વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w03 ૪/૧૫ પાન ૨૭
  • શું તમને યાદ છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમને યાદ છે?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • સરખી માહિતી
  • શાફાન અને તેમનું કુટુંબ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • યહોવાહ દિલ જુએ છે, દેખાવ નહિ!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • યહોવાહની કૃપા પામનાર નમ્ર યોશીયાહ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
w03 ૪/૧૫ પાન ૨૭

શું તમને યાદ છે?

છેલ્લા થોડા મહિનાના ચોકીબુરજ અંકો તમને કેવા લાગ્યા? એમાંથી તમને આ મુદ્દા યાદ છે?

• શાફાન અને તેના કુટુંબ પાસેથી આપણે શું શીખી શકીએ?

શાફાન, યહુદાના રાજા યોશીયાહના રાજમંત્રી અને શાસ્ત્રી હતા. વળી, આખા રાજ્યમાં તેમનું નામ ઘણું જ મોટું હતું. તેમ જ, મંદિરના સમારકામ માટે પણ શાફાને પૂરી મદદ કરી. શાફાનના બે પુત્રોએ પણ યિર્મેયાહને ઘણી જ મદદ કરી. વળી, શાફાનનો બીજો પુત્ર અને તેના બે દીકરાઓએ પોતાની સત્તાનો યહોવાહની સેવા માટે ઉપયોગ કર્યો. તેઓની જેમ, જો આપણી પાસે સત્તા હોય તો, યહોવાહની સેવામાં એનો દરેક રીતે ઉપયોગ કરીએ.—૧૨/૧૫, પાન ૧૯-૨૨.

• ઈરાની હૉકસ્ટેનબૅક બહેરી હોવા છતાં, કઈ રીતે યહોવાહની સેવા કરી રહી છે?

ઈરાની સાત વર્ષની હતી, ત્યારે તે બહેરી થઈ ગઈ હતી. તેમ છતાં, તે બીજાઓ સાથે વાતચીત કરી શકે છે. તેના પતિ પ્રવાસી નિરીક્ષક હોવાથી નેધરલૅન્ડમાં અલગ અલગ મંડળોની મુલાકાત લે ત્યારે, ઈરાની પણ તેમની સાથે દરેક મંડળમાં જાય છે.—૧/૧, પાન ૨૩-૬.

• “ઉત્સાહી રાજ્ય પ્રચારકો” મહાસંમેલનમાં, કયા બે નવા પુસ્તકો બહાર પાડવામાં આવ્યા?

દરેકને વર્શિપ ધી ઓન્લી ટ્રુ ગૉડ પુસ્તક મેળવીને ઘણો જ આનંદ થયો હતો. આ પુસ્તકને ખાસ બાઇબલ અભ્યાસ માટે બનાવવામાં આવ્યું છે. બાઇબલ વિદ્યાર્થી સાથે જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી લઈ જાય છે એ પુસ્તકના અભ્યાસ પછી, આ પુસ્તકનો અભ્યાસ કરી શકાય છે. બીજું પુસ્તક હતું, ડ્રો ક્લોઝ ટુ જીહોવાહ. એમાં યહોવાહના મુખ્ય ગુણો વિષે સમજાવવામાં આવ્યું છે. તેમ જ આપણે એ ગુણોને જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકીએ એ પણ બતાવવામાં આવ્યું છે.—૧/૧૫, પાન ૨૩ -૪.

• નીતિવચનો ૧૨:૫ પ્રમાણે, “નેકીવાનોના વિચાર વાજબી હોય છે.” એનો શું અર્થ થાય છે?

સારા લોકોના વિચારો ન્યાયી અને ભેદભાવ વગરના હોય છે. તેઓ પરમેશ્વર અને પોતાના ભાઈબહેનો પ્રત્યેના પ્રેમથી પ્રેરાયા હોવાથી, તેઓના ઇરાદા સારા હોય છે.—૧/૧૫, પાન ૩૦.

• વ્યક્તિને કામ પ્રત્યે યોગ્ય વલણ રાખવા શું મદદ કરી શકે?

નાનપણથી જ કામનું મહત્ત્વ સમજાવવું જરૂરી છે. બાઇબલ આપણને આળસુ બનવાનું નહિ, પણ નોકરી-ધંધા કરવાનું ઉત્તેજન આપે છે. (નીતિવચનો ૨૦:૪) એની સાથે સાથે આખો દિવસ કામમાં જ નહિ મંડ્યા રહેવાનું પણ એ જણાવે છે. આપણે યહોવાહની સેવાને જ આપણા જીવનમાં પ્રથમ રાખવી જોઈએ. (૧ કોરીંથી ૭:૨૯-૩૧) વળી, આપણે પાક્કી ખાતરી રાખવી જોઈએ કે, યહોવાહ આપણને કદી પણ તજશે નહિ.—૨/૧, પાન ૪-૬.

• બાઇબલમાં સૌથી પહેલી વેદી વિષે ક્યાં જણાવવામાં આવ્યું છે?

એ ઉત્પત્તિ ૮:૨૦માં બતાવ્યું છે. પૂરના પાણી ઓસરી ગયા પછી, નુહે વહાણમાંથી બહાર નીકળીને સૌથી પહેલી વેદી બાંધી હતી. જો કે કાઈન અને હાબેલ પણ બલિદાનો ચઢાવવા માટે વેદીનો ઉપયોગ કરતા હતા. (ઉત્પત્તિ ૪:૩, ૪)—૨/૧૫, પાન ૨૮.

• બદલાયેલા સંજોગોનો આપણે કઈ રીતે સારો ઉપયોગ કરી શકીએ?

ઘણા ભાઈ-બહેનોએ નોકરી પર અમુક ફેરફારો કર્યા છે જેથી તેઓ પ્રચારમાં વધારે ભાગ લઈ શકે. બીજાઓ જ્યારે તેઓના બાળકો પરણીને ઘર છોડી જાય છે ત્યારે તેઓને યહોવાહની વધારે સેવા કરવાનો ચાન્સ મળે છે.—૩/૧, પાન ૧૯-૨૨.

• આપણને યહોવાહની નજરે જોવા, યૂના અને પીતરનું ઉદાહરણ કઈ રીતે મદદ કરે છે?

પીતર અને યૂના, બંનેના વિચારોમાં ખામીઓ હતી. વળી, જ્યારે વિશ્વાસની અને યહોવાહને આધીન રહેવાની કસોટી આવી ત્યારે તેઓએ શું કર્યું, એ આપણે જાણીએ છીએ. તેમ છતાં, યહોવાહે તેમના સારા ગુણો જ જોયા અને પોતાની સેવામાં તેઓનો પૂરો ઉપયોગ કર્યો. એ જ રીતે, બીજા આપણને દુઃખ પહોંચાડે તોપણ, યહોવાહની જેમ આપણે તેઓના સારા ગુણો જ જોઈએ. યાદ કરીએ કે તેમના કયા સારા ગુણોને લીધે, આપણને તે ગમતા હતા.—૩/૧૫, પાન ૧૬-૧૯.

• શા માટે અમુક બાઇબલમાં ગીતશાસ્ત્રના પુસ્તકમાં ઓછા કે વધારે અધ્યાય અને કલમો જોવા મળે છે?

ગીતશાસ્ત્રના અધ્યાયો અને કલમના આંકડા મૂળ હેબ્રી પ્રમાણે છે. પરંતુ, સેપ્ટ્યુઆજીંટ હેબ્રી ભાષામાંથી ગ્રીકમાં ભાષાંતર થયું હતું. તેથી, મોટા ભાગના ભાષાતંરોની કલમો અને અધ્યાયમાં ફરક પડે છે, કારણ કે ક્યાં તો એ હેબ્રીમાંથી અથવા સેપ્ટ્યુઆજીંટમાંથી લેવાયું હશે.—૪/૧, પાન ૩૧.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો