વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • bh પાન ૨૦૦-પાન ૨૦૧ ફકરો ૫
  • ઈસુ મસીહ જેમના વિશે ઈશ્વરે વચન આપ્યું હતું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુ મસીહ જેમના વિશે ઈશ્વરે વચન આપ્યું હતું
  • પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • સરખી માહિતી
  • શું બાઇબલની ભવિષ્યવાણીઓ બતાવે છે કે ઈસુ જ મસીહ છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • ઈસુના જીવન વિષે ઈશ્વરે પહેલેથી જણાવ્યું હતું
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • લોકો મસીહની રાહ જોતા હતા
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • તેઓને મસીહ મળ્યા
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
વધુ જુઓ
પવિત્ર બાઇબલ શું શીખવે છે?
bh પાન ૨૦૦-પાન ૨૦૧ ફકરો ૫

વધારે માહિતી

ઈસુ મસીહ જેમના વિશે ઈશ્વરે વચન આપ્યું હતું

મસીહ કોણ છે? તેમને ઓળખવા માટે યહોવાએ અનેક પયગંબરોને પુષ્કળ માહિતી આપી. તેઓએ એ બાઇબલમાં લખી લીધી હતી. જેમ કે મસીહનો જન્મ; તે કેવાં કામો કરશે; અને તેમના મરણ વખતે શું થશે. મસીહ વિશે જે કંઈ કહેવામાં આવ્યું હતું, એ બધુંય ઈસુ ખ્રિસ્તમાં પૂરું થયું. મસીહ વિશેનાં વચનોમાં જણાવેલી રજેરજ માહિતી ચોક્કસ પૂરી થઈ. એ જોઈને આપણી શ્રદ્ધા વધે છે. ચાલો આપણે મસીહના જન્મ અને તેમના બાળપણના અમુક બનાવો પર વિચાર કરીએ. ઈસુ ધરતી પર આવ્યા, એની સદીઓ પહેલાં એ લખવામાં આવ્યા હતા.

યશાયાએ જણાવ્યું કે રાજા દાઉદના વંશમાંથી મસીહનો જન્મ થશે. (યશાયા ૯:૭) એ સાચું પડ્યું. ઈસુનો જન્મ દાઉદના વંશમાં જ થયો.—માથ્થી ૧:૧, ૬-૧૭.

મીખાહ પયગંબરે લખ્યું કે આપણા મુક્તિદાતા ‘બેથલેહેમ એફ્રાથામાં’ જન્મ લેશે અને તે રાજા બનશે. (મીખાહ ૫:૨) ઈસુના જન્મ વખતે ઇઝરાયલમાં બેથલેહેમ નામનાં બે ગામડાં હતાં. એક દેશની ઉત્તરે નાઝરેથ નજીક આવેલું હતું. બીજું, યહુદાહના યરુશાલેમ નજીક આવેલું હતું. યરુશાલેમ નજીક આવેલા બેથલેહેમનું નામ પહેલાં એફ્રાથા હતું. યહોવાએ જે વર્ષો પહેલાં લખાવ્યું હતું, એ સો ટકા સાચું પડ્યું. ઈસુનો જન્મ એ જ ગામમાં થયો!—માથ્થી ૨:૧.

બીજું એક વચન જણાવે છે કે ઈશ્વરના પુત્રને ‘મિસર’ એટલે આજના ઇજિપ્તમાંથી બોલાવવામાં આવશે. નાનકડા ઈસુને મિસર લઈ જવાયા હતા. પણ રાજા હેરોદના મરણ પછી ઈસુને પાછા ઇઝરાયલ લાવવામાં આવ્યા. આમ ઈશ્વરનું એ વચન પણ સાચું પડ્યું.—હોશિયા ૧૧:૧; માથ્થી ૨:૧૫.

પાન ૨૦૦ ઉપર એક ચાર્ટ આપેલો છે. એમાં ‘ભવિષ્યવચન’ નીચે આપેલી કલમો મસીહ વિશે જણાવે છે. એને ‘પૂરું થયું’ નીચેની કલમો સાથે સરખાવો. મસીહ વિશેનાં સર્વ વચનોને પૂરાં થયેલાં જોઈને, તમને પૂરી ખાતરી થશે કે બાઇબલ ઈશ્વરની વાણી છે.

ઈસુનો જન્મ થયો એની સદીઓ પહેલાં, ચાર્ટમાં આપેલાં વચનો લખવામાં આવ્યાં હતાં. ઈસુએ કહ્યું: ‘મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પયગંબરોનાં પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા વિશે જે લખેલું છે તે બધું પૂરું થવું જોઈએ.’ (લૂક ૨૪:૪૪) બાઇબલ બતાવે છે તેમ, એ વચનોની ઝીણામાં ઝીણી માહિતી પૂરી થઈ!

મસીહ વિશેનાં ભવિષ્યવચનો

બનાવ

ભવિષ્યવચન

પૂરું થયું

યહૂદાના કુળમાં જન્મ

ઉત્પત્તિ ૪૯:૧૦

લૂક ૩:૨૩-૩૩

કુંવારીની કૂખે જન્મ

યશાયા ૭:૧૪

માથ્થી ૧:૧૮-૨૫

રાજા દાઉદના વંશમાંથી આવ્યા

યશાયા ૯:૭

માથ્થી ૧:૧, ૬-૧૭

યહોવાએ કહ્યું કે આ મારો દીકરો છે

ગીતશાસ્ત્ર ૨:૭

માથ્થી ૩:૧૭

ઘણાએ તેમના પર વિશ્વાસ ન કર્યો

યશાયા ૫૩:૧

યોહાન ૧૨:૩૭, ૩૮

ગધેડા પર યરુશાલેમમાં આવ્યા

ઝખાર્યા ૯:૯

માથ્થી ૨૧:૧-૯

પોતાના સાથીએ દગો કર્યો

ગીતશાસ્ત્ર ૪૧:૯

યોહાન ૧૩:૧૮, ૨૧-૩૦

ચાંદીના ૩૦ સિક્કા માટે દગો થયો

ઝખાર્યા ૧૧:૧૨

માથ્થી ૨૬:૧૪-૧૬

દોષ મૂકનારા સામે ચૂપ રહ્યા

યશાયા ૫૩:૭

માથ્થી ૨૭:૧૧-૧૪

તેમનાં કપડાં માટે ચિઠ્ઠીઓ નંખાઈ

ગીતશાસ્ત્ર ૨૨:૧૮

માથ્થી ૨૭:૩૫

થાંભલે જડાયા ત્યારે લોકોએ મશ્કરી કરી

ગીતશાસ્ત્ર ૨૨:૭, ૮

માથ્થી ૨૭:૩૯-૪૩

તેમનું એક પણ હાડકું ભાંગવામાં ન આવ્યું

ગીતશાસ્ત્ર ૩૪:૨૦

યોહાન ૧૯:૩૩, ૩૬

ધનવાનો સાથે દફનાવવામાં આવ્યા

યશાયા ૫૩:૯

માથ્થી ૨૭:૫૭-૬૦

શબ સડે એ પહેલાં જ સજીવન થયા

ગીતશાસ્ત્ર ૧૬:૧૦

પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૪, ૨૭

ઈશ્વરને જમણે હાથે બેઠા

ગીતશાસ્ત્ર ૧૧૦:૧

પ્રેરિતોનાં કૃત્યો ૭:૫૬

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો