વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૨/૧૩ પાન ૨
  • મિત્રની જેમ વાત કરીને દિલ સુધી પહોંચી શકીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મિત્રની જેમ વાત કરીને દિલ સુધી પહોંચી શકીએ
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • યુવાનો—યહોવાની સેવામાં તમે કેવા ધ્યેયો બાંધ્યાં છે?
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • ‘એ પુસ્તક વાંચીને મારું દિલ ભરાઈ આવ્યું’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૧૨/૧૩ પાન ૨

મિત્રની જેમ વાત કરીને દિલ સુધી પહોંચી શકીએ

૧ વાતચીત કરવાની વ્યાખ્યા “વિચારોની આપ-લે કરવી” પણ થઈ શકે. લોકોને ચિંતા હોય એવા વિષય પર મિત્રની જેમ વાત કરવાથી તેઓનો રસ જાગી શકે. તેમ જ, ઈશ્વરના રાજ્યનો સંદેશો તેઓના દિલ સુધી પહોંચાડવા એ આપણને મદદ કરી શકે. અનુભવ બતાવે છે કે ભાષણ આપતા હોય એમ વાત કરવાને બદલે, મિત્રની જેમ અને આરામથી વાત કરવાનાં સારાં પરિણામ આવે છે.

૨ મિત્રની જેમ વાત શરૂ કરવા શું કરવું? લોકો સાથે વાત કરવા આપણે એક પછી એક વિચારો અને કલમો વાપરવી જ પડે એવું નથી. ફક્ત એટલું જ છે કે સામેની વ્યક્તિ આપણી સાથે વાત કરે. દાખલા તરીકે, આપણા પાડોશી સાથે મિત્રની જેમ વાત કરીએ છીએ ત્યારે, કડક રીતે નહિ પણ હળવાશથી વાત કરીએ છીએ. આપણે શું કહીશું એની ચિંતા કરતા નથી, પણ તે જે કહે છે એના આધારે વાત કરીએ છીએ. તેની વાતમાં દિલથી રસ બતાવીશું તો કદાચ તેને વાત કરવાનું મન થશે. સાક્ષી આપતી વખતે પણ એમ જ કરવું જોઈએ.

૩ ગુના, યુવાનોની મુશ્કેલીઓ, સમાજમાં શું ચાલે છે, જગતની પરિસ્થિતિ અથવા મોસમ જેવા વિષયોથી સરસ વાતચીત શરૂ કરી શકાય. લોકોને સીધેસીધી અસર કરતી બાબતો પર વાત કરવી ઘણી અસરકારક બને છે. એક વાર વાત શરૂ થયા પછી, ધીમેથી આપણે એ રાજ્યના સંદેશા તરફ વાળી શકીએ.

૪ હળવાશથી વાત કરવાનો એવો અર્થ નથી કે પહેલેથી તૈયારી કરવી જરૂરી નથી. તૈયારી જરૂરી છે. તેમ છતાં, પ્રવચનની તૈયારી કરીએ એમ વિચારો અને કલમો ગોઠવવાની કે સંદેશો ગોખી જવાની જરૂર નથી. નહિતર સંજોગો અને જરૂરિયાત પ્રમાણે સરળ રીતે વાત કરી નહિ શકીએ. (વધુ માહિતી: ૧ કોરીંથી ૯:૨૦-૨૩.) તૈયારી કરવાની સૌથી સારી રીત એ છે કે બાઇબલના આધારે એક અથવા બે વિષય તૈયાર કરો, જેથી એના પર વાતચીત શરૂ કરી શકાય.

૫ મિત્રની જેમ વાત કરવા માટે જરૂરી ગુણો: લોકો સાથે વાત કરીએ ત્યારે આપણે પ્રેમથી અને દિલથી કરવી જોઈએ. મોં પર સ્મિત અને મળતાવડા હાવભાવ એ ગુણો બતાવવા મદદ કરશે. દુનિયામાં આપણી પાસે સૌથી સારો સંદેશો છે; નમ્ર દિલના લોકો પર એની ઊંડી છાપ પડે છે. જો તેઓને લાગે કે આપણી દિલની તમન્‍ના છે કે તેઓને ખુશખબર જણાવીએ, તો તેઓ કદાચ સાંભળે પણ ખરા.—૨ કોરીં. ૨:૧૭.

૬ લોકો સાથે વાતચીત કરવાની મજા આવવી જોઈએ. એટલે, આપણે રાજ્યનો સંદેશો જણાવતી વખતે માયાળુ બનીએ અને સમજી-વિચારીને વાત કરીએ. (ગલા. ૫:૨૨; કોલો. ૪:૬) વાતચીત પછી લોકોના મન પર સારી છાપ પડે એવો પ્રયત્ન કરીએ. આ રીતે, ભલે આપણે આ વખતે તેઓના દિલ સુધી પહોંચવામાં સફળ ન થયા હોઈએ, તોપણ બીજી વખતે આપણા કોઈ ભાઈ કે બહેન એ વ્યક્તિ સાથે વાતચીત કરે ત્યારે તે કદાચ સાંભળશે.

૭ મિત્રની જેમ વાતચીત શરૂ કરવામાં કોઈક ચાલાક રીતે સંદેશો જણાવવો જરૂરી નથી. ફક્ત એ જ જરૂરી છે કે વ્યક્તિને રસ પડે એવા વિષય પર વાત કરીએ. પહેલેથી તૈયારી કરીને, આપણે લોકો સાથે મિત્રની જેમ વાત કરવા તૈયાર હોઈશું. ચાલો આપણે જેઓ સાથે વાત કરીએ તેઓના દિલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. એમ કરવા ઈશ્વરના રાજ્ય દ્વારા આવનાર કાયમી આશીર્વાદો વિશેની સૌથી સારી ખુશખબર તેઓને જણાવીએ.—૨ પીત. ૩:૧૩.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો