ભાગ ૯
દુનિયામાં જલદી જ સુખ-શાંતિ આવશે
દુનિયાની તકલીફો બતાવે છે કે ધરતી પર જલદી જ ભગવાનનું રાજ આવશે. લૂક ૨૧:૧૦, ૧૧; ૨ તિમોથી ૩:૧-૫
બાઇબલમાં પહેલેથી જણાવેલું છે કે લોકો પૈસાના પ્રેમી બનશે, માબાપનું માનશે નહિ, જુલમી હશે અને મોજશોખમાં ડૂબેલા રહેશે. આજે દુનિયામાં એવું જ થાય છે.
મોટા મોટા ધરતીકંપો, લડાઈઓ અને ભૂખમરો થશે. બીમારીઓ ફેલાશે. આજે દુનિયામાં આ બધું થાય છે.
ઈસુએ એમ પણ કીધું હતું કે આખી દુનિયામાં ભગવાનના રાજ વિષે સંદેશો આપવામાં આવશે.—માથ્થી ૨૪:૧૪.
ભગવાનનું રાજ બધી બૂરાઈ દૂર કરશે. ૨ પિતર ૩:૧૩
યહોવા જલદી જ ખરાબ લોકોનો નાશ કરશે.
શેતાન અને ખરાબ દૂતોને સજા થશે.
ભગવાનનું સાંભળશે તેઓ બચી જશે. પછી ધરતી પર બૂરાઈ નહિ હોય. કોઈનો ડર નહિ હોય. લોકોને એકબીજા પર ભરોસો અને પ્રેમ હશે.