વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • yc પાઠ ૧૩ પાન ૨૮-૨૯
  • તીમોથી લોકોને મદદ કરવા ચાહતા હતા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તીમોથી લોકોને મદદ કરવા ચાહતા હતા
  • મારી બાઇબલ વાર્તાઓ
  • સરખી માહિતી
  • પાઉલ અને તિમોથી
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • બાઇબલનો ખરો ઉપયોગ કેવી રીતે કરી શકીએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • યુવાનો, ઈશ્વરને મહિમા મળે એવા ધ્યેય રાખો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • સત્યમાં પ્રગતિ કરતા રહીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
વધુ જુઓ
મારી બાઇબલ વાર્તાઓ
yc પાઠ ૧૩ પાન ૨૮-૨૯
બાળક તીમોથી પોતાના નાની લોઈસ અને માતા યુનીકે પાસેથી શીખી રહ્યા છે

૧૩

તીમોથી લોકોને મદદ કરવા ચાહતા હતા

લોકોને મદદ કરવી તીમોથીને ખૂબ ગમતી. એ માટે તેમણે ઘણી મુસાફરી પણ કરી. એટલે, તેમનું જીવન ખુશીઓથી ભરેલું હતું. તમને તીમોથી વિશે જાણવું છે?—

તીમોથીના માતા અને નાનીએ તેમને યહોવા વિશે શીખવ્યું

તીમોથી લુસ્ત્રા શહેરમાં મોટા થયા હતા. તીમોથીના નાનીનું નામ લોઈસ અને માતાનું નામ યુનીકે હતું. તેઓ યહોવાને ભજતાં હતાં. તેઓએ તીમોથીને નાનપણથી જ યહોવા વિશે શીખવ્યું હતું. તીમોથી મોટા થયા તેમ, લોકોને યહોવા વિશે શીખવવા માંગતા હતા.

તીમોથી યુવાન હતા ત્યારે, પાઊલે તેમને પૂછ્યું: ‘તું મારી સાથે બીજા દેશોમાં પ્રચાર કરવા આવીશ?’ તીમોથીએ તરત જ હા પાડી. તે પાઊલ સાથે જવા તૈયાર હતા. તે બીજાઓને મદદ કરવા ચાહતા હતા.

તીમોથી અને પાઊલ થેસ્સાલોનીકા ગયા. એ ગ્રીસનું એક શહેર હતું અને બહુ દૂર હતું. ત્યાં જવા તેઓ ખૂબ ચાલ્યા. પછી વહાણમાં મુસાફરી કરી. થેસ્સાલોનીકા પહોંચ્યા પછી, તેઓએ ઘણા લોકોને યહોવા વિશે શીખવ્યું. પણ અમુક લોકો પાઊલ અને તીમોથી પર ગુસ્સે થયા. અરે, તેઓને મારી નાખવાની કોશિશ કરી. એટલે, પાઊલ અને તીમોથી એ શહેરમાંથી નીકળી ગયા. તેઓ બીજાં શહેરોમાં જઈને પ્રચાર કરવા લાગ્યા.

પ્રેરિત પાઊલ સાથે તીમોથી વહાણમાં મુસાફરી કરી રહ્યા છે

તીમોથીનું જીવન ખુશીઓથી ભરેલું હતું

થોડાક મહિનાઓ પછી, પાઊલે તીમોથીને થેસ્સાલોનીકા પાછા જવા કહ્યું. પાઊલને જાણવું હતું કે એ મંડળનાં ભાઈ-બહેનો સત્યમાં કેવી પ્રગતિ કરી રહ્યાં છે. એ શહેર તેઓ માટે ખતરનાક હતું. ત્યાં પાછા જવા ઘણી હિંમત જોઈએ! તીમોથીને ત્યાંના ભાઈ-બહેનોની ખૂબ ચિંતા હોવાથી તે પાછા ત્યાં ગયા. તેમણે પાછા આવીને પાઊલને સમાચાર આપ્યા કે, થેસ્સાલોનીકાનાં ભાઈ-બહેનો સત્યમાં સારી પ્રગતિ કરી રહ્યાં છે!

પાઊલ સાથે તીમોથીએ ઘણાં વર્ષો પ્રચાર કર્યો. પાઊલે લખ્યું કે મંડળોને મદદ કરવા તીમોથી સૌથી સારી વ્યક્તિ હતા. યહોવા અને લોકોને તીમોથી ખૂબ ચાહતા હતા.

શું તમે પણ લોકોને પ્રેમ કરો છો? તમે યહોવા વિશે લોકોને શીખવવા ચાહો છો?— એમ કરશો તો, તીમોથીની જેમ તમારું જીવન પણ ખુશીઓથી ભરાઈ જશે!

બાઇબલમાંથી વાંચો

  • ૨ તીમોથી ૧:૫; ૩:૧૫

  • પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧-૫; ૧૭:૧-૧૦

  • ૧ થેસ્સાલોનીકી ૩:૨-૭

  • ફિલિપી ૨:૧૯-૨૨

સવાલો:

  • તીમોથી કયા શહેરમાં મોટા થયા હતા?

  • શું પાઊલ સાથે મુસાફરી કરવા તીમોથી તૈયાર હતા? સમજાવો.

  • તીમોથી કેમ પાછા થેસ્સાલોનીકા ગયા?

  • તીમોથીની જેમ તમારું જીવન ખુશીઓથી ભરવા શું કરવું જોઈએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો