યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?—કઈ રીતે વાપરવી
યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે? પુસ્તિકાનો હેતુ છે કે, દર અઠવાડિયે વિદ્યાર્થી જોડે અભ્યાસ કરતા પહેલાં કે પછી એમાંથી ચર્ચા કરવામાં આવે.a પાઠ ૧-૪ વિદ્યાર્થીને યહોવાના સાક્ષીઓ વિશે માહિતી આપે છે, પાઠ ૫-૧૪ આપણાં કાર્યો વિશે જણાવે છે અને પાઠ ૧૫-૨૮ આપણું સંગઠન કઈ રીતે કામ કરે છે એ વિશે જાણકારી આપે છે. પાઠને ક્રમ મુજબ આવરવામાં આવે તો સારું રહેશે; પણ વિદ્યાર્થીને કોઈ પાઠમાં વધુ રસ હોય તો, પહેલા એની ચર્ચા કરી શકાય. દરેક પાઠ એક પાનનો છે અને ૫થી ૧૦ મિનિટમાં આવરી શકાય છે.
પાઠના મથાળામાં આપેલા મુખ્ય સવાલ પર વિદ્યાર્થીનું ધ્યાન દોરો
પાઠને મથાળા પ્રમાણે કે આખેઆખો વાંચો
વાંચેલી માહિતી પર ચર્ચા કરો. પાઠના અંતે આપેલા સવાલો અને ચિત્રોનો ઉપયોગ કરો. જરૂરી લાગે એ કલમ વાંચો અને એની ચર્ચા કરો. ગૌણમથાળાની માહિતી કઈ રીતે મુખ્ય સવાલનો જવાબ આપે છે, એના પર ધ્યાન દોરો
જો પાઠમાં “વધારે જાણવા આમ કરો” બૉક્સ હોય, તો વિદ્યાર્થી સાથે એને વાંચો અને એ સૂચનો લાગુ પાડવા ઉત્તેજન આપો
a jw.org/gu પર પ્રાપ્ય આવૃત્તિ સૌથી નવી સુધારેલી આવૃત્તિ હોય છે.