ગીત ૭૪
રાજ્યનું ગીત ગાઈએ
૧. ચાલો યહોવાની જીતનું ગીત ગાઈએ
ધરતી પણ જોડે જોડે સૂર પૂરે
ને આકાશો ખુશીથી ઝૂમી ઊઠે
આપણાં દિલમાં આશા ને પ્રેમ જાગે
(ટેક)
યહોવાની, આગળ નમ્યે
તાજ પ્હેરાવ્યો, છે ઈસુને
ચાલો આ રાજ્યનું નવું ગીત શીખ્યે
ઈસુ જેવા ના છે કોઈ રાજા રે!
૨. આ સ્તુતિગીત જાહેર કર્યે હર ખૂણે
કે ઈસુ તો રાજ્યાસન પર શોભે
ને પૃથ્વીના એમના પસંદ કરેલા
એમના રાજને ખુશીથી વધાવે
(ટેક)
યહોવાની, આગળ નમ્યે
તાજ પ્હેરાવ્યો, છે ઈસુને
ચાલો આ રાજ્યનું નવું ગીત શીખ્યે
ઈસુ જેવા ના છે કોઈ રાજા રે!
૩. આ ગીત ગાય છે ખુશીથી નમ્ર લોકો
એનો સંદેશ સાફ છે પાણી જેવો
બધા એક સૂરમાં ગાય છે પૂરા દિલથી
ને બીજાને આવકારે છે પ્રેમથી
(ટેક)
યહોવાની, આગળ નમ્યે
તાજ પ્હેરાવ્યો, છે ઈસુને
ચાલો આ રાજ્યનું નવું ગીત શીખ્યે
ઈસુ જેવા ના છે કોઈ રાજા રે!
(ગીત. ૯૫:૬; ૧ પિત. ૨:૯, ૧૦; પ્રકટી. ૧૨:૧૦ પણ જુઓ.)