સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ | સેવાકાર્યમાં તમારી ખુશી વધારો
સંશોધન માટેના સાધનો વાપરીએ
યહોવાએ આપણને એવાં ઘણાં સાહિત્ય આપ્યાં છે, જેની મદદથી આપણે બીજાઓને સારી રીતે શીખવી શકીએ છીએ. જેમ કે વીડિયો, પત્રિકા, મૅગેઝિન, પુસ્તિકાઓ, પુસ્તકો અને ખાસ કરીને બાઇબલ. (૨તિ ૩:૧૬) તેમણે સંશોધન માટે બીજાં સાધનો પૂરાં પાડ્યાં છે, જેથી બાઇબલની કલમો સારી રીતે સમજાવી શકીએ. જેમ કે વોચટાવર લાઇબ્રેરી, JW લાઇબ્રેરી એપ, વોચટાવર ઓનલાઇન લાઇબ્રેરી અને યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા.
એની મદદથી આપણે બાઇબલમાંથી હીરા-મોતી જેવી માહિતી શોધી શકીશું. એ મેળવીને આપણને આનંદ મળશે. તમારા બાઇબલ વિદ્યાર્થીઓને પણ એ સાધનો વાપરવાનું શીખવો, જેથી તેઓ પણ પોતાના સવાલોના જવાબ બાઇબલમાંથી શોધી શકે. એનાથી તેઓને પણ ઘણો આનંદ મળશે.
શિષ્ય બનાવવાના કામમાં આનંદ મેળવીએ—યહોવાની મદદ સ્વીકારીએ—સંશોધન માટેના સાધનો વાપરીએ વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
જેડના મનમાં સૃષ્ટિ વિશે કયા સવાલો હતા?
નીતાને એ વિશે ક્યાંથી માહિતી મળી?
બાઇબલમાંથી માહિતી શોધીને અને એ બીજાઓને જણાવવાથી આનંદ મળે છે
જેડ સમજી શકે એવી માહિતી નીતાએ કઈ રીતે શોધી?
સંશોધન માટેના સાધનો વાપરીને નીતાને કેવું લાગ્યું?