વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • yp2 વિભાગ ૯
  • શું મારે બાપ્તિસ્મા લેવું જોઈએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું મારે બાપ્તિસ્મા લેવું જોઈએ?
  • પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે, ગ્રંથ ૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • બાપ્તિસ્મા લેવાથી તમારું જીવન બદલાઈ જશે
  • બાપ્તિસ્મા—કેમ અને ક્યારે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • બાપ્તિસ્મા—ઈશ્વરભક્તો માટે ખૂબ જરૂરી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • તરુણો—શું તમે બાપ્તિસ્મા માટે તૈયાર છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • બાપ્તિસ્મા લો, જીવનભર ઈશ્વરને માર્ગે ચાલો
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
વધુ જુઓ
પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે, ગ્રંથ ૨
yp2 વિભાગ ૯

પાઠ ૩૭

શું મારે બાપ્તિસ્મા લેવું જોઈએ?

નીચે આપેલાં વાક્યો સાચાં છે કે ખોટાં?

ખ્રિસ્તીઓ માટે બાપ્તિસ્મા લેવું જરૂરી છે.

□ સાચું

□ ખોટું

બાપ્તિસ્મા લેવાનું મુખ્ય કારણ એ છે કે તમે પાપ કરવાથી બચી જશો.

□ સાચું

□ ખોટું

બાપ્તિસ્મા લેવાથી જીવન બચી શકે છે.

□ સાચું

□ ખોટું

જો બાપ્તિસ્મા લીધું ન હોય, તો તમારે ઈશ્વરને તમારાં કામો માટે જવાબ આપવો નહિ પડે.

□ સાચું

□ ખોટું

તમારા દોસ્તો બાપ્તિસ્મા લેવાના હોય તો, તમારે પણ લેવું જોઈએ.

□ સાચું

□ ખોટું

જો તમે ઈશ્વરની આજ્ઞાઓ પાળતા હશો, તેમના મિત્ર બન્યા હશો અને બીજાઓને તેમના વિશે જણાવતા હશો, તો તમે કદાચ બાપ્તિસ્મા વિશે પણ વિચારતા હશો. પણ તમે કઈ રીતે જાણી શકો કે તમે એના માટે તૈયાર છો? એનો જવાબ જાણવા ચાલો વિચારીએ કે શરૂઆતમાં આપેલાં વાક્યો સાચાં છે કે ખોટાં.

● ખ્રિસ્તીઓ માટે બાપ્તિસ્મા લેવું જરૂરી છે.

સાચું. ઈસુએ પોતાના શિષ્યોને બાપ્તિસ્મા લેવાની આજ્ઞા આપી હતી. (માથ્થી ૨૮:૧૯, ૨૦) ઈસુએ પોતે પણ બાપ્તિસ્મા લીધું હતું. ઈસુના પગલે ચાલવા તમારે પણ બાપ્તિસ્મા લેવું જોઈએ. પણ ક્યારે? જ્યારે તમે એ નિર્ણય લેવા સક્ષમ હો અને બાપ્તિસ્મા લેવું તમારા દિલની ઇચ્છા હોય.

● બાપ્તિસ્મા લેવાનું મુખ્ય કારણ એ છે કે તમે પાપ કરવાથી બચી જશો.

ખોટું. બાપ્તિસ્મા લઈને એક વ્યક્તિ બતાવે છે કે તેણે પોતાનું જીવન યહોવાને સમર્પિત કર્યું છે. સમર્પણનું વચન ઘરમાલિક સાથે કરેલા કરાર જેવું નથી. એ કરાર પ્રમાણે ભાડુઆત અમુક કામ નથી કરી શકતો, જે તેને ગમે છે. પણ તેણે એ ઘરમાં રહેવું છે એટલે મન મારીને પણ તેણે એ નિયમો પાળવા પડે છે. પણ સમર્પણનું વચન એવું નથી. વ્યક્તિ જ્યારે રાજીખુશીથી યહોવાની આજ્ઞાઓ પાળવા માંગે છે, ત્યારે જ પોતાનું જીવન સમર્પિત કરે છે.

