વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ મે પાન ૮
  • “ઈશ્વરે જેને જોડ્યું છે . . .”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “ઈશ્વરે જેને જોડ્યું છે . . .”
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • “ઈશ્વરે જેને જોડ્યું છે” એને માન આપો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ મે પાન ૮
એક પુરુષ અને સ્ત્રીએ એકબીજાનો હાથ પકડ્યો છે

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

“ઈશ્વરે જેને જોડ્યું છે . . .”

જો કોઈ પુરુષ પોતાની પત્નીને છોડી દેવાનું વિચારતો હોય, તો મુસાના નિયમ પ્રમાણે પહેલાં તેણે છૂટાછેડા માટે લખાણ આપવું પડતું. એ નિયમને લીધે વ્યક્તિ ઉતાવળે છૂટાછેડા લઈ શકતી ન હતી. જોકે, ઈસુના સમયમાં ધર્મગુરુઓએ છૂટાછેડા લેવાને એટલું સહેલું બનાવી દીધું હતું કે, પુરુષો નાનીસૂની વાતે પણ છૂટાછેડા લઈ લેતા. (“છૂટાછેડા લખી આપીને” માર્ક ૧૦:૪ અભ્યાસ માહિતી, nwtsty; “પત્નીને છૂટાછેડા આપીને,” “તે પહેલી વિરુદ્ધ વ્યભિચાર કરે છે” માર્ક ૧૦:૧૧ અભ્યાસ માહિતી, nwtsty) ઈસુએ એ હકીકત પર ધ્યાન દોર્યું કે લગ્‍નની ગોઠવણ ખુદ યહોવાએ કરી છે અને તેમણે પોતે એની મંજૂરી આપી છે. (માર્ક ૧૦:૨-૧૨) લગ્‍ન પછી પતિ અને પત્ની આજીવન “એક શરીર” બને છે. આ અહેવાલ વિશે માથ્થીના પુસ્તકમાં પણ જણાવ્યું છે, જે મુજબ છૂટાછેડા માટેનું એકમાત્ર કારણ છે, “વ્યભિચાર.”—માથ ૧૯:૯.

આજે ઘણા લોકો લગ્‍નબંધનને ઈસુની જેમ નહિ પણ ફરોશીઓની જેમ જુએ છે. લગ્‍નજીવનમાં જરાક મુશ્કેલીઓ આવે ને તેઓ છૂટાછેડા લઈ લે છે. જ્યારે કે, ઈશ્વરભક્તો લગ્‍નબંધનને યહોવાની નજરે જુએ છે. ગમે એવી મુશ્કેલીઓ આવે, તેઓ બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડીને એનો હલ લાવે છે. પ્રેમ અને માન બતાવવાથી કુટુંબ મજબૂત બને છે વીડિયો જુઓ અને પછી નીચે આપેલા સવાલોનો જવાબ આપો:

  • બાઇબલ વાંચન કરવું; પત્ની પોતાના વિચારો જણાવે છે ત્યારે પતિ ધ્યાનથી તેનું સાંભળે છે; લગ્‍નના ફોટાના બે ભાગ

    તમે કઈ રીતે નીતિવચનો ૧૫:૧ તમારા લગ્‍નજીવનમાં લાગુ પાડી શકો? એમ કરવું શા માટે મહત્ત્વનું છે?

  • નીતિવચનો ૧૯:૧૧ લાગુ પાડીને તમે કઈ રીતે મુશ્કેલીઓને ટાળી શકો?

  • લગ્‍નજીવન તૂટવાની અણીએ હોય ત્યારે, છુટાછેડા લેવાનું વિચારવાને બદલે કયા સવાલો પર વિચારવું સારું રહેશે?

  • માથ્થી ૭:૧૨ લાગુ પાડીને તમે કઈ રીતે સારા પતિ કે પત્ની બની શકો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો