વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w22 જૂન પાન ૨૯
  • શું તમે જાણો છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે જાણો છો?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • સરખી માહિતી
  • “પ્રભુ ખરેખર ઊઠ્યો છે”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • ખાલી કબર—ઈસુ જીવતા છે!
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
w22 જૂન પાન ૨૯

શું તમે જાણો છો?

શું રોમન સરકાર એવા લોકોનાં શબને કબરમાં દફનાવવાની મંજૂરી આપતી હતી, જેઓને ઈસુની જેમ વધસ્તંભ પર ગુનેગાર તરીકે મારી નાખવામાં આવતા હતા?

ઈસુના શિષ્યો તેમના શબને વધસ્તંભ પરથી ઉતારીને કપડામાં લપેટી રહ્યા છે.

બાઇબલમાં જણાવ્યું છે કે ઈસુને બે ગુનેગારોની વચ્ચે વધસ્તંભ પર ખીલાથી જડી દેવામાં આવ્યા હતા. ઘણા લોકો એ બનાવ વિશે જાણે છે. (માથ. ૨૭:૩૫-૩૮) બાઇબલમાં એ પણ જણાવ્યું છે કે તેમના મરણ પછી તેમના શબને કબરમાં મૂકવામાં આવ્યું હતું. પણ અમુક લોકોએ એ વાત પર સવાલ ઉઠાવ્યો છે.—માર્ક ૧૫:૪૨-૪૬.

અમુક લોકો માનતા હતા કે જેઓને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યા હતા, તેઓનું શબ કબરમાં દફનાવવામાં આવતું ન હતું. એ વિશે પત્રકાર એરિયેલ સબારે સ્મિથસોનીયન મૅગેઝિનમાં લખ્યું: ‘એ સમયે ફક્ત ગુનેગારોને આ રીતે મારી નાખવામાં આવતા હતા. એટલે અમુક વિદ્વાનોનું કહેવું હતું કે રોમન સરકાર એવા ગુનેગારોનાં શબને સરખી રીતે દફનાવવાની મંજૂરી આપે એ તો માનવામાં જ ન આવે.’ રોમનો ચાહતા હતા કે ગુનેગારનું સૌથી વધારે અપમાન થાય. એટલે કદાચ તેના શબને સ્તંભ પર છોડી દેવામાં આવતું હતું, જેથી જંગલી જાનવરો અને પક્ષીઓ એનું માંસ ચૂંથી કાઢે. પછી કદાચ બીજી લાશો ભેગા એ ગુનેગારના શબને પણ નાખી દેવામાં આવતું હતું.

શું એનો અર્થ એ થાય કે કોઈ પણ યહૂદી ગુનેગારને વ્યવસ્થિત રીતે દફનાવવામાં આવ્યો ન હતો? વર્ષ ૧૯૬૮માં યરૂશાલેમ નજીક ખોદકામ ચાલતું હતું. પુરાતત્ત્વશાસ્ત્રીઓને એક ખાસ વસ્તુ મળી આવી. તેઓને યહૂદી કુટુંબની કબરમાં એક પેટી મળી. એમાં એક માણસનાં હાડકાં હતાં. એ માણસને પહેલી સદીમાં મારી નાખવામાં આવ્યો હતો અને પછી તેને દફનાવવામાં આવ્યો હતો. પેટીમાં તેની એડીનું હાડકું પણ મળી આવ્યું. એ હાડકું ૧૧.૫ સે.મી. (૪.૫ ઇંચ) લાંબા ખીલાથી લાકડામાં જડેલું હતું. એ વિશે એરિયેલ સબારે લખ્યું: ‘વર્ષોથી વિદ્વાનો એવો વાદવિવાદ કરતા હતા કે ઈસુને દફનાવવામાં આવ્યા હતા કે નહિ. પણ પછી યહોખનેન નામના માણસની એડીનું હાડકું મળી આવ્યું. તેને ઈસુના જમાનામાં ક્રોસ પર મારી નાખવામાં આવ્યો હતો. એનાથી સાબિત થયું કે ઈસુને દફનાવવા વિશે બાઇબલમાં જે લખ્યું છે એ સાચું છે. આપણે એવું પણ કહી શકીએ કે રોમન લોકોએ અમુક યહૂદી ગુનેગારોનાં શબને દફનાવવાની મંજૂરી આપી હતી.’

યહોખનેનની એડીનું હાડકું જોઈને એ તો નક્કી ન કરી શકાય કે ઈસુને સ્તંભ પર કઈ રીતે લટકાવવામાં આવ્યા હતા. એ વિશે લોકોના અલગ અલગ મંતવ્ય છે. પણ એનાથી એટલું તો સાબિત થાય છે કે એ સમયે અમુક ગુનેગારોનાં શબને એમ જ ફેંકી દેવામાં આવતું ન હતું. એ શબને દફનાવવાની મંજૂરી આપવામાં આવતી હતી. એનાથી પુરવાર થાય છે કે બાઇબલમાં ઈસુના શબ વિશે જે જણાવવામાં આવ્યું છે એ એકદમ સાચું છે. આપણે એ વાત પર ભરોસો મૂકી શકીએ છીએ.

સૌથી મહત્ત્વનું તો, યહોવાએ ભવિષ્યવાણી કરી હતી કે ઈસુને ધનવાનો સાથે દફનાવવામાં આવશે. યહોવાની ભવિષ્યવાણી પૂરી થતા કોઈ અટકાવી ન શકે.—યશા. ૫૩:૯; ૫૫:૧૧.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો