યહોવાના સેવકો તરીકે આપણું જીવન
આપણાં ભક્તિસ્થળોની કાળજી રાખવા શું કરી શકીએ?
આપણું પ્રાર્થનાઘર (રાજ્યગૃહ) કોઈ સામાન્ય ઇમારત નથી; ત્યાં તો યહોવાની ભક્તિ થાય છે. પ્રાર્થનાઘરની સંભાળ રાખવામાં આપણે બધા કઈ રીતે મદદ કરી શકીએ?
આપણાં ભક્તિસ્થળોની કાળજી રાખીએ વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોના જવાબ આપો:
પ્રાર્થનાઘરનું મહત્ત્વ શું છે?
શા માટે પ્રાર્થનાઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું જોઈએ?
પ્રાર્થનાઘરના સમારકામમાં ભાગ લેવાથી તમને કયા ફાયદા થયા છે?
સલામતી શા માટે ખૂબ મહત્ત્વની છે અને તમે વીડિયોમાં સલામતીને લગતા કયા દાખલા જોયા?
પ્રદાનોથી આપણે કઈ રીતે યહોવાને મહિમા આપી શકીએ?
ભક્તિસ્થળની સંભાળ રાખવા હું આ રીતે મદદ કરીશ: