સેવાકાર્યમાં ઈશ્વરની શક્તિનો પૂરો લાભ લઈએ
સંદેશો સાંભળવા કોઈ વ્યક્તિ સમય આપે તો, આપણે એ તકનો સારો ઉપયોગ કરીએ છીએ. આપણે બાઇબલની કલમ વાંચીને ઈશ્વરની શક્તિનો પૂરો લાભ લઈએ છીએ. ગયા વર્ષના ખાસ સંમેલનમાં એના પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. “સેવાકાર્યમાં ઈશ્વરની શક્તિનો પૂરો લાભ લઈએ” વિષય પર સરકીટ નિરીક્ષકે ટોક આપી હતી. શું તમને એના મહત્ત્વના મુદ્દા યાદ છે?
ઈશ્વરનો શબ્દ આપણા કરતાં કેમ શક્તિશાળી છે?—૨ તીમો. ૩:૧૬, ૧૭.
બાઇબલ કઈ રીતે આપણી લાગણીઓ, વિચારો, વલણ અને વર્તનને અસર કરી શકે?—જૂન ૧, ૨૦૧૨ ચોકીબુરજ પાન ૩૦, ફકરો ૭ જુઓ.
પ્રચારમાં આપણે બાઇબલની કલમ બતાવીએ ત્યારે, કઈ રીતે લોકોનું ધ્યાન એના પર લાવી શકીએ જેથી તેઓનું બાઇબલ પ્રત્યે માન વધે?—મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકનું પાન ૧૪૮, ફકરા ૩-૪ અને માર્ચ ૨૦૧૩ આપણી રાજ્ય સેવા પાન ૯, ફકરો ૮ જુઓ.
બાઇબલની જે કલમ વાંચીએ એને સારી રીતે સમજાવવી કેમ જરૂરી છે, અને એ કઈ રીતે કરી શકીએ?—પ્રે.કૃ. ૧૭:૨, ૩; મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૧૫૪, ફકરા ૪થી પાન ૧૫૬, ફકરા પાંચ જુઓ.
બાઇબલનો ઉપયોગ કઈ રીતે સમજી-વિચારીને કરવો જોઈએ?—માથ. ૧૦:૧૬; એપ્રિલ ૨૦૦૮ આપણી રાજ્ય સેવા પાન પાંચ જુઓ.