વિભાગ ૬
જાતીયતા અને નૈતિકતા
નિઃશંક ઘણાં યુવાનો આ વિભાગ પહેલો વાંચશે. શા માટે? કેમ કે જાતીયતા અને નૈતિકતા જેટલા પ્રશ્નો અને વિવાદ—અને ગૂંચવાડો—બીજો કોઈ વિષય પેદા કરતો નથી. જો કે, નૈતિકતા જાતીય વર્તન કરતાં વધારે આવરે છે. દાખલા તરીકે, જે યુવાન જૂઠું બોલતો હોય અને છેતરતો હોય તેને શું તમે નૈતિક કહી શકો? અથવા શું એવી પરિસ્થિતિ હોય છે જ્યારે અપ્રમાણિકતા બરાબર હોય? સદ્ભાગ્યે, બાઈબલ નૈતિકતાની આ બાબતો પર સીધેસીધું અને વ્યવહારુ માર્ગદર્શન આપે છે.