વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lfb પાઠ ૯૨ પાન ૨૧૪-પાન ૨૧૫ ફકરો ૧
  • પ્રેરિતોને ઈસુ ફરી દેખાયા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પ્રેરિતોને ઈસુ ફરી દેખાયા
  • ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • સરખી માહિતી
  • ગાલીલ સરોવરને કિનારે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • ડર અને શંકા સામે તે લડ્યા
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • ઈસુ ચાર શિષ્યોને બોલાવે છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • પોતાના ગુરુ પાસેથી તે માફી આપવાનું શીખ્યા
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
વધુ જુઓ
ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
lfb પાઠ ૯૨ પાન ૨૧૪-પાન ૨૧૫ ફકરો ૧
ઈસુ શિષ્યો સાથે વાત કરે છે અને આગ પર માછલીઓ શેકાય છે

પાઠ ૯૨

પ્રેરિતોને ઈસુ ફરી દેખાયા

પ્રેરિતોને ઈસુ દેખાયા એના થોડા સમય પછી, પિતરે ગાલીલ સરોવરમાં માછલી પકડવા જવાનું નક્કી કર્યું. તેમની સાથે થોમા, યાકૂબ, યોહાન અને બીજા અમુક શિષ્યો પણ ગયા. તેઓએ આખી રાત માછલી પકડવાની કોશિશ કરી, પણ તેઓના હાથમાં એક પણ માછલી આવી નહિ.

બીજે દિવસે વહેલી સવારે તેઓએ સરોવર કિનારે એક માણસ જોયો. એ માણસે બૂમ પાડીને તેઓને પૂછ્યું: ‘શું તમને માછલીઓ મળી?’ તેઓએ કહ્યું: “ના!” એ માણસે કહ્યું: “હોડીની જમણી બાજુ જાળ નાખો.” તેઓએ એમ કર્યું ત્યારે, જાળમાં એટલી બધી માછલીઓ પકડાઈ કે તેઓ એને ખેંચી શકતા ન હતા. અચાનક યોહાનને ખ્યાલ આવ્યો કે એ માણસ ઈસુ છે. તેમણે કહ્યું: “એ તો માલિક છે!” એ સાંભળતા જ પિતર પાણીમાં કૂદી પડ્યા અને તરીને કિનારે ગયા. બાકીના શિષ્યો પણ હોડીમાં કિનારે ગયા.

તેઓ કિનારે આવ્યા ત્યારે, સળગતા કોલસા પર માછલીઓ અને રોટલી શેકાતી હતી. પણ બધા ખાઈ શકે એ માટે વધારે માછલીઓની જરૂર હતી. એટલે ઈસુએ કહ્યું કે તેઓએ પકડેલી માછલીમાંથી થોડી લઈ આવે. પછી ઈસુએ કહ્યું: ‘આવો! નાસ્તો કરી લો.’

પિતર સરોવર કિનારે ઊભેલા ઈસુ પાસે જાય છે અને બીજા શિષ્યો પણ હોડીમાં તેમની પાછળ જાય છે

નાસ્તો કર્યા પછી ઈસુએ પિતરને પૂછ્યું: ‘શું માછલી પકડવાના કામ કરતાં તું મારા પર વધારે પ્રેમ રાખે છે?’ પિતરે કહ્યું: ‘હા માલિક! તમે જાણો છો કે મને તમારા પર વધારે પ્રેમ છે.’ ઈસુએ કહ્યું: “મારાં ઘેટાંને ખવડાવ.” ઈસુએ ફરી પૂછ્યું: ‘શું તું મારા પર પ્રેમ રાખે છે?’ પિતરે કહ્યું: ‘હા માલિક! તમે જાણો છો કે મને તમારા પર પ્રેમ છે.’ ઈસુએ કહ્યું: “મારાં ઘેટાંની સંભાળ રાખ.” ઈસુએ ત્રીજી વાર પિતરને એ જ સવાલ પૂછ્યો. એ સાંભળીને પિતર દુઃખી થયા અને તેમણે કહ્યું: ‘માલિક, તમે બધું જાણો છો. તમને ખબર છે કે મને તમારા પર પ્રેમ છે.’ ઈસુએ કહ્યું: “મારાં ઘેટાંને ખવડાવ.” પછી ઈસુએ પિતરને જણાવ્યું: “મારી પાછળ ચાલતો રહે.”

“ઈસુએ તેઓને કહ્યું: ‘મારી પાછળ આવો અને હું તમને જુદા પ્રકારના માછીમારો બનાવીશ. તમે માછલીઓને નહિ, માણસોને ભેગા કરશો.’ તેઓ તરત જ પોતાની જાળ પડતી મૂકીને તેમની પાછળ ગયા.”—માથ્થી ૪:૧૯, ૨૦

સવાલ: ઈસુએ પ્રેરિતો માટે કયો ચમત્કાર કર્યો? ઈસુએ પિતરને ત્રણ વાર કેમ પૂછ્યું કે ‘તને મારા પર પ્રેમ છે?’

યોહાન ૨૧:૧-૧૯, ૨૫; પ્રેરિતોનાં કાર્યો ૧:૧-૩

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો