ખોટું લાગી જાય છે. એટલે હું તેઓથી દૂર જ રહેતો. પણ મને ક્યારેય એવું લાગ્યું ન હતું કે હું તેઓ સાથે ભેદભાવ કરી રહ્યો છું. મેં ક્યારેય એવા લોકો સાથે ખરાબ વર્તન ન કર્યું હતું.

“હવે હું તેઓની લાગણીઓ સમજી શકું છું. એટલે, ભેદભાવની લાગણી દૂર કરી શક્યો. પહેલાં મને લાગતું કે તેઓને કંઈ સમજ પડતી નથી. હું તેઓ સાથે વાત કરતો ત્યારે તેઓના ચહેરા પર કોઈ ભાવ જ ન દેખાતા. પછી મેં વિચાર્યું કે જો હું તેઓની જગ્યાએ હોત તો મને કેવું લાગ્યું હોત! કોઈ મારી સાથે વાત કરતું હોય અને હું સાંભળી જ ન શકું તો મારા ચહેરા પરના ભાવ પણ ન બદલાય. પછી ભલેને મેં સાંભળવાનું મશીન પહેર્યું હોય. સંભળાય જ નહિ તો સમજાય કેવી રીતે!

“મેં વિચાર્યું કે જો હું તેઓની જગ્યાએ હોત તો મને કેવું લાગ્યું હોત. એ વિચારવાથી હું મારા દિલમાંથી ભેદભાવ દૂર કરી શક્યો.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો