વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w10 ૧૨/૧ પાન ૩
  • શું સંતોષથી રહેવું શક્ય છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું સંતોષથી રહેવું શક્ય છે?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • સરખી માહિતી
  • શું તમે ‘સંતોષથી રહેવાનું રહસ્ય શીખ્યા’ છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • તમે પૈસા બાબતે કઈ રીતે સમતોલ બની શકો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • સમજી-વિચારીને મિત્રો પસંદ કરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • જીવનમાં સંતોષ રાખો
    સજાગ બનો!—૨૦૨૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
w10 ૧૨/૧ પાન ૩

શું સંતોષથી રહેવું શક્ય છે?

‘સંતોષ હોય તો ગરીબ અમીર બને છે; અસંતોષ હોય તો અમીર પણ ગરીબ બની જાય છે.’—બેન્જામીન ફ્રેન્કલિન.

એ સુવાક્ય પ્રમાણે, ઘણા લોકો શીખ્યા છે કે ચીજવસ્તુઓ ખરીદી શકાય પણ સુખ-સંતોષ ખરીદી શકાતા નથી. આજે દુનિયા વધુને વધુ ધનસંપત્તિ મેળવવા, મોટી મોટી મહત્ત્વાકાંક્ષા રાખવા કે પછી બીજાઓની જેમ એશઆરામથી જીવવા ઉત્તેજન આપે છે. એટલે સંતોષી રહેવું એક દિવાસ્વપ્ન જેવું લાગે છે. શું નીચે જણાવેલી કોઈ પણ બાબતની તમારા પર અસર થઈ છે?

• આજકાલ જાહેરાતોમાં એક જ સંદેશો જોવા મળે છે કે તમે ઘણી ચીજવસ્તુઓ ખરીદશો તો સુખી થશો.

• સ્કૂલે કે નોકરી-ધંધામાં એવું ઉત્તેજન મળે છે કે બીજાઓ જેવા હોશિયાર બનો કે તેઓથી આગળ નીકળો તો જ તમારી કિંમત થશે.

• બીજાઓ માટે તમે જે કંઈ કરો એની તેઓને કદર નથી.

• મિત્રો પોતાની ધનસંપત્તિથી તમારામાં ઈર્ષા જગાડે.

• જીવનને લગતા મહત્ત્વના સવાલોના તમને જવાબ મળતા જ નથી.

જીવનમાં આવી મુશ્કેલીઓ આવતી રહે તોપણ જે હોય એટલાથી રાજી રહેવું શું શક્ય છે? હા, જરૂર. ઈશ્વરભક્ત પાઊલે ‘સંતુષ્ટ’ રહેવાની ચાવી બતાવી હતી. કોઈ વાર પાઊલ પાસે પુષ્કળ હતું તો કોઈ વાર તે તંગીમાં હતા. મિત્રો પાઊલના વખાણ કરતા, તો બીજા લોકો તેમની હાંસી ઉડાવતા. તોપણ પાઊલ કહે છે કે હું ગમે તેવા સંજોગોમાં સંતોષથી ‘રહેતાં શીખ્યો.’—ફિલિપી ૪:૧૧, ૧૨.

એટલે જેઓએ સંતોષી રહેવાનો પ્રયત્ન કર્યો નથી તેઓ માટે સુખ મિથ્યા છે. પરંતુ ઈશ્વરભક્ત પાઊલે કહ્યું તેમ, સંતોષી રહેતા શીખી શકાય. ચાલો આપણે બાઇબલમાંથી જોઈએ કે સંતુષ્ટ રહેવાની પાંચ ચાવીઓ કઈ છે. (w10-E 11/01)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો