યહોવાના સેવકો તરીકે આપણું જીવન
માતા-પિતા, તમારાં બાળકોને શીખવો કે તેઓ કઈ રીતે યહોવાને ખુશ કરી શકે
યહોવા માટે બાળકો ખૂબ કીમતી છે. તે ધ્યાન આપે છે કે બાળકો કઈ રીતે પોતાની શ્રદ્ધા અને યહોવા માટેનો પ્રેમ વધારે છે. તે એ પણ જુએ છે કે તેઓ કઈ રીતે ધીરજ રાખે છે. (૧શ ૨:૨૬; લૂક ૨:૫૨) એકદમ નાનાં બાળકો પણ પોતાનાં વાણી-વર્તનથી યહોવાનું દિલ ખુશ કરી શકે છે. (ની ૨૭:૧૧) યહોવાએ પોતાના સંગઠન દ્વારા સરસ સાહિત્ય અને વીડિયો બહાર પાડ્યાં છે. એની મદદથી માતા-પિતા બાળકોને ઈશ્વર યહોવાને પ્રેમ કરવાનું અને તેમની આજ્ઞાઓ પાળવાનું શીખવી શકે છે.
બાળકો—તમારી ધીરજથી યહોવા ખુશ થાય છે! વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
વીતેલાં વર્ષોમાં યહોવાએ કઈ રીતે બાળકોને મદદ કરી છે અને માર્ગદર્શન આપ્યું છે?
આજે બાળકોને શીખવવા માતા-પિતાને શાનાથી મદદ મળે છે?
બાળકો, યહોવાએ આપેલા સાહિત્યથી તમને કઈ રીતે ફાયદો થયો છે?