ઈશ્વરનું વચન શિક્ષણ આપવા ઉપયોગી છે
૧. ૨૦૧૪ સેવા વર્ષના સરકીટ સંમેલનનો વિષય શું છે અને કાર્યક્રમમાં કયા સવાલનો જવાબ આપવામાં આવશે?
૧ આપણા સૌથી ઉત્તમ “શિક્ષક” યહોવા આખા વિશ્વમાં અજોડ છે. (યશા. ૩૦:૨૦, ૨૧) એમ હોવાથી, તે કઈ રીતે આપણને શિખવે છે? તેમણે આપણને સૌથી સારું પુસ્તક આપ્યું છે. એ છે તેમની પ્રેરણાથી લખાયેલું બાઇબલ. ઈશ્વરનું શિક્ષણ આપણને દૈહિક, માનસિક, લાગણીમય અને શ્રદ્ધા મજબૂત રાખવા કઈ રીતે મદદ કરી શકે? એનો જવાબ ૨૦૧૪ સેવા વર્ષના સરકીટ સંમેલનમાં આપવામાં આવશે. સંમેલનનો વિષય છે, “ઈશ્વરનું વચન શિક્ષણ આપવા ઉપયોગી છે.” એ ૨ તીમોથી ૩:૧૬ ઉપર આધારિત છે.
૨. કયા સવાલો દ્વારા મુખ્ય મુદ્દાઓ ચમકાવવામાં આવશે?
૨ આ મુદ્દાઓને ધ્યાન આપો: નીચે આપેલા સવાલોના જવાબ દ્વારા કાર્યક્રમમાં મુખ્ય મુદ્દાઓ ચમકાવવામાં આવશે:
• ઈશ્વરના શિક્ષણની આપણા જીવન પર કેવી અસર પડશે? (યશા. ૪૮:૧૭, ૧૮)
• યહોવાની પૂરો સમય સેવા કરવા જીવનમાં ફેરગોઠવણ કરવા ઇચ્છીશું તો કેવી ખાતરી રાખી શકીએ? (માલા. ૩:૧૦)
• ‘વિચિત્ર ઉપદેશ’ સંભળાય ત્યારે આપણને કેવું લાગવું જોઈએ? (હિબ્રૂ ૧૩:૯)
• ઈસુની જેમ “ઉપદેશ” આપવા આપણે શું કરવું જોઈએ? (માથ. ૭:૨૮, ૨૯)
• મંડળમાં ભાઈ-બહેનોએ કેમ પહેલાં પોતાને શીખવવું જોઈએ? (રોમ. ૨:૨૧)
• ઈશ્વરનું શાસ્ત્ર શું કરવા માટે ઉપયોગી છે? (૨ તીમો. ૩:૧૬)
• પ્રજાઓને “હલાવી” નાખવામાં આવશે એની લોકો પર કેવી અસર પડે છે? (હાગ્ગા. ૨:૬, ૭)
• યહોવાને આપણામાં કેવો ભરોસો છે? (એફે. ૫:૧)
• યહોવાના શિક્ષણમાં લાગુ રહેવા આપણે કેમ સખત મહેનત કરવી જોઈએ? (લુક ૧૩:૨૪)
૩. સમયસર તૈયાર કરેલા કાર્યક્રમમાં જઈને ધ્યાનથી સાંભળવું આપણા માટે કેમ મહત્ત્વનું છે?
૩ સંમેલનનો વિષય બીજો તીમોથી ત્રીજા અધ્યાયમાંથી છે. પાઊલે એ શબ્દો લખ્યા એની અગાઉ જણાવ્યું કે દુષ્ટ જગતના અંતમાં કેવી બાબતો ખાસ જોવા મળશે. તેમણે લખ્યું: “દુષ્ટ માણસ તથા ધુતારાઓ ઠગીને તથા ઠગાઈને વિશેષ દુરાચાર કરતા જશે.” (૨ તીમો. ૩:૧૩) આપણે ગેરમાર્ગે ફંટાઈ ન જઈએ માટે ઈશ્વરનું શિક્ષણ સાંભળવું અને જીવનમાં ઉતારવું કેટલું મહત્ત્વનું છે! તેથી, ચાલો સમયસર તૈયાર કરેલા કાર્યક્રમમાં જઈને ધ્યાનથી સાંભળવાનો પાક્કો નિર્ણય કરીએ.