વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 જાન્યુઆરી પાન ૩
  • માબાપો, બાળકોને જે જરૂરી છે એ જણાવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માબાપો, બાળકોને જે જરૂરી છે એ જણાવો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • માતા-પિતા અને બાળકો કઈ રીતે ખુશ રહી શકે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • માતા-પિતાઓ, બાળકોનાં દિલમાં યહોવા માટે પ્રેમ કેળવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • તમારા બાળકોનું જતન કરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • માતાપિતાઓ—યહોવાને પ્રેમ કરવાનું બાળકોને શીખવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 જાન્યુઆરી પાન ૩
બાળકોને પોતાનું રક્ષણ કરવાનું શીખવવા માબાપ પ્રેક્ટિસ કરાવી રહ્યાં છે જેમાં બાળકો હાથથી “ના!” પાડવાનું શીખી રહ્યા છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

માબાપો, બાળકોને જે જરૂરી છે એ જણાવો

આજે દુનિયામાં સારાને ખરાબ અને ખરાબને સારું કહેવામાં આવે છે. (યશા ૫:૨૦) અમુક લોકો એવાં કામ કરે છે જેને યહોવા ધિક્કારે છે. જેમ કે, પુરુષો સાથે પુરષો અને સ્ત્રીઓ સાથે સ્ત્રીઓ જાતીય સંબંધ બાંધે છે. સ્કૂલનાં બીજાં બાળકો અથવા બીજાઓ આપણાં બાળકોને એવાં કામ કરવાં લલચાવી શકે છે. બાળકોને એવી બાબતોથી દૂર રહેવા તમે કઈ રીતે તૈયાર કરી શકો?

તમારાં બાળકોને યહોવાનાં ધોરણો વિશે શીખવો. (લેવી ૧૮:૩) બાળકોની ઉંમરને ધ્યાનમાં રાખીને તેઓને થોડું થોડું શીખવો કે બાઇબલ જાતીય સંબંધ રાખવા વિશે શું કહે છે. (પુન ૬:૭) પોતાને પૂછો: “શું મેં મારાં બાળકોને આ વિષય પર જરૂરી માહિતી આપી છે? જેમ કે, પ્રેમ બતાવવાની યોગ્ય રીત કઈ છે અને કઈ નથી? શરીર ઢંકાય એવાં કપડાં પહેરવાં કેમ જરૂરી છે? અથવા કોઈને હક નથી કે તે તેઓના શરીરને જુએ અથવા ખોટી રીતે અડે? શું મારાં બાળકોને ખબર છે કે કોઈ તેમને ગંદાં ચિત્રો બતાવે કે ખોટું કામ કરવાનું કહે તો તેઓએ શું કરવું જોઈએ?” જો તમે બાળકોને અગાઉથી એ વિશે જણાવશો તો પછીથી તેઓ મુશ્કેલીમાં નહિ મૂકાય. (ની ૨૭:૧૨; સભા ૭:૧૨) બાળકોને એવા વિષયો પર જાણકારી આપીને બતાવો છો કે તમે તેઓને પ્રેમ કરો છો. કારણ કે બાળકો તો યહોવાએ આપેલું ધન છે.—ગી ૧૨૭:૩.

ટકી રહે એવું ઘર બાંધો—“જે ખરાબ છે” એનાથી બાળકોનું રક્ષણ કરો વીડિયો બતાવો અને આ સવાલો પૂછો:

  • ‘ટકી રહે એવું ઘર બાંધો—“જે ખરાબ છે”’ એનાથી બાળકોનું રક્ષણ કરો વીડિયોનું એક દૃશ્ય. એક માતા પોતાના દીકરા સાથે ‘બાળકોનું રક્ષણ કરીએ’ વીડિયો જોઈ રહ્યા છે.

    અમુક માબાપ બાળકો સાથે સેક્સ વિશે વાત કરતા કેમ અચકાય છે?

  • ‘ટકી રહે એવું ઘર બાંધો—“જે ખરાબ છે”’ એનાથી બાળકોનું રક્ષણ કરો વીડિયોનું એક દૃશ્ય. માબાપ પોતાના બાળકો સાથે ‘લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર’ અને બીજાં સાહિત્યમાંથી ચર્ચા કરી રહ્યા છે.

    માબાપે કેમ બાળકોને ‘યહોવા ચાહે છે તેમ શિસ્ત અને શિખામણ’ આપવી જોઈએ?—એફે ૬:૪

  • ‘ટકી રહે એવું ઘર બાંધો—“જે ખરાબ છે”’ એનાથી બાળકોનું રક્ષણ કરો વીડિયોનું એક દૃશ્ય. આફ્રિકામાં માબાપ પોતાનાં બાળકો સાથે કલમો વાંચીને ચર્ચા કરી રહ્યાં છે.

    જાણકારીથી રક્ષણ થાય છે

    કયા સાહિત્યની મદદથી બાળકોને સેક્સ વિશે યોગ્ય જાણકારી આપી શકો?—w૧૯.૦૫ ૧૨, બૉક્સ

  • બાળકો પર એવી કોઈ મુશ્કેલી આવે એ પહેલાં તેઓ સાથે વાત કરવી કેમ જરૂરી છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો