સારી રીતે શીખવવા તૈયારીની જરૂર છે
ઈસુ ખ્રિસ્તને ઓછામાં ઓછી બે વખત અનંતજીવન વિશે એક સરખો સવાલ પૂછવામાં આવ્યો હતો. બંને વાર તેમણે સવાલ પૂછનારની જરૂરિયાત ધ્યાનમાં રાખીને જવાબ આપ્યો હતો. (લુક ૧૦: ૨૫-૨૮; ૧૮:૧૮-૨૦) એવી જ રીતે, બાઇબલ અભ્યાસની માહિતી આપણે પૂરેપૂરી જાણતા હોઈએ તોપણ, વિદ્યાર્થીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયારી કરવી જોઈએ. આપણે વિચારી શકીએ કે, કયા મુદ્દાઓ વિદ્યાર્થીને સમજવા અથવા સ્વીકારવા અઘરા લાગશે? બાઇબલમાંથી કઈ કલમો વાંચવી જોઈએ? કેટલી માહિતી આવરવી જોઈએ? વિદ્યાર્થી સમજી શકે એ માટે આપણે ઉદાહરણો, કારણો અને સવાલોની સારી તૈયારી કરવી જોઈએ. વધુમાં, બાઇબલ અભ્યાસની તૈયારી, વિદ્યાર્થી અને તેને મદદ કરવા આપણે જે પ્રયત્નો કરીએ છીએ એના પર યહોવાનો આશીર્વાદ માંગવો જોઈએ. કેમ કે, યહોવા જ વ્યક્તિના દિલમાં રોપેલા સત્યના બીને વૃદ્ધિ આપે છે.—૧ કોરીં. ૩:૬; યાકૂ. ૧:૫.