● બાપ્તિસ્મા લેવાથી જીવન બચી શકે છે.

સાચું. બાઇબલમાં લખ્યું છે કે જો આપણે પોતાનું જીવન બચાવવું હોય, તો બાપ્તિસ્મા લેવું જરૂરી છે. (૧ પિતર ૩:૨૧) પણ એનો અર્થ એવો નથી કે આપણે મુશ્કેલીના સમયે આપોઆપ બચી જઈશું કે પછી આપણું રક્ષણ થશે. તમે એટલા માટે બાપ્તિસ્મા લો છો, કેમ કે તમે યહોવાને પ્રેમ કરો છો અને પૂરા દિલથી કાયમ તેમની ભક્તિ કરવા ચાહો છો.—માર્ક ૧૨:૨૯, ૩૦.

● જો બાપ્તિસ્મા લીધું ન હોય, તો તમારે ઈશ્વરને જવાબ આપવો નહિ પડે.

ખોટું. યાકૂબ ૪:૧૭માં લખ્યું છે કે, “જો કોઈ માણસ ખરું કરવાનું જાણતો હોય, છતાં એવું કરતો નથી તો તે પાપ કરે છે,” પછી ભલેને તેણે બાપ્તિસ્મા લીધું હોય કે ન લીધું હોય. શું તમે જાણો છો કે શું કરવું ખરું છે? શું તમે પોતાના માટે મહત્ત્વના નિર્ણયો લઈ શકો છો? જો એમ હોય તો તમારાં મમ્મી-પપ્પા અથવા કોઈ અનુભવી ભાઈ કે બહેન સાથે વાત કરો. તમે બાપ્તિસ્મા લઈ શકો એ માટે તેઓ તમને મદદ કરશે.

● તમારા દોસ્તો બાપ્તિસ્મા લેવાના હોય તો, તમારે પણ લેવું જોઈએ.

ખોટું. બાપ્તિસ્મા લેવું કે નહિ એ તમારો પોતાનો નિર્ણય છે. (ગીતશાસ્ત્ર ૧૧૦:૩) જો તમને ખબર હોય કે યહોવાના સાક્ષી બનવાનો શું અર્થ થાય અને જો એ જવાબદારી લેવા તૈયાર હો, તો જ તમારે બાપ્તિસ્મા લેવું જોઈએ.—સભાશિક્ષક ૫:૪, ૫.

બાપ્તિસ્મા લેવાથી તમારું જીવન બદલાઈ જશે

બાપ્તિસ્મા લેવાથી ઘણા આશીર્વાદો મળે છે. પણ એ એક મોટી જવાબદારી પણ છે, કેમ કે તમારે યહોવાને આપેલું વચન નિભાવવાનું છે.

શું તમે પોતાનું જીવન યહોવાને સમર્પિત કરવા તૈયાર છો? જો એમ હોય તો એ ખુશીની વાત કહેવાય. કેમ કે જીવન સમર્પિત કરવાથી તમે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી શકશો અને તમારા જીવનથી બતાવી આપી શકશો કે તમે તેમને પ્રેમ કરો છો.—માથ્થી ૨૨:૩૬, ૩૭.

મુખ્ય કલમ

“પોતાના શરીરનું જીવતું, પવિત્ર અને ઈશ્વરને પસંદ હોય એવું અર્પણ કરો. તમારી સમજશક્તિનો ઉપયોગ કરીને ઈશ્વરની પવિત્ર સેવા કરો.”—રોમનો ૧૨:૧.

સૂચન

મમ્મી-પપ્પાની મદદથી મંડળમાં એવા ભાઈ કે બહેનને શોધો જે તમને ઈશ્વરની ભક્તિમાં આગળ વધવા મદદ કરી શકે.—પ્રેરિતોનાં કાર્યો ૧૬:૧-૩.

શું તમે જાણો છો . . . ?

બાપ્તિસ્મા લેવું એક મહત્ત્વની “નિશાની” છે, જે બતાવે છે કે તમારું જીવન બચી શકે છે.—હઝકિયેલ ૯:૪-૬.

મારે શું કરવું જોઈએ?

બાપ્તિસ્મા લેવા હું બાઇબલનાં આ શિક્ષણને સારી રીતે સમજવા માંગું છું: ․․․․․

બાપ્તિસ્મા લેવા વિશે મારે મમ્મી-પપ્પાને કયા સવાલો પૂછવાના છે? ․․․․․

આનો વિચાર કરો:

● બાપ્તિસ્મા કેમ મહત્ત્વનું પગલું છે?

● શા માટે અમુક યુવાનો બહુ જલદી બાપ્તિસ્મા લઈ લે છે?

● શા માટે અમુક યુવાનો બાપ્તિસ્મા લેતા અચકાય છે?

[પાન ૩૦૬ પર બ્લર્બ]

“હું યાદ રાખું છું કે મેં બાપ્તિસ્મા લીધું છે. એનાથી મને યોગ્ય નિર્ણયો લેવા મદદ મળે છે. એટલું જ નહિ, હું એવાં કામોથી પણ દૂર રહી શકું છું, જે મારું જીવન બરબાદ કરી શકે છે.”—હૉલી

[પાન ૩૦૭ પર ચિત્ર/બૉક્સ]

બાપ્તિસ્મા વિશે વારંવાર પૂછાતા સવાલો

બાપ્તિસ્મા લઈને તમે શું બતાવો છો? તમે બતાવો છો કે પોતાની ઇચ્છા પૂરી કરવા કરતાં યહોવાની ઇચ્છા પૂરી કરવી વધારે મહત્ત્વની છે.

યહોવાને પોતાનું જીવન સમર્પિત કરવાનો અર્થ શું થાય? એનો અર્થ થાય કે તમે પોતાનું જીવન યહોવાને સોંપવાનું અને તેમની ભક્તિ કરવાનું વચન આપો છો. (માથ્થી ૧૬:૨૪) બાપ્તિસ્મા પહેલાં તમે એકાંતમાં યહોવાને પ્રાર્થના કરો છો અને જણાવો છો કે હંમેશાં તેમને ભજવા માંગો છો.

બાપ્તિસ્મા લેતા પહેલાં તમારે શું કરવું જોઈએ? તમારે બાઇબલની આજ્ઞાઓ પાળવી જોઈએ અને બીજાઓને ઈશ્વર વિશે જણાવવું જોઈએ. બાઇબલમાંથી શીખીને અને ઈશ્વરને પ્રાર્થના કરીને તેમની સાથે દોસ્તી કરવી જોઈએ. યહોવાની ભક્તિ કરવી કે નહિ એ નિર્ણય તમારો પોતાનો હોવો જોઈએ, કોઈના દબાણમાં આવીને ન લેવો જોઈએ.

મારે કઈ ઉંમરે બાપ્તિસ્મા લેવું જોઈએ? બાપ્તિસ્મા લેવા માટે કોઈ ખાસ ઉંમર હોતી નથી. બાપ્તિસ્મા લેતા પહેલાં તમે એ સમજી શકતા હોવા જોઈએ કે યહોવાને પોતાનું જીવન સમર્પિત કરવાનો શું અર્થ થાય.

તમે બાપ્તિસ્મા લેવા માંગતા હો, પણ મમ્મી-પપ્પા તમને રાહ જોવાનું કહે તો શું કરશો? કદાચ તેઓ ચાહતા હોય કે તમે બાપ્તિસ્માને લાયક બનવા હજી વધારે લાયક બનો. તેઓની સલાહ માનો અને એ સમયનો ઉપયોગ કરીને યહોવાના પાકા દોસ્ત બનો.—૧ શમુએલ ૨:૨૬.

[પાન ૩૦૮, ૩૦૯ પર બૉક્સ]

શું તમારે બાપ્તિસ્મા લેવું છે?

નીચે આપેલાં સવાલો અને વાક્યોની મદદથી જુઓ કે તમે બાપ્તિસ્મા લેવા તૈયાર છો કે નહિ. બધી કલમો વાંચો અને પછી જવાબ લખો.

તમે કઈ રીતે બતાવો છો કે તમને યહોવામાં ભરોસો છે?—ગીતશાસ્ત્ર ૭૧:૫. ․․․․․

તમે કઈ રીતે બતાવ્યું છે કે તમે ખરું-ખોટું પારખી શકો છો?—હિબ્રૂઓ ૫:૧૪. ․․․․․

તમે કેટલી વાર પ્રાર્થના કરો છો? ․․․․․

તમે કઈ કઈ વાતો માટે યહોવાને પ્રાર્થના કરો છો? તમારી પ્રાર્થનાઓથી કઈ રીતે ખબર પડે છે કે તમે યહોવાને પ્રેમ કરો છો?—ગીતશાસ્ત્ર ૧૭:૬. ․․․․․

વધારે સારી રીતે પ્રાર્થના કરવા તમે શું કરી શકો, એ લખો. ․․․․․

તમે કેટલી વાર પોતાની જાતે બાઇબલમાંથી અભ્યાસ કરો છો?—યહોશુઆ ૧:૮. ․․․․․

બાઇબલમાંથી વધારે શીખવા તમે કયા વિષયો પર અભ્યાસ કરો છો? ․․․․․

બાઇબલમાંથી વધારે ને વધારે શીખતા રહેવા તમે શું કરી શકો, એ લખો. ․․․․․

શું તમે બીજાઓને યહોવા વિશે જણાવી શકો છો? શું બીજાઓને બાઇબલમાંથી શીખવી શકો છો? (દાખલા તરીકે: શું તમે બીજાઓને બાઇબલનું મૂળ શિક્ષણ સારી રીતે સમજાવી શકો છો? શું તમે રસ ધરાવનાર લોકોને ફરી મળવા જાઓ છો? શું તમે કોઈની સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરવા મહેનત કરો છો?)

□ હા □ ના

તમારાં મમ્મી-પપ્પા પ્રચારમાં ન આવી શકે તોપણ શું તમે જાઓ છો?—પ્રેરિતોનાં કાર્યો ૫:૪૨.

□ હા □ ના

વધારે સારી રીતે પ્રચાર કરવા તમે શું કરી શકો, એ લખો.—૨ તિમોથી ૨:૧૫. ․․․․․

શું તમે બધી સભાઓમાં જાઓ છો?—હિબ્રૂઓ ૧૦:૨૫. ․․․․․

તમે કઈ કઈ રીતોએ સભામાં ભાગ લો છો? ․․․․․

તમારાં મમ્મી-પપ્પા સભામાં ન આવી શકે તોપણ શું તમે સભામાં જશો (જો મમ્મી-પપ્પાની પરવાનગી હોય તો)?

□ હા □ ના

શું તમને સાચે જ ઈશ્વરની આજ્ઞાઓ પાળવી ગમે છે?—ગીતશાસ્ત્ર ૪૦:૮.

□ હા □ ના

શું તમે એવા બનાવો વિશે જણાવી શકો, જ્યારે તમારા મિત્રોએ તમને ખોટું કરવા દબાણ કર્યું હતું અને તમે ના પાડી હતી?—રોમનો ૧૨:૨. ․․․․․

યહોવાને હંમેશાં પ્રેમ કરતા રહેવા તમે શું કરશો?—યહૂદા ૨૦, ૨૧. ․․․․․

જો મમ્મી-પપ્પા કે મિત્રો યહોવાની ભક્તિ બંધ કરી દે, તોપણ શું તમે યહોવાની ભક્તિ કરશો?—માથ્થી ૧૦:૩૬, ૩૭.

□ હા □ ના

[પાન ૩૧૦ પર ચિત્ર]

લગ્‍નની જેમ બાપ્તિસ્મા પણ એક મહત્ત્વનો નિર્ણય છે. એટલે એ સમજી-વિચારીને લેવો જોઈએ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો