વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • jy પ્રકરણ ૭૦ પાન ૧૬૬-પાન ૧૬૭ ફકરો ૨
  • જન્મથી આંધળા માણસને ઈસુ સાજો કરે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જન્મથી આંધળા માણસને ઈસુ સાજો કરે છે
  • ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • સરખી માહિતી
  • દેખતા થયેલા માણસને ફરોશીઓ ધમકાવે છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • સાબ્બાથના દિવસે ઈસુએ ચમત્કાર કર્યો
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • અંધ વ્યક્તિને યહોવા વિશે શીખવા મદદ કરીએ
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
  • અપંગતાનો અંત કઈ રીતે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
વધુ જુઓ
ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
jy પ્રકરણ ૭૦ પાન ૧૬૬-પાન ૧૬૭ ફકરો ૨
શિલોઆહ કુંડમાં ધોયા પછી, આંધળો ભિખારી દેખતો થાય છે

પ્રકરણ ૭૦

જન્મથી આંધળા માણસને ઈસુ સાજો કરે છે

યોહાન ૯:૧-૧૮

  • જન્મથી આંધળો ભિખારી સાજો કરાય છે

ઈસુ સાબ્બાથના દિવસે હજુ યરૂશાલેમમાં હતા. તે પોતાના શિષ્યો સાથે શહેરમાં ચાલતા હતા ત્યારે, તેઓએ જન્મથી આંધળા એક ભિખારીને જોયો. શિષ્યોએ ઈસુને પૂછ્યું: “ગુરુજી, કોના પાપને લીધે આ માણસ આંધળો જન્મ્યો? તેના કે તેનાં માબાપના?”—યોહાન ૯:૨.

શિષ્યો જાણતા હતા કે આગલા જન્મ જેવું કંઈ ન હતું, જેમાં આ માણસે કોઈ પાપ કર્યું હોય. પણ, તેઓને કદાચ સવાલ થયો હશે કે શું માના પેટમાં કોઈ વ્યક્તિ પાપ કરી શકે? ઈસુએ જવાબ આપ્યો: “આ માણસે કે તેનાં માબાપે પાપ કર્યું નથી, પણ લોકો ઈશ્વરનાં કામો જોઈ શકે એ માટે તેના કિસ્સામાં આવું થયું છે.” (યોહાન ૯:૩) એટલે, આ માણસે કે તેનાં માબાપે કોઈ ભૂલ અથવા પાપ કર્યું ન હતું, જેના લીધે તે આંધળો જન્મ્યો હોય. એ તો આદમના પાપનું પરિણામ હતું, જેના લીધે બધા મનુષ્યો અપૂર્ણ જન્મે છે અને અંધાપા જેવી ખોડખાંપણ રહી જાય છે. એ માણસના અંધાપાને લીધે ઈશ્વરની શક્તિથી ચમત્કાર કરવાની ઈસુને તક મળી, જેમ અગાઉ પણ બીમાર લોકોને સાજા કર્યા હતા.

ઈસુએ ભાર મૂક્યો કે એવાં કામો જલદી જ કરવાં જોઈએ. તેમણે કહ્યું: “જ્યાં સુધી દિવસ છે, ત્યાં સુધી મને મોકલનારનાં કામો આપણે કરવા જોઈએ; રાત આવશે ત્યારે કોઈ માણસ કામ કરી શકશે નહિ. હું દુનિયામાં છું ત્યાં સુધી, હું દુનિયાનો પ્રકાશ છું.” (યોહાન ૯:૪, ૫) જલદી જ મરણ તેમને કબરના અંધકારમાં ધકેલી દેશે, જ્યાં તે કંઈ કરી નહિ શકે. એ સમય સુધી તે દુનિયાનો પ્રકાશ હતા.

ઈસુ માટીનો લેપ બનાવીને આંધળા માણસની આંખો પર લગાડે છે

શું ઈસુએ આંધળા માણસને સાજો કર્યો? કઈ રીતે? ઈસુ જમીન પર થૂંક્યા અને માટીનો લેપ બનાવીને આંધળા માણસની આંખો પર લગાડ્યો. પછી, તેને કહ્યું: “જા, શિલોઆહ કુંડમાં ધોઈ નાખ.” (યોહાન ૯:૭) એ માણસે એમ જ કર્યું અને તે દેખતો થયો! જીવનમાં પહેલી વાર બધું જોવાથી તે કેટલો ખુશ થઈ ગયો હશે!

આ આંધળા માણસને ઓળખતા અડોશ-પડોશના લોકોને એ માનવામાં જ આવતું ન હતું! તેઓએ પૂછ્યું: “શું આ એ જ માણસ નથી જે બેસીને ભીખ માંગતો હતો?” અમુકે કહ્યું: “આ એ જ છે.” બીજાઓ માની ન શક્યા, એટલે કહ્યું: “ના, એ તો તેના જેવો દેખાય છે.” એ માણસે કહ્યું: “હું એ જ છું.”—યોહાન ૯:૮, ૯.

તેથી, તેઓએ એ માણસને પૂછ્યું: “તો પછી, તું કેવી રીતે દેખતો થયો?” તેણે જવાબ આપ્યો: “ઈસુ નામના માણસે લેપ બનાવ્યો અને મારી આંખો પર લગાડ્યો અને મને કહ્યું, ‘શિલોઆહ જા અને ધોઈ નાખ.’ એટલે, હું ગયો અને આંખો ધોઈ નાખી અને હું દેખતો થયો.” એ સાંભળીને તેઓએ તેને પૂછ્યું: “એ માણસ ક્યાં છે?” તેણે કહ્યું: “મને નથી ખબર.”—યોહાન ૯:૧૦-૧૨.

લોકો એ માણસને ફરોશીઓ પાસે લઈ ગયા; તેઓ પણ જાણવા માંગતા હતા કે તે કઈ રીતે દેખતો થયો. એ માણસે તેઓને જણાવ્યું: “તેમણે મારી આંખો પર લેપ લગાડ્યો અને મેં આંખો ધોઈ અને હવે હું જોઈ શકું છું.” એ સાંભળીને ફરોશીઓએ સાજા થયેલા ભિખારી સાથે ખુશી મનાવવી જોઈતી હતી. એના બદલે, તેઓમાંના અમુક તો ઈસુનો વાંક કાઢવા લાગ્યા. તેઓએ દાવો કર્યો: “એ માણસ ઈશ્વર પાસેથી નથી આવ્યો, કેમ કે તે સાબ્બાથ પાળતો નથી.” બીજાઓએ કહ્યું: “જો કોઈ માણસ પાપી હોય તો આવા ચમત્કારો કઈ રીતે કરી શકે?” (યોહાન ૯:૧૫, ૧૬) આમ, તેઓમાં અંદરોઅંદર ફૂટ પડી.

આવા મતભેદો જોઈને, તેઓ દેખતા થયેલા માણસ તરફ ફરીને પૂછવા લાગ્યા: “તેણે તને દેખતો કર્યો હતો, તો પછી તેના વિશે તારું શું કહેવું છે?” એ માણસને ઈસુ વિશે જરાય શંકા ન હોવાથી, તેણે કહ્યું: “તે પ્રબોધક છે!”—યોહાન ૯:૧૭.

યહુદીઓ એ માનવા તૈયાર ન હતા. તેઓ કદાચ એવું વિચારતા હતા કે આ માણસ અને ઈસુએ મળીને લોકોને ઉલ્લું બનાવવાનું કાવતરું ઘડ્યું હતું. આનો ઉકેલ લાવવા તેઓએ ભિખારીનાં માબાપને બોલાવીને પૂછવાનું નક્કી કર્યું કે તેઓનો દીકરો ખરેખર આંધળો હતો કે કેમ.

  • માણસ આંધળો હતો એનું કારણ શું હતું અને શું ન હતું?

  • આંધળો માણસ દેખતો થયો એ જોઈને તેને ઓળખતા લોકોએ શું કર્યું?

  • ફરોશીઓમાં આંધળા માણસ વિશે કેવી ફૂટ પડી?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો