૧૩૨
જીતનું ગીત
૧. ચાલો ગીત ગાઈને, યહોવાનું નામ રોશન કર્યે
હરાવ્યોʼતો ઇજિપ્તના ઘમંડી રાજાને
યહોવા ઈશ્વર કોઈ એના સિવાય નહિ બીજું
યહોવા નામ તેનું મળી હતી તેને જીત
(ટેક)
યહોવા છે, બધાથી મહાન
જે કાલે હતા એજ આજે પણ છે
ધૂળ ભેગા થશે તેના દુશ્મનો
એવા છે મહાન યહોવા
૨. રાજાઓ થશે, થશે યહોવા સામે ઊભા
બધા બળવાન રાજાઓ, થઈ જશે ભોંય ભેગા
છટકી ન શકે યહોવાના મહાન દિવસથી
બધા લોકો જાણશે તારું નામ છે યહોવા
(ટેક)
યહોવા છે, બધાથી મહાન
જે કાલે હતા એજ આજે પણ છે
ધૂળ ભેગા થશે તેના દુશ્મનો
એવા છે મહાન યહોવા
(ગીત. ૨:૨, ૯; ૯૨:૮; માલા. ૩:૬; પ્રકટી. ૧૬:૧૪, ૧૬ પણ જુઓ.)