વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g21 નં. ૧ પાન ૧૨-૧૩
  • સુંદર ભાવિનું વચન

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સુંદર ભાવિનું વચન
  • સજાગ બનો!—૨૦૨૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈશ્વર દુષ્ટ લોકોનો નાશ કરશે
  • ઈશ્વર શેતાનનો નાશ કરશે
  • ઈશ્વર બીમારી અને મરણને કાઢી નાખશે
  • ઈશ્વર આ ધરતીને બાગ જેવી સુંદર બનાવી દેશે
  • ઈશ્વર ગુજરી ગયેલાઓને જીવતા કરશે
  • ઈશ્વરે ધરતી કેમ બનાવી?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • ઈશ્વર આ પૃથ્વીને સુંદર બનાવશે
    સાચા ઈશ્વરને ઓળખો
  • જલદી જ સર્વ દુઃખોનો અંત આવશે!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • આપણા પર દુઃખ, ઘડપણ અને મરણ કેમ આવે છે?
    સજાગ બનો!—૨૦૨૧
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૨૧
g21 નં. ૧ પાન ૧૨-૧૩
માણસો અને પ્રાણીઓને એકબીજાનો ડર નથી. તેઓ સુંદર મજાના માહોલનો આનંદ માણે છે અને ત્યાં પુષ્કળ ખાવાનું છે.

સુંદર ભાવિનું વચન

ઈશ્વરે સુંદર ભાવિનું વચન આપ્યું છે. તેમણે કહ્યું છે બહુ જલદી બધા દુઃખોનો અંત લાવશે, પછી સુખ જ સુખ હશે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૧) ઈશ્વર પોતાનું વચન જરૂર પૂરું કરશે, કારણ કે તે “કોઈ માણસ નથી કે જૂઠું બોલે.” (ગણના ૨૩:૧૯) ચાલો જોઈએ કે ઈશ્વર કેવા આશીર્વાદો લાવશે.

ઈશ્વર દુષ્ટ લોકોનો નાશ કરશે

“ભલે દુષ્ટો ઘાસની જેમ ફૂટી નીકળે અને બધા અપરાધીઓ ફૂલે-ફાલે, પણ તેઓનો કાયમ માટે વિનાશ થશે.”—ગીતશાસ્ત્ર ૯૨:૭.

શાસ્ત્રમાં પહેલેથી જ જણાવ્યું છે કે દુનિયાના “છેલ્લા દિવસોમાં” લોકો કેવા હશે. (૨ તિમોથી ૩:૧-૫) ગયા લેખમાં જોઈ ગયા તેમ આજે એવું જ થઈ રહ્યું છે. દુષ્ટતા તો વધતી ને વધતી જાય છે. પણ જલદી જ ઈશ્વર આ દુનિયામાંથી બધા દુષ્ટ લોકોનો નાશ કરશે. ફક્ત એવા લોકો ધરતી પર રહેશે જે સારા હોય ને ઈશ્વરની વાત માનતા હોય. શાસ્ત્રમાં લખ્યું છે, “સચ્ચાઈથી ચાલનારા ધરતીના વારસ થશે અને એમાં તેઓ સદા જીવશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.

ઈશ્વર શેતાનનો નાશ કરશે

“શાંતિ આપનાર ઈશ્વર જલદી જ શેતાનને કચડી નાખશે.”—રોમનો ૧૬:૨૦.

ઈશ્વર જલદી જ શેતાન, તેના દુષ્ટ દૂતો અને ખરાબ લોકોનો નાશ કરશે. ધરતી પર બધે જ શાંતિ હશે. ઈશ્વરે વચન આપ્યું છે, બહુ જલદી એવો સમય આવશે જ્યારે કોઈ આપણને “ડરાવશે નહિ.”—મીખાહ ૪:૪.

ઈશ્વર બીમારી અને મરણને કાઢી નાખશે

‘ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે. તે તેઓની આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે. શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ. અરે, મરણ પણ રહેશે નહિ!’—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

શેતાન અને આદમ-હવાના લીધે આપણે દુઃખો વેઠવા પડે છે. ઈશ્વર બહુ જલદી એ બધા દુઃખો એટલે કે બીમારીઓ અને ‘મરણને હંમેશ માટે કાઢી નાખશે.’ અરે, એ દુઃખો આપણને કદી યાદ પણ નહિ આવે! જે લોકો ઈશ્વરનું કહેવું માને છે અને તેમની ભક્તિ કરે છે તેઓ હંમેશ માટે જીવશે. પણ સવાલ થાય, એ લોકો ક્યાં રહેશે?

ઈશ્વર આ ધરતીને બાગ જેવી સુંદર બનાવી દેશે

“વેરાન પ્રદેશ અને સૂકી ભૂમિ આનંદ કરશે. ઉજ્જડ પ્રદેશ ખુશી મનાવશે અને કેસરની જેમ ખીલી ઊઠશે.”—યશાયા ૩૫:૧.

ઈશ્વર દુષ્ટ લોકોનો નાશ કરશે ત્યારે, ધરતી સુંદર બાગ જેવી બની જશે. ભૂખમરો કે ગરીબીનું નામોનિશાન નહિ હોય, કેમ કે પુષ્કળ અનાજ પાકશે. (ગીતશાસ્ત્ર ૭૨:૧૬) નદી અને સમુદ્રનું પાણી કાચ જેવું ચોખ્ખું હશે. એમાં દરિયાઈ જીવો ફૂલશે-ફાલશે. ક્યાંય પ્રદૂષણ નહિ હોય અને હવા-પાણી તાજગી આપે એવાં ચોખ્ખાં હશે. દરેક લોકો પોતાના ઘર બાંધશે અને એમાં રહેશે. તેઓ જીવનનો આનંદ માણશે.—યશાયા ૬૫:૨૧, ૨૨.

ઈશ્વર ગુજરી ગયેલાઓને જીવતા કરશે

“લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.” —પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫.

શું તમે કોઈ સગાં-વહાલાં કે મિત્રને મરણમાં ગુમાવ્યાં છે? શું તમારે તેઓને ફરી મળવું છે? ઈશ્વરે વચન આપ્યું છે કે બહુ જલદી તેઓને આ જ ધરતી પર જીવતા કરવામાં આવશે. તમે એકબીજાને જોઈને ઓળખી જશો. એનાથી તમને કેટલી ખુશી મળશે એનો વિચાર કરો! તમે ઝૂમી ઊઠશો. પ્રાચીન સમયમાં પણ અમુક ગુજરી ગયેલા લોકોને જીવતા કરવામાં આવ્યા હતા. ઈસુએ પણ ગુજરી ગયેલાઓને લોકોના દેખતા જીવતા કર્યા હતા. પછી તેઓ પોતાના કુટુંબ સાથે ફરી રહેવા લાગ્યા હતા. એ કોઈ વાર્તા નથી, પણ હકીકતમાં એમ બન્યું હતું.—લૂક ૮:૪૯-૫૬; યોહાન ૧૧:૧૧-૧૪, ૩૮-૪૪.

હવે હું બહુ ખુશ છું

“મેં પહેલી વાર સાંભળ્યું કે દુઃખ-તકલીફો, બીમારી, મરણ નીકળી જશે અને ધરતી સુંદર બની જશે ત્યારે મને હસવું આવતું. હું વિચારતો આવું કદી થતું હશે! પણ પવિત્ર શાસ્ત્રમાંથી મને શીખવા મળ્યું કે ભગવાન સાચે જ તેમનું વચન પૂરું કરશે. હવે મને પૂરો ભરોસો છે કે ભગવાને શાસ્ત્રમાં જે લખાવ્યું છે એવું જ થશે. પહેલાં મારા ચહેરા પર દુઃખ અને ચિંતા સાફ દેખાય આવતા, પણ હવે હું બહુ ખુશ છું. મારું કુટુંબ એ ફરક જોઈ શકે છે.”—રવિ.

રવિ.

વધુ જાણવા:

ઈશ્વરે માણસને મરવા માટે નહિ, પણ સુંદર ધરતી પર હંમેશ માટે જીવવા બનાવ્યો છે, એ વિશે વધુ જાણવા jw.org પર શાસ્ત્રનું શિક્ષણ > સવાલોના શાસ્ત્રમાંથી જવાબ > જીવન અને મરણ વિભાગમાં જાઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો