ગીત ૩૪
ચાલું તારી સંગે
૧. હે યહોવા, હકીમ છો તું મારો
મારી રગેરગને તપાસીને તું જો
જો ખોટ દેખાય કંઈ મારા જીવનમાં
પી લઈશ તારે હાથે, દે દવા મને રે
(ટેક)
મેં તો વાળી છે ગાંઠ મારા દિલે
પકડી રાખું તને, ચાલું તારી સંગે
૨. ન બેસું હું મહેફિલમાં જેઓના
દિલમાં કપટ હોય ને હોય બડાઈ વાતોમાં
પાપી હાથનો ન લઉં કદી સંગાથ
તું પકડ મારો હાથ ને આપ તારો સાથ રે
(ટેક)
મેં તો વાળી છે ગાંઠ મારા દિલે
પકડી રાખું તને, ચાલું તારી સંગે
૩. હું દૂર નહિ જાઉં તારા મંદિરેથી
કેમ કે ત્યાં તું મારા સઘળાં પાપ ધુએ છે
ખસીશ નહિ હું તારા આંગણથી
તારું પવિત્ર નામ ત્યાં સતત વહે રે
(ટેક)
મેં તો વાળી છે ગાંઠ મારા દિલે
પકડી રાખું તને, ચાલું તારી સંગે
(ગીત. ૨૫:૨ પણ જુઓ.)