વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w19 જાન્યુઆરી પાન ૩૧
  • નિયામક જૂથના નવા સભ્ય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નિયામક જૂથના નવા સભ્ય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • સરખી માહિતી
  • નિયામક જૂથમાં એક નવા સભ્ય
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • ગવર્નિંગ બૉડીમાં બે નવા ભાઈઓ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • નિયામક જૂથના નવા સભ્યો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • નિયામક જૂથના બે નવા સભ્યો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
w19 જાન્યુઆરી પાન ૩૧
કેનેથ કૂક અને જેમી કૂક

કેનેથ ઇ. કૂક, જુનિયર, અને તેમના પત્ની, જેમી

નિયામક જૂથના નવા સભ્ય

અમેરિકા અને કેનેડાના બેથેલ કુટુંબ આગળ ૨૪ જાન્યુઆરી, ૨૦૧૮ બુધવારની સવારે ખાસ જાહેરાત કરવામાં આવી: ભાઈ કેનેથ કૂક, જુનિયરને યહોવાના સાક્ષીઓના નિયામક જૂથના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

અમેરિકાના દક્ષિણ-મધ્ય પેન્સિલ્વેનિયામાં ભાઈ કેનેથનો જન્મ થયો હતો. હાઇસ્કૂલમાં તેમની સાથે ભણતા મિત્રએ તેમને સત્ય શીખવ્યું હતું. તેમણે ૭ જૂન, ૧૯૮૦ના રોજ પોતાનું જીવન સમર્પણ કર્યું હતું. તેમણે ૧ સપ્ટેમ્બર, ૧૯૮૨થી નિયમિત પાયોનિયર તરીકે પૂરા સમયની સેવા શરૂ કરી. બે વર્ષ પછી, તેમને બેથેલનું આમંત્રણ મળ્યું. ૧૨ ઑક્ટોબર, ૧૯૮૪થી તેમણે વૉલકીલ, ન્યૂ યૉર્કમાં બેથેલ સેવાની શરૂઆત કરી.

પછી ૨૫ વર્ષ સુધી કેનેથભાઈએ છાપકામ અને બેથેલ ઑફિસ વિભાગમાં અલગ અલગ જવાબદારી ઉપાડી હતી. ૧૯૯૬માં તેમણે જેમી બહેન સાથે લગ્‍ન કર્યા. પછી, બહેન પણ તેમની સાથે વૉલકીલ બેથેલમાં જોડાયા. ડિસેમ્બર ૨૦૦૯માં તેઓને વૉચટાવર એજ્યુકેશનલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા, જે પેટરસન, ન્યૂ યૉર્કમાં છે. ત્યાં કેનેથભાઈ લેખન સમિતિમાં પત્રવ્યવહારનું કામ કરતા હતા. પછી થોડા સમય માટે તેઓએ વોલકીલ બેથેલમાં કામ કર્યું. એપ્રિલ ૨૦૧૬માં તેઓને બ્રુકલિન, ન્યૂ યૉર્ક મોકલવામાં આવ્યા. પાંચ મહિના પછી તેઓને વૉરવિક, ન્યૂ યૉર્કમાંના મુખ્યમથકમાં મોકલવામાં આવ્યા. જાન્યુઆરી ૨૦૧૭માં ભાઈ કેનેથને લેખન સમિતિના મદદનીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

હવે નિયામક જૂથમાં આઠ અભિષિક્ત ભાઈઓ છે:

કે. ઇ. કૂક, જુનિયર; એસ. એફ. હર્ડ; જી. ડબલ્યુ. જેક્સન; એમ. એસ. લેટ; જી. લૉશ; એ. મોરીસ ત્રીજા; ડી. એમ. સેન્ડરસન; ડી. એચ. સ્પ્‌લેન

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો